KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા

કેપિટલ ગૂડ્સ સેક્ટર પહેલા અર્ધવાર્ષિક સમયગાળાની નબળી કામગીરી બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં સરભર કરે તેમ માનવામાં આવે છે.

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ, ક્વિક કોમર્સ, માઇનિંગ, ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ અને ડેટા સેન્ટરની માંગ માર્કેટને ટેકો આપી શકે
રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ, ક્વિક કોમર્સ, માઇનિંગ, ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ અને ડેટા સેન્ટરની માંગ માર્કેટને ટેકો આપી શકેAI Generated

નવી દિલ્હીઃ ભારતના કેપિટલ ગૂડ્સ અને પાવર ઇક્વિપમેન્ટ સેક્ટરે પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી કામગીરી બજાવી હતી, જ્યારે બીજા ભાગમાં તે રિકવરી નોંધાવે તેમ માનવામાં આવે છે. મલ્ટીયર થર્મલ પાવર ઓર્ડરિંગ સાઇકલ પાવર ઇક્વિપમેન્ટ ઉત્પાદકોને તેના કારણે વર્ષના બીજા ભાગમાં રાહત થઈ જાય તેમ માનવામાં આવે છે, એમ 360 વન કેપિટલના રિપોર્ટમાં જણાવાયું છે.


અહેવાલે જણાવ્યું હતું કે ઓર્ડર ઇનફ્લો મજબૂત રહ્યો છે. તેમા વાર્ષિક ધોરણે 19.2 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી છે. આ સેક્ટરના ઉત્પાદનોની માંગ રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ, ક્વિક કોમર્સ, માઇનિંગ, ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ અને ડેટા સેન્ટરમાં જોવા મળી રહી છે, જે રોકાણનો પ્રવાહ મજબૂત હોવાનું દર્શાવે છે.


કેટલીક કંપનીઓ મજબૂત આવકવૃદ્ધિ દર્શાવે છે. તેના પગલે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની માંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત કેટલીક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇપીસી) કંપનીઓ મધ્યપૂર્વની વર્તમાન કટોકટીના લીધે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે જે કંપનીઓનું મધ્યપૂર્વમાં એક્સ્પોઝર વધારે છે તેમના પર આ કટોકટીની વધુ અસર થઈ રહી છે.


ઉદ્યોગનો કાર્યકારી નફો અને કરબાદ નફો 2.2 ટકા અને 12.8 ટકાના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યા છે. ડીલિવરેજિંગના ટેકાથી નીચા વ્યાજખર્ચે કરબાદ નફો કાર્યકારી નફા કરતાં વધુ ઝડપે વૃદ્ધિ પામી રહ્યો છે. જ્યારે કાર્યકારી નફા માર્જિન કોમોડિટીના ઊંચા ખર્ચના કારણે વાર્ષિક ધોરણે 69 બેસિસ પોઇન્ટ ઘટ્યા છે. અહેવાલે જણાવ્યું હતું કે વીજ માંગમાં થયેલા વધારાના લીધે બેઝલોડ જનરેશન જરૂરી છે. તેના લીધે થર્મલ સાઇકલ સ્ટ્રોંગ રહેશે.


અહેવાલે જણાવ્યું હતું કે થર્મલ પાવર ઓર્ડર આગામી કેટલાક વર્ષ સુધી મજબૂત રહે તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે રાજ્યો દ્વારા નવા ટેન્ડરો જારી કરવામાં આવ્યા છે અને મધ્યમથી લાંબા ગાળાના ખરીદ કરારો દ્વારા વીજએકમો વીજપુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે.

 

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM