KuberaNowLogo
Saturday, 17/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હવે PF ઓફિસના ચક્કર કાપવા નહીં પડે! EPFOએ શરૂ કરી નવી સેવા, એક ક્લિક પર તમામ વિગતો

EPFOના WhatsApp ચેનલ સાથે અત્યાર સુધીમાં 2 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે, જ્યાં PF, પેન્શન, વીમા અને નવી યોજનાઓ અંગેની માહિતી મળે છે. પરંતુ WhatsApp ચેનલ પરથી PF ઉપાડવા સહિતના કોઈપણ કામ કરી શકાતા નથી.

desk@kuberanowPublished On : 17 Oct 2026
EPFO
EPFO WhatsApp ChannelAI Generated Image

દેશમાં કરોડો નોકરીપેશા લોકો (એટલે કે નોકરી કરનાર અથવા પગારદાર વ્યક્તિઓ) EPFO સાથે જોડાયેલા છે અને તેમના માટે PF, પેન્શન તથા વીમા સંબંધિત સચોટ માહિતી સમયસર મળવી મહત્વપૂર્ણ છે. આ માટે EPFOએ WhatsApp ચેનલ શરૂ કર્યો છે, જેમાં અત્યાર સુધી 2 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે. જોકે, આ ચેનલનો ઉપયોગ માત્ર માહિતી મેળવવા માટે થઈ શકે છે, PF ઉપાડવા કે અન્ય EPFO સેવા લેવા માટે નહીં.


WhatsApp ચેનલ પર શું માહિતી મળે છે?

EPFO પોતાના WhatsApp ચેનલ પર મુખ્યત્વે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF, કર્મચારી પેન્શન યોજના (EPS) અને કર્મચારી જમા સંબંધિત વીમા યોજના (EDLI) અંગેની માહિતી શેર કરે છે. આ ઉપરાંત નવી પહેલ, મહત્વની ડેડલાઈન અને EPFOના નિર્ણયો અંગેના અપડેટ પણ અહીં આપવામાં આવે છે. સભ્યોની ફરિયાદોના નિરાકરણ માટે EPFO દ્વારા યોજાતા કેમ્પની માહિતી પણ ચેનલ પર શેર કરવામાં આવે છે. આ માહિતી કર્મચારીઓ ઉપરાંત કંપનીઓ માટે પણ ઉપયોગી બની શકે છે.


PF ઉપાડવાનું કામ WhatsApp પરથી થઈ શકે?

ના. EPFOનું WhatsApp ચેનલ માત્ર માહિતી આપવા માટે છે. અહીંથી PF ઉપાડવા, EPS અથવા EDLI સંબંધિત કોઈ સેવા મેળવવા જેવી પ્રક્રિયા કરી શકાતી નથી. PF સહિતની EPFO સેવાઓનો ઉપયોગ કરવા માટે સભ્યોએ EPFO પોર્ટલ અથવા UMANG એપનો ઉપયોગ કરવો પડશે. જરૂરી હોય તો નજીકની EPF કચેરીનો પણ સંપર્ક કરી શકાય છે.


PF સંબંધિત ટ્યુટોરિયલ અને વીડિયો પણ મળે છે. EPFO પોતાના WhatsApp ચેનલ પર YouTube વીડિયો અને ટ્યુટોરિયલની લિંક્સ પણ શેર કરે છે. તેમાં PFમાંથી એડવાન્સ રકમ ઉપાડવાની પ્રક્રિયા, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, ફરી નોકરી શરૂ કર્યા બાદ PFમાં યોગદાન કેવી રીતે થાય છે અને EPFOની અન્ય સેવાઓ તથા જાગૃતિ સંબંધિત માહિતી આપવામાં આવે છે.


કંપનીઓ માટે ECRની ડેડલાઈન લંબાવાઈ

આ દરમિયાન EPFOએ કંપનીઓ માટે સપ્ટેમ્બર 2026નું ECR (ઇલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન) ભરવાની અંતિમ તારીખ પણ લંબાવી છે. અગાઉ 15 ઑક્ટોબર 2026 છેલ્લી તારીખ હતી, જેને હવે વધારીને 31 ઑક્ટોબર 2026 કરવામાં આવી છે. EPFOના જણાવ્યા અનુસાર વેજ સીલિંગમાં ફેરફારને કારણે ECR ભરવામાં વધુ સમય લાગી રહ્યો હોવાથી ડેડલાઈન લંબાવવામાં આવી છે.


આ પણ વાંચો : હોર્મુઝ સંકટથી ભારતીય ચોખાના વેપારને બેવડો ફટકો, Exportમાં 7% ઘટાડો

આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn