KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

એશિયાઈ બજારોની નબળાઈના પગલે સેન્સેક્સ 500 અને નિફ્ટી 178 પોઇન્ટ ખાબક્યા

અમેરિકાએ ઇરાન પર હુમલો કરતાં એશિયાઈ બજારોની સાથે ભારતીય બજારોમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ નીચલા મથાળે લેવાલી જોવા મળી હતી

KuberaNow
desk@kuberanow31 Aug 2026
InstagramFacebookXLinkedIn
અમેરિકાના બેન્ચમાર્ક ફ્યુચર્સ અને અન્ય વૈશ્વિક સંકેતોના પગલે એશિયાઈ બજારોમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત મધ્યપૂર્વમાં થયેલા તનાવના કારણે પણ આ સ્થિતિ જોવા મળી હતી.
અમેરિકાના બેન્ચમાર્ક ફ્યુચર્સ અને અન્ય વૈશ્વિક સંકેતોના પગલે એશિયાઈ બજારોમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત મધ્યપૂર્વમાં થયેલા તનાવના કારણે પણ આ સ્થિતિ જોવા મળી હતી.AI Generated Image

મુંબઈઃ ભારતીય શેરબજાર નવા શરૂ થયેલા સપ્તાહે નબળા ખૂલ્યા હતા. પ્રારંભિક વધારા પછી BSE સેન્સેક્સ એક સમયે 500 પોઇન્ટ ખાબક્યો હતો અને 76,751 પોઇન્ટે પર જઈ આવ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી50 લગભગ 178 પોઇન્ટ ઘટીને 23997 પોઇન્ટનું તળિયું બનાવી 24,011 પોઇન્ટ પર ચાલી રહ્યો છે. શુક્રવારે BSE સેન્સેક્સ 0.43 પોઇન્ટ વધી 77,265 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી50 0.35 ટકા વધી 24,175 પર બંધ આવ્યો હતો. આજે નિફ્ટી માટે 24,000ની પ્રતિકારક સપાટી અત્યંત મહત્વની માનવામાં આવે છે. જો નિફટી આ સપાટી તોડે તો તે ઝડપથી 24,800 સુધી પહોંચી જાય તેમ મનાય છે.


પછી BSE સેન્સેક્સના 30માંથી ફક્ત બે જ શેર HDFC બેન્ક અને ભારતી એરટેલ જ વધેલા હતા.  બાકીના બધા શેર ડાઉન હતા. આ જ રીતે NSEના નિફ્ટી50માં 50માંથી ફક્ત છ જ શેર HDFC બેન્ક, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો, એપોલો હોસ્પિટલ, ઓએનજીસી અને ભારતી એરટેલ જ વધેલા હતા. બાકીના શેર ઘટેલા હતા. મેનેજમેન્ટ ટ્રાન્ઝિશનની વાતના પગલે HDFC બેન્કનો શેર એક સમયે ત્રણ ટકાથી પણ વધુ વધ્યો હતો.

 

એશિયાઈ બજારોમાં ઘટાડો

અમેરિકાના બેન્ચમાર્ક ફ્યુચર્સ અને અન્ય વૈશ્વિક સંકેતોના પગલે એશિયાઈ બજારોમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત મધ્યપૂર્વમાં થયેલા તનાવના કારણે પણ આ સ્થિતિ જોવા મળી હતી. અમેરિકાએ ઇરાનના અત્યંત મહત્વના મનાતા ખાર્ગ ટાપુ પર હુમલો કરતા વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત અમેરિકાએ લારક આઇલેન્ડમાં અમેરિકન દળોએ ઇરાનના રોકેટ લોન્ચર પર હુમલા કરીને તેને ખતમ કર્યા હતા.

સાઉથ કોરીયાનો કોસ્પી 3.5 ટકા ઘટેલો હતો. જ્યારે સ્મોલ-કેપ કોસ્ડાક 3.8 ટકા ઘટ્યો છે. જાપાનનો નિક્કી 225 2.16 ટકા ઘટ્યો હતો. ટોપિક્સ 0.95 ટકા નીચે હતો. હોંગકોંગના હેંગસેંગ ફ્યુચર્સ 25,472 હતો.


