KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

એનવિડીયાના સારા પરિણામના પગલે એશિયન બજારોની સાથે ભારતીય બજાર હકારાત્મક ઝોનમાં ખૂલ્યું

desk@kuberanowPublished On : 27 Aug 2026
બજાર હકારાત્મક ઝોનમાં ખૂલ્યું તો હતું, પરંતુ પછી તરત ઘટવા માંડ્યુ હતુ અને હાલમાં તે લગભગ 250 પોઇન્ટ ડાઉન છે
બજાર હકારાત્મક ઝોનમાં ખૂલ્યું તો હતું, પરંતુ પછી તરત ઘટવા માંડ્યુ હતુ અને હાલમાં તે લગભગ 250 પોઇન્ટ ડાઉન છેAI Generated Image

મુંબઈઃ ક્રૂડ ઓઇલના નીચા ભાવ અને એનવિડીયાના સારા પરિણામના કારણે મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય બજાર ગુરુવારે સવારે ઊંચામાં ખૂલ્યા હતા, પરંતુ ઊંચામાં ખૂલ્યા પછી બજાર નેગેટિવ ઝોનમાં જતાં રહ્યા હતા. બીએસઇ સેન્સેક્સ 77,576.76 પોઇન્ટ પર ખૂલ્યો હતો અને ઊંચામાં 77,694.97 સુધી ગયો હતો. જ્યારે નીચામાં તે 77,243.25 પોઇન્ટ સુધી ગયો હતો. જ્યારે ગઇકાલે તે 77,472.94 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. એનએસઇનો નિફ્ટી 24,277.60 પોઇન્ટ પર ખૂલ્યો હતો,


બધા ઇન્ડાઇસીસ પોઝિટિવ ઝોનમાં ખૂલ્યા

દિવસના પ્રારંભિક સત્રમાં લગભગ બધા સેક્ટોરલ ઇન્ડાઇસીસ પોઝિટિવ ઝોનમાં ખૂલ્યા હતા. નિફ્ટી ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એફએમસીજી, સિમેન્ટ અને પીએસયુ બેન્ક ઇન્ડાઇસીસ રેડ ઝોનમાં ટ્રેડ થતાં હતા. એનએસઇમાં બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, બેલ, એટર્નલ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, રિલાયન્સ, સિપ્લા, અદાણી પોર્ટ, ટ્રેન્ટ વધ્યા હતા. જ્યારે HDFC બેન્ક, હિંદાલ્કો, ગ્રાસીમ, પાવર ગ્રિડ, એક્સિસ બેન્ક, કોલ ઇન્ડિયા, ટીસીએસ અને મારુતિ ટોપ લૂઝર હતા.


ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ ટોપ ગેઇનર

બીએસઇ પર ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, કોટક બેન્ક, ICICI બેન્ક, બેલ અને એટર્નલ ટોપ ગેઇનર હતા. HDFC બેન્ક, પાવર ગ્રિડ, હિંદાલ્કો, ટીસીએસ, મારુતિ અને ઇન્ડિગો ટોપ લૂઝર હતા. કોમોડિટી માર્કેટમાં જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 87.39 ડોલર છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડ 81.82 ડોલર છે. આમ બજારનું સારું ઓપનિંગ જળવાયું ન હતું.


નિફટી માટે 24,150 પ્રતિકારક સપાટી

ટેકનિકલી જોઈએ તો નિફટી હાલમાં 24,300થી નીચે ટ્રેડિંગ થઈ રહ્યો છે, હવે આ સપાટી તાત્કાલિક પ્રતિકારક સપાટી તરીકે કામ કરે છે કે નહીં તે જોવાનું રહેશે. જો આ સ્તર જળવાય તો જ નિફ્ટી 24,500 અને પછી 24,700 સુધી જઈ શકે. જ્યારે નીચામાં નિફ્ટી માટે સૌપ્રથમ ટેકારૂપ સપાટી 24,150 છે. તેના પછી 24,000 સૌથી મહત્ત્વની સપાટી છે.


એનવિડીયાના પરિણામે સેન્ટિમેન્ટ સુધાર્યુ

એનવિડીયાના સારા પરિણામના પગલે સેન્ટિમન્ટ સુધર્યુ છે. કંપનીએ 96.2 અબજ ડોલરની આવક નોંધાવી છે. આ આવક ગયા વર્ષ કરતાં બમણી છે. તેના લીધે શેર માર્કેટ અવર પછી ચાર કલાક વધ્યો હતો. તેના લીધે એશિયન બજારો પણ ઉચકાયા હતા, કોસ્પી 1.4 ટકા ઉપર હતો.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો