KuberaNowLogo
Thursday, 03/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા

દેશની બહાર નિકાસ કરો છો? Marine Insurance ટ્રાન્ઝિટ દરમિયાન માલસામાનને નુકસાન, ચોરી, અકસ્માત કે આગ જેવા જોખમો સામે આર્થિક સુરક્ષા આપે છે. સમુદ્ર, હવાઈ, રોડ, રેલવે, જળમાર્ગથી માલસામાનની હેરફેર દરમિયાન નુકસાન થાય તો પોલિસીની શરતો મુજબ વીમા કંપની વળતર આપે છે.

KuberaNow
desk@kuberanow3 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Marine Insurance
Marine InsuranceAI Generated Image

બીજા દેશમાં માલસામાન મોકલો છો? તો Marine Insurance તમારા માલસામાન માટે સુરક્ષિત કવચ સમાન છે. ખરાબ હવામાન, અકસ્માત કે આગ જેવી આકસ્મિત ઘટનાઓ સામે આર્થિક રક્ષણ મેળવવા મરીન ઈન્શ્યોરન્સની જરૂરિયાત રહેતી હોય છે.


મરીન ઇન્શ્યોરન્સ એટલે શું?

મરીન ઇન્શ્યોરન્સ (Marine Insurance) એ પરિવહન દરમિયાન માલસામાન અને જહાજને થતા નુકસાન સામે આર્થિક સુરક્ષા આપે છે. માલસામાન સમુદ્ર, હવાઈ માર્ગ, રોડ, રેલવે અથવા આંતરિક જળમાર્ગ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી વખતે જો ગુમ થાય અથવા નુકસાન થાય, તો પોલિસીની શરતો મુજબ વીમા કંપની વળતર આપે છે.


મરીન ઇન્શ્યોરન્સના મુખ્યત્વે બે પ્રકાર છે


Cargo Insurance: પરિવહન દરમિયાન માલસામાનને થતા નુકસાન અથવા માલ ગુમાવવાના જોખમ સામે કવરેજ આપે છે.


Hull Insurance / Vessel Insurance: જહાજ અથવા અન્ય વહાણ, તેની મશીનરી અને સાધનોને થતા નુકસાન સામે કવરેજ આપે છે.


મરીન ઈન્શ્યોરન્સ લેવું કેમ જરૂરી છે?


નાણાકીય જોખમ અને નુકસાન ઘટાડે

ટ્રાન્ઝિટ (Transit) દરમિયાન માલસામાનને નુકસાન, ચોરી, અન્ય જોખમ સામે નાણાકીય નુકસાનથી સુરક્ષા મળે છે. આથી બિઝનેસ પર અચાનક આવનારા ભારે ખર્ચનો બોજ ઓછો થાય છે.


સુરક્ષિત વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપે

ભારતના વેપારના મોટા હિસ્સાની હેરફેર દરિયાઈ માર્ગે થાય છે. આવી સ્થિતિમાં Marine Insurance માલસામાનને ટ્રાન્ઝિટ દરમિયાન થતા જોખમોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.


બિઝનેસની સતત કામગીરી જાળવવામાં મદદ કરે

વીમો ધરાવતા શિપમેન્ટમાં મોટું નુકસાન થાય તો પણ તેનો સંપૂર્ણ નાણાકીય બોજ બિઝનેસ પર આવતો નથી. પરિણામે કંપની ઝડપથી રિકવર થઈ શકે છે અને તેની કામગીરી તથા Cash Flow જાળવી શકે છે.


કાયદાકીય અને કરાર સંબંધિત જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદ કરે

કેટલાક દેશો અને શિપિંગ કરારોમાં Marine Insuranceની જરૂરિયાત હોય છે. વીમો લેવાથી જરૂરી શરતોનું પાલન કરવામાં અને કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકાય છે.


LC અને ટ્રેડ મંજૂરી માટે જરૂરી

જો તમે Letter of Credit (LC) હેઠળ માલની હેરફેર કરો છો, તો બેંક દ્વારા પેમેન્ટ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમાં Insurance Policy/Certificate પણ સામેલ હોઈ શકે છે. ત્યારે વીમો હોવાથી પેમેન્ટ જલ્દી મળવાની સંભાવના વધી જાય છે.


Marine Insurance



Marine Insurance કોના માટે ઉપયોગી છે?


Exporters & Importersના સરહદ પાર માલની સુરક્ષા થાય

જો તમે નિયમિત રીતે દેશ-વિદેશમાં માલ મોકલો છો અથવા મંગાવો છો, તો આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ દરમિયાન સ્ટોક ગુમાવવો, ચોરી થવી અથવા નુકસાન થવા જેવા જોખમો રહે છે. Marine Insurance તમારા Cargoને આવા ટ્રાન્ઝિટ જોખમોથી સુરક્ષા આપે છે અને Letter of Credit (LC) હેઠળ જરૂરી વીમા સંબંધિત શરતોનું પાલન કરવામાં મદદ કરે છે.


Domestic Manufacturers & Tradersના કાચા માલ અને તૈયાર માલની સુરક્ષા

ભારતમાં ફેક્ટરી સુધી કાચો માલ અથવા ગ્રાહકો સુધી તૈયાર માલ મોકલતા ઉત્પાદકો અને વેપારીઓ માટે Marine Insurance ઉપયોગી છે. રોડ, રેલ, હવાઈ માર્ગ અથવા દરિયાકાંઠે શિપિંગ દ્વારા થતા પરિવહન દરમિયાન માલને થતા નુકસાન સામે પોલિસીની શરતો મુજબ કવરેજ મળી શકે છે.


Merchant Exporters & Wholesalersને Supply Chainનાં જોખમથી સુરક્ષા

Third-party અથવા Triangular Tradeમાં માલ એક દેશમાંથી બીજા દેશમાં સીધો મોકલવામાં આવે છે. આવા વ્યવહારોમાં માલસામાન ટ્રાન્ઝિટ દરમિયાન નુકસાન પામે તો વેપારીને નાણાકીય જોખમ ઊભું થઈ શકે છે. Marine Insurance આવા ટ્રાન્ઝિટ જોખમ સામે સુરક્ષા આપવામાં મદદ કરે છે.


Logistics Providersની જવાબદારીમાં ઘટાડો અને વિશ્વાસમાં વધારો

Transporters, 3PLs અને C&F Agents જેવા Logistics Providers અન્ય લોકોનો માલ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. માલની સુરક્ષિત ડિલિવરી તેમના બિઝનેસની પ્રતિષ્ઠા અને જવાબદારી સાથે જોડાયેલી હોય છે. Marine Insurance ટ્રાન્ઝિટ દરમિયાન થતા જોખમ સામે વધારાનું નાણાકીય રક્ષણ આપે છે અને ગ્રાહકોનો વિશ્વાસ જાળવવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: વરસાદથી ઘરને નુકસાન પહોંચે તો ક્યાં જશો?



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય શેરબજાર ત્રણ દિવસના ઘટાડા પછી પોઝિટિવ ઝોનમાં
  2. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  3. Stocks In News |3 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. ફ્લેક્સીકેપ ફંડ્સે જાન્યુઆરીથી જુલાઈમાં લગભગ 50,000 કરોડનું રોકાણ આકર્ષ્યુ

Economy

See more
  1. GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
  2. ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબલમાં
  3. રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં ઘટાડો, ઓગસ્ટમાં ભારતની ખરીદી 26% ઘટી
  4. NRIના ડોલરથી ભારતને મોટો ટેકો, RBIની FCNR(B)માં $100 અબજથી વધુ જમા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  2. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  3. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  4. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM