KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

RBI Repo Rate: ડિસેમ્બરમાં EMIનો ઝટકો? મોંઘવારીના કારણે વ્યાજદરમાં 25 bps વધારાની શક્યતા

ઓક્ટોબરની મોંઘવારી 6.09% થતાં RBI પર દબાણ વધ્યું, ડિસેમ્બરમાં રેપો રેટ 5.50%થી 5.75% થઈ શકે, ખાદ્ય મોંઘવારી 8.94%એ પહોંચી, અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બરમાં 25 bps અને આગળ પણ વધારાની શક્યતા દર્શાવી

kuberanow deskPublished On : 13 Nov 2026
RBI repo.png
AI Generated Image

સામાન્ય જનતા મોંઘવારીના મારનો સામનો કરી રહી છે ત્યારે ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર 6 ટકાથી પાર થઈ ગયો છે. આ ઊછાળાની અસર ડિસેમ્બરમાં RBIની MPC બેઠકમાં જોવા મળી શકે છે. RBI આ બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકા (25 bps)નો વધુ એક વધારો કરે તેવી સંભાવનાઓ ઘણી વધી ગઈ છે. અમેરિકામાં પણ મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં વધુ આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ પણ વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના છે. તેની અસર હેઠળ પણ RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે. રેપોરેટમાં વધારાના પગલે હોમ લોનથી લઈને પર્સનલ લોન, ઓટો લોનના EMI પણ વધવાની શક્યતા છે.


અગ્રણી અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કેન્દ્રીય બેન્ક ડિસેમ્બરમાં વ્યાજદર વધારશે જ્યારે કેટલાક નિષ્ણાતોએ તો ફેબ્રુઆરી 2027માં પણ વધુ એક વધારાની આશંકા વ્યક્ત કરી છે. Crisilનાં પ્રિન્સિપાલ ઈકોનોમિસ્ટ દીપ્તિ દેશપાંડે મુજબ RBI તેની આકરી નીતિ યથાવત્ રાખી શકે છે અને ડિસેમ્બરની સમીક્ષા બેઠકમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરે તેવી પૂરી સંભાવના છે.


RBIના દાયરાથી બહાર નીકળી મોંઘવારી

ઓક્ટોબરમાં ભારતનો રિટેલ મોંઘવારી દર 6.09 ટકા પર પહોંચી ગયો છે, જે RBIની 6 ટકાની અપેક્ષિત મહત્તમ મર્યાદાથી ઉપર છે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં આવેલા તિવ્ર ઊછાળાએ ઘરેલુ બજેટ બગાડી નાંખ્યું છે. આ સતત નવમા મહિનામાં હેડલાઈન્સ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.


RBIએ ત્રણ વર્ષે વ્યાજદર વધાર્યા

RBIએ ઓક્ટોબરમાં ત્રણ વર્ષ પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કરતા રેપોરેટ 5.5 ટકા કર્યો હતો. ત્યારે કેન્દ્રીય બેન્કે તેનું વલણ ‘ન્યૂટ્રલ’થી બદલીને ‘કેલિબ્રેટેડ ટાઈટનિંગ’ કર્યું હતું, જે આગળ પણ દરોમાં વધારાના સંકેત આપે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વ્યાજદરોમાં કાપની કોઈ સંભાવના નથી, પરંતુ વ્યાજદર સ્થિર રહેશે અથવા વધશે.


RBI info.png


ખાદ્ય ફૂગાવો 8.94 ટકાએ પહોંચ્યો

કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI)ના આંકડા મુજબ ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી વધીને 8.94 ટકા થઈ હતી, જે સપ્ટેમ્બરમાં 7.74 ટકા હતી. એટલે કે તેમાં 1.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. મોંઘવારીનું દબાણ માત્ર ખાવા-પીવાની વસ્તુઓ સુધી મર્યાદિત નથી. પરંતુ CPIના 43માંથી 19 સબ ગ્રૂપ્સમાં મોંઘવારી 4 ટકા અથવા તેનાથી વધુ નોંધાઈ છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (Q3)માં મોંઘવારીના 6 ટકા અને ચોથા ક્વાર્ટર (Q4 FY27)માં 5.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પરંતુ ઓક્ટોબરના આંકડાએ ત્રીજા ક્વાર્ટરના અંદાજને પહેલા જ પાર કરી લીધો છે.


ક્રૂડ ઓઈલ સસ્તું થવા છતાં મોંઘવારી ઘટી નહીં

બીજા ક્વાર્ટરમાં ઉતાર-ચઢાવ બાદ હવે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 110 ડોલરના સ્તરથી નીચે આવી ગયા છે. હાલ બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 93 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. તેમ છતાં અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મોંઘવારીથી તુરંત રાહત મળવાની આશા ઓછી છે. Elara કેપિટલનાં ડેપ્યુટી હેડ ઓફ રિસર્ચ ગરિમા કપૂર મુજબ મધ્ય-પૂર્વમાં શાંતિની આશા વચ્ચે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ પાછલા વધારાની અસર હજુ પણ ચાલુ રહેવાના કારણે મોંઘવારીમાં તુરંત ઘટાડો જોવા નહીં મળે. તેમણે Q3FY27માં મોંઘવારી 6.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.


ફેબ્રુઆરી 2027માં પણ વધી શકે છે વ્યાજદર

કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વ્યાજદરમાં વધારાનો સિલસિલો ડિસેમ્બર પછી પણ ચાલુ રહી શકે છે. Emkay ગ્લોબલના ચીફ ઈકોનોમિસ્ટ માધવી અરોરાનું કહેવું છે કે ક્રૂડ ઓઈલમાં નરમાઈ અને વિદેશી રોકાણ (FPI) આવવાથી ભારતીય બજાર અને કરન્સીને કંઈક રાહત મળી છે. પરંતુ મોંઘવારીનું દબાણ જળાઈ રહેશે. તેમણએ આ સાઈકલમાં કુલ 75 bpsના વધારાનો અંદાજ જાળવી રાખ્યો છે, જેમાં ડિસેમ્બર 2026 અને ફેબ્રુઆરી 2026માં 25-25 bpsના વધારાનો સમાવેશ થાય છે.


અર્થશાસ્ત્રીઓનું એમ પણ કહેવું છે કે મોંઘવારી મુખ્યરૂપે સપ્લાય સાઈડના કારણોથી જળવાઈ રહેશે તો RBI આગળ આકરી નીતિ અપનાવતા પહેલા આર્થિક વિકાસ પર પડનારી અસરનું પણ આકલન કરી શકે છે.


આ પણ જૂઓ :


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Indian Economy

Indian Economy સૌથી મજબૂત, 2026–30માં 6.9% વૃદ્ધિનો અંદાજ: ASSOCHAM

PLI Scheme

PLI Scheme: રોકાણ 76%, પણ રોજગારી માત્ર 28%: નીતિ આયોગનો રિપોર્ટ

Inflation.png

મોંઘવારીએ પાર કરી RBIની ‘લક્ષ્મણ રેખા’ : ઓક્ટોબરમાં 6.09 ટકા પહોંચ્યો ફુગાવો, ડુંગળી 116 ટકા થઈ મોંઘી

Direct Tax Collection

Net Direct Tax Collection: સરકારની ચોખ્ખી ટેક્સ વસૂલાત 11.76% વધી ₹14.42 લાખ કરોડ, STTમાં 52%નો ઉછાળો

PM Mudra Yojana

Credit Guarantee: નાના ઉદ્યોગસાહસિકો માટે રાહત! ક્રેડિટ ગેરંટી યોજના પાંચ વર્ષ લંબાઈ, ગેરંટી ફી પણ ઘટી

rupees

Rupee Strong: રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 93.70 પર બંધ, ક્રૂડમાં નરમાઈ અને વિદેશી રોકાણથી મળ્યો ટેકો

NIKAS BAND

બેટરી કચરાની નિકાસ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ, લિથિયમ-આયન ‘બ્લેક માસ’ હવે વિદેશ નહીં જઈ શકે

CREDIT GROWTH

Credit Growth: ઑક્ટોબરમાં લોન વૃદ્ધિ 21% સુધી પહોંચી, HSBCએ FY27નો અંદાજ વધારી 18% કર્યો