KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર Portfolio Investmentમાંથી થયેલા મોટા Outflow અને વધેલા Merchandise Trade Deficitની અસર કુલ Balance of Payments પર પડી છે. જૂનમાં Overall BoP $2.9 અબજ Surplusમાં હતું.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
balance of payments

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના બાહ્ય ક્ષેત્રના આંકડામાં દબાણ જોવા મળ્યું છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન દેશનું Balance of Payments (BoP) $8.1 અબજના deficitમાં રહ્યું છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ભારતે $4.5 અબજનો BoP surplus નોંધાવ્યો હતો. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર Portfolio Investmentમાંથી થયેલા મોટા Outflow અને વધેલા Merchandise Trade Deficitની અસર કુલ Balance of Payments પર પડી છે.


Current Account Deficit $3.1 અબજ

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનું Current Account Deficit $3.1 અબજ રહ્યું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $2.9 અબજ હતું. બીજી તરફ Capital Accountમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં Capital Accountમાંથી આશરે $5 અબજનો net outflow થયો, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં $7.4 અબજનો inflow નોંધાયો હતો.


Trade Deficit વધીને $85.7 અબજ

ભારતનું Merchandise Trade Deficit પ્રથમ ક્વાર્ટરમાં નોંધપાત્ર રીતે વધીને $85.7 અબજ થયું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં $68.9 અબજ હતું. ક્વાર્ટર દરમિયાન Merchandise Exports $112.7 અબજથી વધીને $132.2 અબજ થયા, પરંતુ Imports વધુ ઝડપથી વધીને $181.6 અબજથી $218 અબજ સુધી પહોંચ્યા.

Economic Timesના અહેવાલ મુજબ Fuel Import Billમાં આવેલા વધારાએ પણ Trade Deficit પર દબાણ વધાર્યું હતું. Q1FY27માં ભારતનું Crude Oil Import Bill વાર્ષિક ધોરણે 26% વધીને આશરે $49 અબજ થયું હતું.


Services Sectorએ આપી મોટી રાહત

Goods Tradeના મોટા deficitની અસર Services Sectorના મજબૂત પ્રદર્શનથી અમુક હદ સુધી ઓછી થઈ છે. એપ્રિલ-જૂન દરમિયાન ભારતનો Services Surplus વધીને $52.2 અબજ થયો, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં $47.9 અબજ હતો.

Services Exports $97.4 અબજથી વધીને $106.7 અબજ થયા, જ્યારે Services Imports $49.5 અબજથી વધીને $54.5 અબજ રહ્યા.


FPIમાંથી $9.6 અબજનો Outflow

Capital Flowsમાં સૌથી મોટું દબાણ Foreign Portfolio Investors તરફથી આવ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં FPI દ્વારા $9.6 અબજનો net outflow નોંધાયો, જ્યારે એક વર્ષ અગાઉ આ જ ગાળામાં $1.6 અબજનો net inflow થયો હતો. સ્થાનિક બજારોમાંથી વિદેશી Portfolio Investorsની મોટી વેચવાલીએ BoP પર દબાણ વધાર્યું.

બીજી તરફ Foreign Direct Investmentના મોરચે સકારાત્મક ચિત્ર જોવા મળ્યું. Net FDI inflow વધીને $7.8 અબજ થયો, જે ગયા વર્ષે $4.8 અબજ હતો. ભારતમાં Gross FDI inflow $13.9 અબજથી વધીને $17.2 અબજ થયો.


Remittances અને Transfersમાં વધારો

પ્રથમ ક્વાર્ટરમાં Net Transfersમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. Remittances, gifts અને અન્ય transfersને સમાવતો Net Transfer આંકડો $41.4 અબજ રહ્યો, જે એક વર્ષ અગાઉ $30.9 અબજ હતો. આ મજબૂત Inflowsએ વધતા Trade Deficitની અસર અમુક હદ સુધી ઓછી કરવામાં મદદ કરી.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM