KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel

ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને અનુરૂપ દેશની બેકિંગ સિસ્ટમને વધુ મજબૂત અને ભવિષ્યની financing જરૂરિયાતો માટે તૈયાર કરવા કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ‘Banking for Viksit Bharat’ માટે હાઈ લેવલ કમિટીની જાહેરાત કરશે

KuberaNow
desk@kuberanow17 Aug 2026
InstagramFacebookXLinkedIn
viksit-bharat
વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panelai generated image

ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને અનુરૂપ દેશની બેકિંગ સિસ્ટમને વધુ મજબૂત અને ભવિષ્યની financing જરૂરિયાતો માટે તૈયાર કરવા કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં

‘Banking for Viksit Bharat’ માટે હાઈ લેવલ કમિટીની જાહેરાત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું કે આ કમિટી દેશના Banking sectorની વ્યાપક સમીક્ષા કરીને વિકાસના આગામી તબક્કા માટે જરૂરી blueprint તૈયાર કરશે.


સરકારનો મુખ્ય ઉદ્દેશ એવા બેન્ક અને financial institutions તૈયાર કરવાનો છે, જે વિકસિત ભારત માટે જરૂરી મોટા પાયાના investment અને credit demandને પૂરી કરી શકે. Infrastructure, manufacturing, MSME, technology અને અન્ય growth sectorsમાં આગામી વર્ષોમાં financingની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધવાની ધારણા વચ્ચે બેકિંગ સેક્ટરની ક્ષમતા વધારવાનું સરકાર માટે મહત્વનું બની રહ્યું છે.


નાણામંત્રીએ આ વર્ષની Budget speechમાં જ ‘Banking for Viksit Bharat’ હાઈ લેવલ કમિટી રચવાનો પ્રસ્તાવ મુક્યો હતો. Committee Banking sectorના હાલના structure, capital requirements, lending capacity, technology adoption, governance અને ભવિષ્યની growth સાથે તેની સુસંગતતા જેવા મુદ્દાઓની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે.


નવી દિલ્હીમાં યોજાયેલા 2 દિવસીય PSB Confluenceને સંબોધતા નિર્મલા સીતારમણે જણાવ્યું કે બેકિંગ સેક્ટર અંગે હાલ ચાલી રહેલી ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે, જ્યારે સરકાર high-powered committeeની જાહેરાત કરવાની તૈયારીમાં છે. તેમના જણાવ્યા પ્રમાણે કમિટીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


આ પહેલ ખાસ કરીને Public Sector Banks (PSBs) માટે મહત્વની બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં asset quality અને profitabilityમાં સુધારો કર્યા બાદ હવે PSBs સામે મોટા infrastructure projects, corporate expansion અને retail તથા MSME credit growthને finance કરવાની વધુ મોટી જવાબદારી આવી શકે છે.


કમિટીની recommendations બેકિંગ સેક્ટરમાં consolidation, capital mobilisation, digital banking, risk management અને lending framework જેવા ક્ષેત્રોમાં ભવિષ્યના policy reforms માટે આધાર બની શકે છે. સાથે જ, ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય માટે જરૂરી લાંબા ગાળાના capital અને credit flowને કેવી રીતે વધારવો તે પણ reviewનો મહત્વનો હિસ્સો રહી શકે છે.


સરકાર માટે હવે બેકિંગ સેક્ટર માત્ર deposit અને lending સુધી મર્યાદિત વ્યવસ્થા નહીં, પરંતુ દેશના આગામી growth cycleનું મુખ્ય financing engine બની રહ્યો છે. તેથી ‘Banking for Viksit Bharat’ committeeના blueprint પર Banks, investors અને corporate sectorની ખાસ નજર રહેશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM