KuberaNowLogo
Tuesday, 15/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદથી પણ નાનો દેશ, છતાં GDP ₹1.7 કરોડથી વધુ!

વિશ્વ બેન્કના આંકડા અનુસાર, 2024માં લિક્ટેંસ્ટાઇનની GDP આશરે $206,781 હતી, એટલે અંદાજીત ₹1.98 કરોડ. દેશ નાનો હોવા છતાં તેની ઔદ્યોગિક અને નાણાકીય વ્યવસ્થા અત્યંત મજબૂત છે.

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Liechtenstein GDP
Liechtenstein GDPAI Generated Image

સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલો લિક્ટેંસ્ટાઇન (Liechtenstein) માત્ર 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને તેની વસતી આશરે 41,000 છે. દેશનું પોતાનું એરપોર્ટ કે ચલણ નથી. છતાં માથાદીઠ GDPના આધારે તે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવે છે. વિશ્વ બેન્કના આંકડા અનુસાર, 2024માં લિક્ટેંસ્ટાઇનની GDP આશરે $206,781 હતી, એટલે અંદાજીત ₹1.98 કરોડ. દેશ નાનો હોવા છતાં તેની ઔદ્યોગિક અને નાણાકીય વ્યવસ્થા અત્યંત મજબૂત છે.

 

લિક્ટેંસ્ટાઇનની રાજધાની વાડુઝ (Vaduz) એક નાનું અને શાંત શહેર છે. શહેરની બહાર દ્રાક્ષનાં ખેતરો, જંગલો અને આલ્પ્સ પર્વતમાળા જોવા મળે છે. આટલી સંપત્તિ હોવા છતાં દેશમાં ગગનચુંબી ઇમારતો કે વિશાળ મહાનગરો જોવા મળતાં નથી.

 

લિક્ટેંસ્ટાઇનનું પોતાનું કોઈ ચલણ નથી. તે 1924થી સ્વિસ ફ્રાન્કનો કાયદેસર ચલણ તરીકે ઉપયોગ કરે છે. સ્વિટ્ઝર્લેન્ડ સાથે તેનો કસ્ટમ્સ કરાર પણ છે, જ્યારે બંને દેશો વચ્ચે 1980માં ઔપચારિક ચલણ કરાર કરવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડ અને લિક્ટેંસ્ટાઇન વચ્ચે અલગ કસ્ટમ્સ સરહદ ન હોવાથી બંને દેશો વચ્ચે મુસાફરી પણ સરળ છે.

 

લિક્ટેંસ્ટાઇનમાં એક પણ એરપોર્ટ નથી. અહીં આવનારા પ્રવાસીઓ સામાન્ય રીતે પડોશી દેશ સ્વિટ્ઝર્લેન્ડ અથવા ઓસ્ટ્રિયા મારફતે પહોંચે છે. ઝ્યુરિખ એરપોર્ટ અહીંથી આશરે 115 કિલોમીટર દૂર છે, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland)નું અલ્ટેનરાઇન એરપોર્ટ તેનાથી વધુ નજીક છે. લિક્ટેંસ્ટાઇનની સમૃદ્ધિ માત્ર પ્રવાસન પર આધારિત નથી. દેશમાં અત્યંત વિકસિત, નિકાસલક્ષી ઉદ્યોગોની સાથે મજબૂત નાણાકીય સેવા ક્ષેત્ર પણ છે.

 

તેની અર્થવ્યવસ્થાની સૌથી રસપ્રદ વિશેષતા એ છે કે દેશમાં રહેતા લોકો કરતાં કામ કરતા લોકોની સંખ્યા વધારે છે. 2025ના એક આર્થિક અહેવાલ પ્રમાણે, તેની સરેરાશ નિવાસી વસતી આશરે 39,846 હતી, જ્યારે કર્મચારીઓની સંખ્યા લગભગ 42,838 હતી. અમદાવાદ શહેરનાં એક વોર્ડથી પણ ઓછી વસ્તી ધરાવતા આ દેશમાં હજારો લોકો દરરોજ પાડોશી દેશોમાંથી અહીં કામ કરવા આવે છે. નાની વસતી અને મોટા આર્થિક ઉત્પાદનને કારણે તેની માથાદીઠ GDP અસાધારણ રીતે ઊંચી દેખાય છે. પોતાનું એરપોર્ટ કે ચલણ નહીં હોવા છતાં લિક્ટેંસ્ટાઇને મજબૂત ઉદ્યોગો, નિકાસ અને નાણાકીય સેવાઓના આધારે પોતાની આગવી અને સમૃદ્ધ ઓળખ ઊભી કરી છે.


આ પણ વાંચો: ભારતીયો માટે 15 દેશોના Golden Visa પ્રોગ્રામ, જાણો ક્યાં કેટલું રોકાણ જરૂરી


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM