KuberaNowLogo
Friday, 02/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

તહેવારો પહેલા ખાંડના સ્ટોક પર સરકારની કડકાઈ કેમ? જાણો નવા નિયમો

ખાંડનો જથ્થો હવે 15 દિવસ જ રાખી શકાશે, જાણો સરકારના નવા નિયમમાં શું બદલાયું

desk@kuberanowPublished On : 2 Oct 2026
Sugar Govt
AI Generated Image

તહેવારોની સિઝનમાં ખાંડની વધત માગ વચ્ચે કેન્દ્ર સરકારે તેની સંગ્રાહખોરી રોકવા માટે નિયમો આકરા કરી દીધા છે. હવે ડીલર ખાંડ મળઅયાની તારીખથી મહત્તમ 15 દિવસ સુધી જ તેનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે. પહેલા આ મર્યાદા 30 દિવસ હતી. તેની સાથે જ સરકારે ડીલરો પાસે રાખવામાં આવતો ખાંડનો જથ્થો પણ નિશ્ચિત કરી દીધો છે. નવા નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે અને 30 નવેમ્બર 2026 સુધી અમલી રહેશે. નવી ખાંડ સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.


ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય મુજબ 15 ઓક્ટોબરથી દેશમાં કોઈપણ ડીલર કોઈપણ સમયે અથવા જગ્યાએ 1,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. આ સિવાય ખાંડ મળ્યા પછી તેને મહત્તમ 15 દિવસ સુધી જ રાખી શકાશે. જોકે કોલકાતા અને તેની આજુબાજુના મેટ્રોની સાથે આસામ માટે સ્ટોકની મર્યાદા 2,000 ક્વિન્ટલ રાખવામાં આવી છે. સરકાર મુજબ આ વિસ્તારોમાં સપ્લાયની જરૂર, સામાન પહોંચાડવામાં લાગતા સમય અને પૂર્વીય તથા પૂર્વોત્તર રાજ્યોમાં ખાંડ પહોંચાડવામાં કોલકાતાની મહત્વની ભૂમિકાને જોતા છૂટ આપવામાં આવી છે. સરકારનો આશય ખાંડ ડીલરો પાસે જમા ના રહે અને મિલોમાંથી ડીલર તથા ત્યાંથી ગ્રાહકો સુધી તેનો સપ્લાય સતત જાળવી રાખવાનો છે.


સરકાર મુજબ ખાંડની સરેરાશ રીટેલ કિંમત ઓગસ્ટના ઊંચા સ્તરેથી અંદાજે 15 ટકા નીચે આવી ગઈ છે. બીજીબાજુ મિલમાંથી નીકળતી ખાંડની કિંમત અંદાજે 28 ટકા ઘટી ગઈ છે અને પાછલા ત્રણ સપ્તાહથી તેમાં વધુ પરિવર્તન નથી થયું. સરકારે ખાંડની મિલો, ડીલરો,જથ્થાબંધ અને રિટેલ વેપારીઓને કહ્યું કે, સપ્લાય સામાન્ય જાળવી રાખો. સાથે જ મિલ સ્તર પર કિંમતોમાં આવેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે. ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે સામાન્ય રીતે ખાંડની માગ વધી જાય છે. ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારો સમયે મિઠાઈઓ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોમાં ખાંડનો વપરાશ વધી જાય છે.


સરકારે 2026-27ની સિઝન માટે શેરડીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 365 નક્કી કર્યા છે. આ કિંમત શેરડીથી 10.25 ટકા ખાંડ નીકળવાના આધારે નક્કી કરાઈ છે. ઘરેલુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકાર આ વર્ષે પહેલા પણ અનેક પગલાં લઈ ચૂકી છે. મે મહિનામાં સરકારે કાચી, સફેદ અને રિફાઈન્ડ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. આ નિર્ણય ઘરેલુ સ્ટોક અંગે ચિંતા અને કેટલાક અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્યોમાં અપેક્ષા કરતાં ઓછા ઉત્પાદન પછી લેવાયો હતો. ત્યાર પછી ઓગસ્ટમાં સરકારે 10 લાખ ટન કાચી ખાંડ પર ઈમ્પોર્ટ ડ્યુટી વિનાની આયાતને મંજૂરી આપી હતી. સામાન્ય રીતે કાચી ખાંડની આયાત પર 100 ટકા ચાર્જ લાગે છે. આ પગલાંનો આશય તહેવારોની મોસમ પહેલા ઘરેલુ બજારમાં સપ્લાય વધારીને કિંમતો પરનું દબાણ ઘટાડવાનો હતો.


પાછાળથી આયાતની શરતોમાં પણ ફેરફાર કરાયા હતા. આયાતી કાચી ખાંડને રિફાઈન્ડ ખાંડમાં બદલીને ઘરેલુ બજારમાં વેચવાની મંજૂરી અપાઈ હતી. તેના માટે બિલ ઓફ એન્ટ્રી દાખલ થયાના બે મહિનાની અંદર ખાંડને બજારમાં ઉતારવાની રહેશે. જોકે, આયાત માટે 31 ઓક્ટોબરની અંતિમ તારીખમાં કોઈ ફેરફાર કરાયો નથી.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM