India Forex Reserves: ભારતના ફોરેક્સ રિઝર્વમાં $2.49 અબજનો વધારો, સપ્ટેમ્બર બાદ પહેલીવાર સાપ્તાહિક ઉછાળો
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 6 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન $2.49 અબજનો વધારો થયો છે. RBIના આંકડા મુજબ કુલ Forex Reserves વધીને $719.55 અબજ પર પહોંચી ગયા છે. 4 સપ્ટેમ્બર બાદ પહેલીવાર સાપ્તાહિક ધોરણે ભંડારમાં વધારો નોંધાયો છે. આ વધારામાં સૌથી મોટો ફાળો Gold Reservesનો રહ્યો છે.

RBIએ 13 નવેમ્બરે દેશના વિદેશી મુદ્રા ભંડારના તાજા આંકડા જાહેર કર્યા છે. 6 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતના Forex Reserves $2.49 અબજ વધીને $719.55 અબજ થયા છે. આ 4 સપ્ટેમ્બર બાદ દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધાયેલો પહેલો સાપ્તાહિક વધારો છે. ઓક્ટોબર દરમિયાન રૂપિયામાં વધતી ઉથલપાથલને નિયંત્રિત કરવા RBIએ વિદેશી ચલણ બજારમાં ડોલર વેચાણ વધાર્યું હતું. તેના કારણે અગાઉ Forex Reserves પર દબાણ જોવા મળ્યું હતું.
Gold Reservesએ આપ્યો સૌથી મોટો ટેકો
આ સપ્તાહના વધારામાં Gold Reservesનો સૌથી મોટો ફાળો રહ્યો છે. દેશના ગોલ્ડ રિઝર્વમાં $2.20 અબજનો વધારો થઈ તે $104.80 અબજ પર પહોંચી ગયા છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની ચાલને કારણે થયેલા વેલ્યુએશન ગેઈનના કારણે જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર Forex Reservesમાં થયેલા કુલ વધારામાં આશરે $2.2 અબજનો ફાળો ગોલ્ડ રિઝર્વમાંથી આવ્યો, જ્યારે બાકીની વૃદ્ધિ Foreign Currency Assetsના રિવોલ્યુશન ગેઈનના કારણે થઈ.
Foreign Currency Assetsમાં પણ વધારો
Forex Reservesનો સૌથી મોટો હિસ્સો ગણાતા Foreign Currency Assetsમાં સપ્તાહ દરમિયાન $232 મિલિયનનો વધારો થયો છે. આ સાથે FCA વધીને $591.35 અબજ પર પહોંચી ગયા છે. RBIએ ડોલર વેચ્યા હોવા છતાં FCAમાં વધારો થવો દર્શાવે છે કે અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં ફેરફારથી થયેલા વેલ્યુએશન ગેઈને ડોલર વેચાણની અસરને સંતુલિત કરી હતી.
SDR અને IMF Positionમાં પણ વધારો
RBIના આંકડા મુજબ Special Drawing Rightsમાં $52 મિલિયનનો વધારો થઈ તે $18.61 અબજ થયા છે. આ ઉપરાંત IMFમાં ભારતની રિઝર્વ પોઝિશનમાં $1 મિલિયનનો વધારો થયો અને તે $4.79 અબજ પર પહોંચી છે.
આ પણ વાંચો: IPOમાં રોકાણના શોખિનો તૈયાર થઈ જાવ, SEBIએ Razorpay સહિત 3 મોટા IPOને આપી મંજૂરી
માર્ચ 2026થી Reserves $28.44 અબજ વધ્યા
તાજા વધારા બાદ ભારતના Forex Reserves માર્ચ 2026ના અંતની સરખામણીએ $28.44 અબજ વધારે છે. વાર્ષિક ધોરણે જોવામાં આવે તો દેશના વિદેશી મુદ્રા ભંડારમાં $32.51 અબજનો વધારો થયો છે.
RBIના Dollar Sales છતાં રિઝર્વ વધ્યા
તાજેતરના મહિનાઓમાં રૂપિયામાં ઉથલપાથલ ઘટાડવા RBI વિદેશી ચલણ બજારમાં ડોલર વેચતું રહ્યું છે. RBI જ્યારે ડોલર વેચે છે ત્યારે સામાન્ય રીતે Foreign Currency Assets પર દબાણ પડે છે. જોકે આ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વ અને અન્ય Foreign Currency Assetsના રિવેલ્યુએશન ગેઈન એટલા મજબૂત રહ્યા કે ડોલર વેચાણની અસર કરતાં કુલ વધારો વધુ રહ્યો. આ કારણે ઘણા સપ્તાહ બાદ ભારતના Forex Reservesમાં ફરી સકારાત્મક વધારો જોવા મળ્યો છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Indian Economy સૌથી મજબૂત, 2026–30માં 6.9% વૃદ્ધિનો અંદાજ: ASSOCHAM

RBI Repo Rate: ડિસેમ્બરમાં EMIનો ઝટકો? મોંઘવારીના કારણે વ્યાજદરમાં 25 bps વધારાની શક્યતા

PLI Scheme: રોકાણ 76%, પણ રોજગારી માત્ર 28%: નીતિ આયોગનો રિપોર્ટ

મોંઘવારીએ પાર કરી RBIની ‘લક્ષ્મણ રેખા’ : ઓક્ટોબરમાં 6.09 ટકા પહોંચ્યો ફુગાવો, ડુંગળી 116 ટકા થઈ મોંઘી

Net Direct Tax Collection: સરકારની ચોખ્ખી ટેક્સ વસૂલાત 11.76% વધી ₹14.42 લાખ કરોડ, STTમાં 52%નો ઉછાળો

Credit Guarantee: નાના ઉદ્યોગસાહસિકો માટે રાહત! ક્રેડિટ ગેરંટી યોજના પાંચ વર્ષ લંબાઈ, ગેરંટી ફી પણ ઘટી

Rupee Strong: રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 93.70 પર બંધ, ક્રૂડમાં નરમાઈ અને વિદેશી રોકાણથી મળ્યો ટેકો





