સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની ખરીદી બંધ થઈ નથી, પરંતુ તેમની પસંદગી બદલાઈ રહી છે. ભારે દાગીનાની જગ્યાએ હવે રોકાણ માટે સોનું, સિક્કા, બાર અને ગોલ્ડ ETF તરફ લોકોનો ઝોક વધી રહ્યો છે. જ્વેલરીની માગ ઘટી છે, જ્યારે રોકાણ માટેની માગમાં મોટો વધારો થયો છે.

સોનાના ઊંચા ભાવ વચ્ચે ભારતમાં સોનાની ખરીદી બંધ થઈ નથી, પરંતુ લોકો સોનું ખરીદવાની રીત બદલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી મુલતવી રાખવાની અપીલ કર્યા બાદ હવે લોકો વૈભવ માટે ભારે દાગીના ખરીદવાને બદલે જરૂરિયાત અને રોકાણને વધુ મહત્વ આપી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની મે અને સપ્ટેમ્બરની અપીલ બાદ ગ્રાહકો હવે સોનાની ખરીદી કરતા પહેલાં વધુ વિચાર કરી રહ્યા છે. ઊંચા ભાવ, આયાત શુલ્ક અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પરંપરાગત ભારે દાગીનાની જગ્યાએ રોકાણલક્ષી સોનું, સિક્કા, બાર, ગોલ્ડ ETF અને હળવા વજનના દાગીના તરફ લોકોનો ઝોક વધ્યો છે.
જ્વેલરીની માગ ઘટી, રોકાણ માટે સોનાની માગ વધી
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જાન્યુઆરીથી માર્ચ 2026ના આંકડા આ બદલાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ સમયગાળામાં ભારતમાં સોનાની કુલ માગ 10.2% વધીને 151 ટન થઈ હતી. પરંતુ આ જ સમયગાળામાં જ્વેલરીની માગ 19.5% ઘટીને 66 ટન રહી હતી. બીજી તરફ, રોકાણ માટેની સોનાની માગમાં 52%નો મોટો વધારો થઈને 82 ટન થઈ હતી. એટલે કે સોનાની કુલ માગ વધી રહી છે, પરંતુ તેનો મોટો હિસ્સો હવે દાગીના ખરીદવા કરતાં રોકાણ તરફ વળી રહ્યો છે.
આ પણ વાંચો: સેબીની હવે નિયમ ભંગ કરતાં લોકલ જ નહીં વિદેશી ટ્રેડરો સામે પણ લાલ આંખ
ગોલ્ડ ETFમાં રોકાણમાં 186%નો ઉછાળો
સોનામાં રોકાણનો વધતો રસ ગોલ્ડ ETFના આંકડામાં પણ જોવા મળે છે. જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન ગોલ્ડ ETFમાં રોકાણ 186% વધીને રેકોર્ડ 20 ટન થયું હતું. આ ટ્રેન્ડ બતાવે છે કે લોકો સોનાને માત્ર પહેરવા કે વૈભવ દર્શાવવા માટેની વસ્તુ તરીકે નહીં, પરંતુ રોકાણના વિકલ્પ તરીકે પણ જોઈ રહ્યા છે.
ઊંચા ભાવથી જ્વેલરી ખરીદી પર દબાણ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના બીજા ત્રિમાસિક ગાળાના આંકડા મુજબ જ્વેલરીનું વેચાણ મૂલ્ય વાર્ષિક ધોરણે લગભગ 33% વધીને આશરે $21 અબજ થયું હતું. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે વેચાણનું મૂલ્ય વધ્યું એટલે સોનાની ખરીદીનું વજન પણ વધ્યું એવું કહી શકાય નહીં. સોનાના ઊંચા ભાવને કારણે જ્વેલરીનું કુલ વેચાણ મૂલ્ય વધ્યું છે. આથી હાલની સ્થિતિમાં ભારતીય ગ્રાહક સોનાથી દૂર થયો નથી, પરંતુ ભારે જ્વેલરી ખરીદવાને બદલે ઓછા વજનના દાગીના અને રોકાણલક્ષી સોનાને વધુ પ્રાધાન્ય આપી રહ્યો છે. તહેવારો અને લગ્નની સિઝન પહેલાં આ બદલાયેલો ખરીદીનો ટ્રેન્ડ જ્વેલર્સ માટે પણ મહત્વનો બની રહ્યો છે. ખાસ કરીને નાના અને મધ્યમ જ્વેલર્સ તથા પરંપરાગત દાગીના ઉત્પાદકો પર તેની અસર જોવા મળી શકે છે.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