યુએસ ફ્યુચર્સ

સોમવાર સવારથી જ નબળા વૈશ્વિક સંકેતોના પગલે અમેરિકન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં નરમાઈ હતી. અમેરિકાએ ઇરાનિયન રોકેટ લોન્ચર્સ પર હુમલો કરીને તેને ખતમ કરતા મધ્યપૂર્વમાં તંગદિલી જારી છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ફ્યુચર્સ 85 પોઇન્ટ એટલે કે 0.16 ટકા નીચે ચાલતો હતો. જ્યારે S&P 500 ફ્યુચર્સ 0.2 ટકા ડાઉન હતા.


ક્રૂડ ઓઇલ

વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 1.08 ટકા વધીને પ્રતિ બેરલ 84.30 ડોલર પર ચાલતા હતા. બીજી બાજુએ બ્રેન્ટ ક્રુડ બે ટકા વધીને 89.24 ડોલર પર ચાલતુ હતુ. આમ તે 90 ડોલરની મનોવૈજ્ઞાનિક સપાટીની નજીક છે. જ્યારે કોમેક્સ પર ક્રૂડનો ભાવ 1.12 ટકા ઘટીને પ્રતિ બેરલ 84.33 ડોલર ચાલતો હતો.


સોના

કોમેક્સ પર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 0.33 ટકા ઘટીને 4,514.80 ડોલર પર ચાલતો હતો. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 1,56,540 ચાલતો હતો. આમ સોનું ગઇકાલ કરતાં 1.74 ટકા ઘટ્યું છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 1,56,270 રૂપિયા ચાલતો હતો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 1,17,405 રૂપિયા ચાલતો હતો.


ચાંદી

કોમેક્સ પર ચાંદીનો ભાવ પ્રતિ દસ ગ્રામે 0.83 ટકા ઘટીને પ્રતિ ઔંસ 66.44 ડોલર હતો. ભારતમાં ચાંદીનો ભાવ 1.62 ટકા ઘટીને પ્રતિ કિલો 2.37 લાખ રૂપિયા થયો હતો. જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ ભૂરાજકીય તનાવના લીધે અને આર્થિક અનિશ્ચિતતાના લીધે ટોચ પર પહોંચી ગયો હતો. ભારે સટ્ટાકીય ખરીદીના લીધે ચાંદીના ભાવે નવી ટોચ બનાવી હતી, પરંતુ પછી તેમા અસ્થિરતા જોવા મળી હતી


FII-DII Data

વિદેશી સંસ્થાકીય રોકાણકાર 28મી ઓગસ્ટના રોજ નેટ સેલર રહ્યા હતા અને તેણે 5,039.80 કરોડનું વેચાણ કર્યુ હતુ. બીજી બાજુએ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા ખરીદનાર હતા અને તેમણે 5,183.93 કરોડની લેવાલી કરી હતી.

યુએસ ડોલર

છ અગ્રણી ચલણો સામે ડોલરનું મૂલ્ય માપતો યુએસ ડોલર ઇન્ડેક્સ (DXY) 0.09 ટકા ઘટીને 99.61 પર ટ્રેડ થતો હતો. ઇન્ડેક્સ અગ્રણી ચલણો સામે ડોલરની મજબૂતાઈની સમીક્ષા કરે છે. રૂપિયો ડોલર સામે 0.18 ટકા ઘટીને 95.38 પર બંધ આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

https://www.facebook.com/profile.php?id=61590120462544

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  2. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો
  3. એશિયાઈ બજારોની નબળાઈના પગલે સેન્સેક્સ 500 અને નિફ્ટી 178 પોઇન્ટ ખાબક્યા
  4. Stocks In News | 31 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
  2. અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉછાળો, બ્રેન્ટ $90 પ્રતિ બેરલ નજીક
  3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ
  4. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM