crude oil supply : સાઉદી પર હુથીના હુમલા બાદ ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવાવાનું જોખમ
સાઉદીએ બંધ કરેલી પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈનના રિપેરિંગમાં પાંચ સપ્તાહ સુધીનો સમય લાગી શકે. બાબ અલ-મંદેબ પર હુથી બળવાખોરોના કબજાથી ક્રૂડનું પરિવહન ઘટ્યું

રિયાધ : ઈરાન સમર્થિત હૂથી બળાખોરોના હુમલા પછી સાઉદી અરબની મોટી પાઈપલાઈન બંધ થઈ ગઈ છે, જેનાથી વૈશ્વિક એનર્જી બજારમાં ઓઈલની ભારે અછત ઊભી થવાનું જોખમ છે. ઓઈલની અછતથી માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ જ નહીં વધે, પરંતુ તેનાથી અન્ય વસ્તુઓના પણ ભાવ વધવાની સંભાવના છે. હૂથી બળવાખોરોએ આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે સમગ્ર દુનિયા પહેલેથી જ પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવના કારણે ઓઈલની અછતનો સામનો કરી રહી છે.
મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલના સૌથી મોટા ઉત્પાદક દેશ સાઉદી અરબે તેની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન બંધ કરી દીધી છે. આ પાઈપલાઈન પર ઈરાકમાંથી મિસાઈલ હુમલો થયો હતો. સાઉદી અરબે આ હુમલા માટે ઈરાન સમર્થિત બળવાખોર જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. સાઉદી અધિકારીઓએ કહ્યું કે, આ પાઈપલાઈનને રિપેર થતાં પાંચ સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે.આ પાઈપલાઈન મધ્ય-પૂર્વથીક્રૂડ ઓઈલ કાઢવા માટે અત્યંત જરૂરી છે. આ પાઈપલાઈનથી ક્રૂડ ઓઈલને હોર્મુઝની ખાડીના બદલે લાલ સાગર સુધી પહોંચાડવામાં આવે છે.
યમનના હૂથી બળવાખોરોએ લાલ સાગરના મહત્વના શીપિંગ રૂટ પરના ટાપુઓ પર કબજો કરી લીધો છે, જેનાથી સાઉદી અરબની નિકાસ પર જોખમ ઊભું થવા લાગ્યું છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સાઉદી પર હુમલાથી ક્રૂડ ઓઈલનો સપ્લાય અટવાઈ શકે છે. તેમ થશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં હજુ વધારો આવી શકે છે. હાલ ક્રૂડ ઓઈલની અછતના પગલે ક્રૂડના ભાવ ફરી એક વખત 107 ડોલરને પાર થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 105 ડોલરથી ઉપર જતો રહ્યો છે.
ઈરાન-ઈરાક યુદ્ધમાં હોર્મુઝની ખાડી બંધ થવાના ડરથી સાઉદીએ બનાવી હતી પાઈપલાઈન
સાઉદી અરબની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન અંદાજે 1200 કિ.મી. સુધી લંબાયેલી છે. તે ફારસની ખાડી પાસે એક પ્રોસેસિંગ ફેસિલિટીથી ઓઈલને પશ્ચિમ તરફ લાલ સાગર સુધી લઈ જાય છે. ત્યાં ક્રૂડ ઓઈલને સામાન્ય રીતે ઓઈલ ટેન્કરોમાં ભરવામાં આવે છે અથવા સુએઝ નહેરના માર્ગે ઉત્તરમાં યુરોપ તરફ લઈ જવાય છે અથવા બાબ અલ-મંદેબ સ્ટ્રેટથી દક્ષિણમાં એશિયા તરફ લઈ જવાય છે. આ પાઈપલાઈન 1980ના દાયકામાં ઈરાન અને ઈરાકના યુદ્ધ સમયે બનાવાઈ હતી. તે સમયે પણ આ યુદ્ધ વચ્ચે ઈરાન હોર્મુઝની ખાડી બંધ કરી શકે છે તેવો ડર અખાતના દેશોને સતાવી રહ્યો હતો. અખાતી દેશોનો આ ડર હાલના સમયમાં સાચો ઠર્યો હતો. અમેરિકા સામેના યુદ્ધમાં ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતા દુનિયાભરમાં ઓઈલની અછત સર્જાઈ હતી. આ સમયે અખાતી દેશોમાંથી ઓઈલનો સપ્લાય ચાલુ રાખવા માટે સાઉદી અરબની આ પાઈપલાઈન ખૂબ જ મહત્વની બની રહી હતી.
ઓગસ્ટના અંતથી જ આ પાઈપલાઈન અને લાલ સાગરના યાનબૂ પોર્ટથી દૈનિક સરેરાશ 26 લાખથી 40 લાખ બેરલ ઓઈલનું પરિવહન થતું હતું અને આ પરિવહન હવે ખતમ થવાના આરે છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી મુજબ દૈનિક 40 લાખ બેરલ ઓઈલનો જથ્થો વૈશ્વિક ઓઈલ પૂરવઠાના લગભગ ચાર ટકા જેટલો છે. IEA મુજબ સાઉદી અરબે સપ્ટેમ્બર 2025માં દૈનિક લગભગ 1 કરોડ બેરલ ઓઈલનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ ઓગસ્ટ 2026માં તે ઘટીને દૈનિક બેરલ થઈ ગયું હતું.
હોર્મુઝની ખાડીમાં કોમર્શિયલ જહાજોનો ટ્રાફિક અસાધારણ રીતે ઘટ્યો
જોકે, હોર્મુઝની ખાડી હજુ પણ ચર્ચાનો મુખ્ય વિષય છે. હોર્મુઝની ખાડી પર અમેરિકા અને ઈરાન બંને પ્રભુત્વ જમાવવા માગે છે. ઈરાન હોર્મુઝની ખાડીમાંથી કોમર્શિયલ જહાજોના પરિવહન માટે ઓમાન સાથે સંધિનો પ્રયત્ન કરી રહ્યું છે જ્યારે અમેરિકા હોર્મુઝની ખાડી પર તેનું નિયંત્રણ હોવાનો દાવો કરી રહ્યું છે. એક સમયે હોર્મુઝની ખાડીમાંથી દૈનિક લગભગ બે કરોડ બેરલ ઓઈલ પસાર થતું હતું. જોકે, હવે આ સ્થિતિ રહી નહીં. હવે માત્ર કેટલાક ટેન્કરનું પરિવહન ફરી શરુ થયું છે, પરંતુ જહાજોનો ટ્રાફિક પહેલા કરતાં ઓછો છે. સમુદ્રી ડેટા કંપની લોઈડ્સ લિસ્ટ ઈન્ટેલિજન્સના અહેવાલ મુજબ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં 90 વખત જહાજ પસાર થયા હતા. અમેરિકા-ઈરાન યુદ્ધ પહેલાં હોર્મુઝમાંથી દૈનિક લગભગ 130 જહાજ પસાર થતા હતા.
બાબ અલ-મંદેબમાં ઓઈલનું પરિવન શૂન્ય થયું
જોકે, હવે હોર્મુઝ પછી બાબ અલ-મંદેબના દરિયાઈ માર્ગે પણ ક્રૂડ ઓઈલનો સપ્લાય મુશ્કેલ થઈ રહ્યો છે. તેનું એક કારણ હુથીઓએ બાબ અલ-મંદેબ પર તેની પક્કડ મજબૂત કરી છે. મેલિયસ રિસર્ચના વિશ્લેષકો મુજબ સપ્ટેમ્બરની શરૂઆતમાં બાબ અલ-મંદેબમાંથી દૈનિક લગભગ 30 લાખ બેરલ ઓઈલ પસાર થયું હતું, જે આજના દિવસે શૂન્ય થઈ ગયું છે.
ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અછતના કારણે દુનિયાભરમાં ઝડપથી ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વર્તમાન માર્ગોથી આગામી સપ્તાહો અને મહિનાઓમાં ગ્રાહકો માટે વધુ મુશ્કેલીઓ વધી શકે છે. તેની તાત્કાલિક જોવા મળતી અસર ઈંધણ અને ઘરેલુ ઊર્જા બિલોના ખર્ચ પર પડી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
