
50 કરોડ વર્ષ જૂના ખડકોમાં ચીન શોધી રહ્યું છે ‘ઊર્જાનું ભવિષ્ય’
તક્લિમાકન રણમાં 8,000 મીટરથી વધુ ઊંડાઈએ ડ્રિલિંગ, 485 અતિ ઊંડા કુવાઓમાંથી 2.6 કરોડ ટનથી વધુ ઓઈલ-ગેસનું ઉત્પાદન

ચીનના સૌથી મોટા ડેઝર્ટ ઓઈલફિલ્ડ ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિઆંગ ઉઈગુર સ્વાયત્ત પ્રાંતમાં તક્લિમાકન રણની ઉત્તરે સ્થિત ફુમાન ઓઈલફિલ્ડમાં જમીનથી 6,000 મીટર નીચેથી 2.6 કરોડ ટનથી વધુ ઓઈલ અને ગેસ કાઢવામાં આવ્યો છે, જે ઓઈલફિલ્ડની ઓપરેટર ચીન નેશનલ પેટ્રોલિયમ કોર્પ (સીએનપીસી) માટે મોટી સિદ્ધિ છે.
તાજેતરમાં તક્લિમાકન રણમાં ઝેનટન-1 કૂવામાં એન્જિનિયરોએ જમીનની નીચે 8,080 મીટરની ઊંડાઈએથી ખડકોના કોર કાઢ્યા હતા. આ એવા ખડકો છે, જે લગભગ 50 કરોડ વર્ષોથી દબાયેલા હતા. ચીને પહેલી વખત ઉત્તર-પશ્ચિમી તારિમ બેસિનમાં 8,000 મીટરથી વધુ ઊંડાઈએથી કોરના નમૂના કાઢ્યા છે. તક્લિમાકન રણ ચીનના દક્ષિણ શિનજિઆંગમાંતારિમ બેઝિનની વચ્ચે આવેલું છે અને તે આ વિશાળ ઈનલેન્ડ બેસિનનો મુખ્ય ભાગ છે.
ચીન સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)ના રિપોર્ટ મુજબ CNPCના તારિમ ઓઈલફિલ્ડ પ્રોજેક્ટના ડિરેક્ટર જૂ યાનાને કહ્યું, આ કિંમતી રોક કોરની મદદથી અમે 8,000 મીટરથી નીચેહાઈડ્રોકાર્બન બનવાની ક્ષમતાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરી શકીએ છીએ, જેમાં ઓઈલ અને ગેસના પડની જાડાઈ અને તેમના મેચ્યોરિટી લેવલનો પણ સમાવેશ થાયછે. CCTVના રિપોર્ટ મુજબ CNPCના તારિમ ઓઈલફિલ્ડ પ્રોજેક્ટના ડિરેક્ટર લૂ ઝોંગયુઆને કહ્યું કે, અમે તક્લિમાકન રણની નીચે અત્યંત ગાઢ પડ પહેલા જ 20.36 મિલિયન ટ્રન ક્રૂડ ઓઈલ અને 8.15 અબજ ક્યુબિક મીટર પ્રાકૃતિક ગેસ કાઢ્યો છે, જેનું કુલ ઓઈલ અને ગેસનો સમાન હિસ્સો 26.86 મિલયન ટનથી વધુ છે.
તાજેતરના વર્ષોમાં તારિમ ઓઈલફિલ્ડે તક્લિમાકન રણમાં એકદમ ઊંડાણમાં ઓઈલ અને ગેસનું તુપ્દાન વધારાયું છે. ફુમાન ઓઈલફિલ્ડમાં કુલ 485 ખૂબ ઊંડા કુવા ખોદવામાં આવ્યા છે. તેમાંથી 133 કુવામાંથી દરેકે કુલ મળીને 1,00,000 ટનથી વધુ ઓઈલ અને ગેસનું ઉત્પાદન કર્યું છે અને 464 કુવામાંથી દરેકે 10,000 ટનથી વધુ ઉત્પાદન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઉત્પાદનના પગલે તારિમ ઓઈલફિલ્ડને ચીનનું સૌથી મોટું રણનું ઓઈલફિલ્ડ અને ખૂબ ઊંડા હાઈડ્રોકાર્બન ઉત્પાદનનું કેન્દ્ર બનાવી દીધું છે.
તારિમ બેસિનમાં ઊંડા પડોમાં ઓઈલ અને ગેસનો ભારે ભંડાર છે અને તે ચીનના હાઈડ્રોકાર્બન ભંડાર તથા ઉત્પાદનને વધારવા માટે એક મહત્વપૂર્ણ સંભવિત ક્ષેત્ર છે. ચીને તારિમ બેઝિનમાંપહેલા જ પાંચ અબજ ટનથી વધુ ઓઈલ અને ગેસ ભંડારની પુષ્ટી કરી છે, જેમાંથી અડધાથી વધુ ઊંડા પડ છે અથવા જમીનની નીચે 6,000 મીટરથી વધુ ઊંડાઈમાંથી આવે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

