KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

BSNLનો ₹1માં 4G પ્લાન, નવા ગ્રાહકો મેળવવા 26,300 ટાવર અને ડિજિટલ સર્વિસ પર મોટો દાવ

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સસ્તા મોબાઇલ પ્લાન, હાઈ-સ્પીડ ફાઇબર સેવા અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ સહિતની નવી સુવિધાઓ જાહેર કરી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ સામે ગ્રાહકો વધારવાના પ્રયાસરૂપે BSNLએ માત્ર ₹1માં નવું મોબાઇલ કનેક્શન આપતો ‘Freedom 2.0’ ઓફર રજૂ કર્યો છે.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
bsnl-freedom-2-offer-rs-1-sim-4g-expansion-fibre-plan-2026

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સસ્તા મોબાઇલ પ્લાન, હાઈ-સ્પીડ ફાઇબર સેવા અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ સહિતની નવી સુવિધાઓ જાહેર કરી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ સામે ગ્રાહકો વધારવાના પ્રયાસરૂપે BSNLએ માત્ર ₹1માં નવું મોબાઇલ કનેક્શન આપતો ‘Freedom 2.0’ ઓફર રજૂ કર્યો છે.


આ ઓફર 12 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર 2026 સુધી નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. તેમાં 24 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 1GB ડેટા અને 100 SMS મળશે. આ ઓફર હાલના ગ્રાહકોના રિચાર્જ માટે ઉપલબ્ધ નથી. નવું કનેક્શન BSNLના કસ્ટમર સર્વિસ સેન્ટર અથવા અધિકૃત રિટેલર પાસેથી મેળવી શકાશે.


BSNLએ ₹2,399ના વાર્ષિક પ્રીપેડ પ્લાનની વેલિડિટી 365 દિવસથી વધારીને 412 દિવસ કરી છે. એટલે કે ગ્રાહકોને મર્યાદિત સમય માટે 47 દિવસની વધારાની વેલિડિટી મળશે.


બ્રોડબેન્ડ ગ્રાહકો માટે કંપનીએ ₹1,111 પ્રતિ મહિનાનો ‘Fibre Freedom Plan’ રજૂ કર્યો છે. તેમાં 200 Mbps સુધીની સ્પીડ, મહિને 5,000GB ડેટા અને 25થી વધુ OTT પ્લેટફોર્મનો લાભ આપવામાં આવશે.


કંપનીએ ‘BSNL Selfcare New’ એપ પણ રજૂ કરી છે. તેના દ્વારા રિચાર્જ, બિલ પેમેન્ટ, ફરિયાદનું ટ્રેકિંગ, DND મેનેજમેન્ટ અને ફાઇબર બુકિંગ જેવી સેવાઓ મેળવી શકાશે. એપમાં AI ચેટબોટ, વોઇસ સર્ચ અને એકથી વધુ એકાઉન્ટ મેનેજ કરવાની સુવિધા પણ છે. મોબાઇલ ગ્રાહકોને લગભગ 500 લાઇવ ટીવી ચેનલનું મફત એક્સેસ મળશે.


નેટવર્ક વિસ્તારવા BSNLએ દેશભરમાં 26,300થી વધુ વધારાના 4G BTS સાઇટ્સ માટે ઓર્ડર આપ્યા છે. કંપનીનું સ્વદેશી 4G નેટવર્ક ભવિષ્યમાં 5Gમાં અપગ્રેડ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM