KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ડિજિટલ ગોલ્ડમાં ટૂંકમાં ફિઝિકલ ગોલ્ડ રાખવું ફરજિયાત થશે, સરકાર કરી રહી છે વિચાર

સેબીએ 2025માં ડિજિટલ ગોલ્ડની ખરીદી મુદ્દે આપી હતી ચેતવણી, ડિજિટલ ગોલ્ડના 3 અબજ ડોલરના ઉદ્યોગ પર સેબી-આરબીઆઈની નજર

KuberaNow
desk@kuberanowPublished On : 18 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Digital
AI Generated Image

મુંબઈ : એક સમય હતો જ્યારે લોકો શુભ દિવસો કે લગ્ન જેવા શુભ પ્રસંગો પર સોનાની ખરીદી કરતા અને તેના માટે તેમણે સોની બજાર કે ખ્યાતનામ બ્રાન્ડ્સના શોરૂમમાં જવું પડતું. આ સાથે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1.50 લાખની આજુબાજુ પહોંચી છે, જેણે સામાન્ય લોકો માટે સોનાની ખરીદી મુશ્કેલ બનાવી છે, પરંતુ આ જ સમયમાં લોકો માત્ર રૂ. 10, 50 કે 100ના ભાવે સોનાની ખરીદી કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ મોબાઈલ એપ મારફત દૈનિક ધોરણે રૂ. 10થી રૂ. 100 જેટલી નજીવી કિંમતે સોનાની ખરીદી શરૂ કરી છે. લોકો માટે સોનાની ખરીદી આંગળીના ટેરવા પર આવી જતાં ડિજિટલ ગોલ્ડનું બજાર સતત વધને 3 અબજ ડોલરને પાર થઈ ગયું છે. જોકે, હવે સરકાર ડિજિટલ ગોલ્ડની ખરીદીને વધુ આકરા નિયામકીય દાયરામાં લાવવા પર કામ કરી રહી છે. આગામી સમયમાં ડિજિટલ ગોલ્ડના દરેક યુનિટ પાછળ ફિઝિકલ એટલે કે અસલી સોનું રાખવું ફરજિયાત બનાવાઈ શકે છે. આ સિવાય ડિજિટલ ગોલ્ડના બજાર પર સેબી અને આરબીઆઈ બંને ચાંપતી નજર રાખી રહી છે.


સેબીએ તો વર્ષ 2025માં જ ડિજિટલ ગોલ્ડના રોકાણકારોને ડિજિટલ સોનાની ખરીદી સામે ચેતવણી આપી હતી. હવે નાણાં મંત્રાલયે ડિજિટલ ગોલ્ડની ખરીદી પર નિયામકો, બેન્કો અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી સૂચનો મગાવ્યા છે. આ મામલે ડિજિટલ ગોલ્ડને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ,1956 હેઠળ સિક્યોરિટીઝ તરીકે માનવા અંગે વ્યાપક સહમતી બની રહી છે.

ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરતી કંપનીઓ માટે નિયમો સ્પષ્ટ થશે

સરકાર ડિજિટલ ગોલ્ડ માટે ઔપચારિક નિયામકીય માળખુ લાગુ કરશે તો ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. ડિજિટલ ગોલ્ડ વેચતી કંપનીઓ માટે નિયમો વધુ સ્પષ્ટ થઈ શકે છે.ડિજિટલ ગોલ્ડ પાછળ રખાયેલા ફિઝકલ ગોલ્ડના નિરીક્ષણ અને ખરાઈની વ્યવસ્થા મજબૂત થઈ શકે છે. ગ્રાહકના નાણાં અને સોનાની સુરક્ષા સંબંધિત નિયમો વધુ આકરા થઈ શકે છે.


કંપનીઓ માટે સ્ટોરેજ, ઓડિટ અને રેકોર્ડ સંબંધિત નિયમો આકરા થઈ શકે છે. મની લોન્ડરિંગ રોકવા માટે અનુપાલન વ્યવસ્થા મજબૂત થઈ શકે છે. જોકે, નિયમો લાગુ થયા પછી ખર્ચ વધવાથી તેની અસર ગ્રાહકોની ખરીદી-વેચાણ સંબંધિત ચાર્જ પર પણ પડી શકે છે.


રૂ. 10 જેટલી નજીવી કિંમતે પણ સોનાની ખરીદી

ડિજિટલ ગોલ્ડમાં ગ્રાહક નાની રકમ એટલે કે રૂ. 10 જેટલી નજીવી કિંમતે પણ સોનું ખરીદી શકે છે.આજના સમયમાં ફોનપેથી લઈને જિયો ફાઈનાન્સની એપ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો ખૂબ જ નજીવા યુનિટમાં ડિજિટલ સ્વરૂપમાં સોનું ખરીદી શકે છે. આ ખરીદી ટીપે-ટીપે વધીને ગ્રામ અને કિલોમાં પરિવર્તિત થઈ શકે છે. ડિજિટલ સ્વરૂપે ખરીદવામાં આવેલા સોનાને બજાર ભાવે વેચવા અથવા તેને ઘરેણાં સ્વરૂપમાં ખરીદવાનીપણ આ પ્લેટફોર્મ પર સુવિધા મળી રહી છે. આ પ્લેટફોર્મ્સ ગ્રાહકો દ્વારા ડિજિટલ સ્વરૂપે ખરીદવામાં આવતા સોના પાછળ ફિઝિકલ સોનું રાખતા હોવાનો દાવો કરતા હોય છે.


પરંતુ હાલમાં આ વ્યવસ્થા SEBIના એ નિયમનકારી માળખામાં નથી આવતી જેમાં ગોલ્ડ ETF આવે છે. આ જ કારણ છે કે ડિજિટલ ગોલ્ડ અંગે રોકાણકારો સુરક્ષા અનેનિરીક્ષણ સંબંધિત સવાલ સતત ઉઠાવતા રહે છે.


ડિજિટલ ગોલ્ડ અંગે સેબી પહેલાં જ ચેતવણી આપી ચૂકી છે

સેબીએ 2025માં રોકાણકારોને ડિજિટલ ગોલ્ડની ખરીદી અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે, એવા ડિજિટલ ગોલ્ડ ઉત્પાદન SEBI દ્વારા નિયંત્રિત સોનાના ઉત્પાદનોથી અલગ છે. આ પ્લેટફોર્મ્સ પર વેચાતું સોનું ન તો સિક્યોરિટીઝ તરીકે નોટીફાઈડ છે કે કોમોડિટી ડેરિવેટીવ્સ તરીકે પણ રેગ્યુલરાઈઝ્ડ નથી. એટલે કે ડિજિટલ ગોલ્ડ ખરીદનારા ગ્રાહકોને હાલ કોઈ નિયામકીય સુરક્ષા નથી મળતી જે સેબી રેગ્યુલેટેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સને મળે છે.


દરેક ડિજિટલ યુનિટ પાછળ ફિઝિકલ સોનું ફરજિયાત કરાશે

સરકાર દ્વારા સૂચિત નિયમોની ચર્ચામાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ડિજિટલ ગોલ્ડના પ્રત્યેક યુનિટ પાછળ ફિઝિકલ સોનાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ શકે છે. તેનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે પ્લેટફોર્મ પર ગ્રાહકોના નામે જેટલું ડિજિટલ સોનું બતાવાય છે તેને અનુરૂપ વાસ્તવિક સોનું પણ સુરક્ષિત સ્વરૂપે રખાયેલું હોવું જોઈએ. જોકે, અંતિમ નિયમ શું હશે અને કયા નિયામકની શું ભૂમિકા હશે તે સરકાર અને સંબંધિત નિયામકોની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયા બાદ સ્પષ્ટ થશે.


ઉદ્યોગના અંદાજો મુજબ ભારતમાં ડિજિટલ ગોલ્ડ ઈન્ડસ્ટ્રીઝ અંદાજે 3 અબજ ડોલરની એસેટ્સ સંભાળે છે. આ માર્કેટની વિશેષતા એ છેકે તેમાં લોકો ખૂબ જ નાની રકમથી પણ સોનું ખરીદી શકે છે. સરેરશ ખરીદી એટલે કે ટિકિટ સાઈઝ અંદાજે રૂ. 100 હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે ડિજિટલ ગોલ્ડ સામાન્ય રોકાણકારો વચ્ચે ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયું છે.


કેટલાક મોટા ખેલાડી પણ નિયામકીય નિરીક્ષણની તરફેણમાં

ડિજિટલ ગોલ્ડ ઉદ્યોગના કેટલાક મોટા ખેલાડી પણ નિયામકીય નિરીક્ષણની તરફેણમાંછે. MMTC-PAMPના એમડી સમિત ગુહાએ જણાવ્યું કે ડિજિટલ ગોલ્ડ અને સિલ્વરના વધતા ઉપયોગ તથા મોટી સંખ્યામાં રીટેલ ગ્રાહકોને જોતા આ ક્ષેત્રમાં તાત્કાલિક કેટલાક નિયામકીય નિરીક્ષણની જરૂર છે. તેનાથી ગ્રાહકો માટે સોનાની ખરીદી, વેચાણ અને સ્ટોરેજની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવવાની આશા છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
  2. BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
  3. Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
  4. શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો

Economy

See more
  1. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  2. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  3. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  4. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM