
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ટેરિફનો હથિયારની જેમ થઈ રહ્યો છે ઉપયોગ : નિર્મલા સીતારમણ
બંને દેશની વેપાર વાટાઘાટો એવા સ્તરે પહોંચી છે જ્યાં બંને પક્ષો માટે વધુ છૂટછાટો આપવી મુશ્કેલ બની છે

ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલની વાટાઘાટો હવે અટકી ગઈ છે. હાલ તેના પૂરા થવાની સંભાવના લગભગ ખતમ થતી જોવા મળી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાતચીત એક એવા સ્તર પર પહોંચી ગઈ છે જ્યાંથી આગળ વધવું મુશ્કેલ લાગી રહ્યું છે. તેમણે સંકેત આપ્યા કે આ સમજૂતી માટે પહેલાથી જ ખૂબ જ વ્યાપક અને ગંભીર ચર્ચાઓ થઈ ગઈ છે, તેથી હવે બંનેમાંથી કોઈપણ પક્ષ માટે વધુ છૂટછાટો આપવી મુશ્કેલ થઈ શકે છે. બંને પક્ષોને વાતચીતમાં આગળ વધવાની કોઈ સંભાવના જણાતી હોય તો હજુ પણ કંઈક ફેરફાર થઈ શકે છે.
નવી દિલ્હીમાં મ્યુનિક લિડર્સ મિટિંગમાં ચર્ચા સમયે સીતારમણે કહ્યું કે, અમેરિકા પારંપરિક વાતચીત ઉપરાંત અન્ય રીતોથી ભારત સાથે વેપાર અસંતુલન ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દેશોને વેપાર ખાધ ઘટાડવા માટે મજબૂર કરવા અમેરિકા ટેરિફનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી રહ્યું છે. આ પહેલાની રીતોથી અલગ છે. અગાઉ વાટાઘાટો મારફત વેપાર અસંતુલન ઠીક કરવામાં આવતું હતું અને દેશ એકબીજાના માર્કેટ એક્સેસ અને છૂટછાટો મેળવવા માટે વાતચીત કરતા હતા.
સીતારમણની આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત અને મેરિકા એક ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત ચાલુ છે, જેનો આશય માર્કેટ એક્સેસ વધારવા અને દ્વિપક્ષીય વેપાર સાથે સંકળાયેલી ચિંતાઓ દૂર કરવાનો છે. વેપાર સંતુલન અમેરિકા માટે એક મહત્વનો મુદ્દો છે, જે ભારત સાથે પોતાની ખાધ ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે, વેપાર સંતુલન ઘણે અંશે ભારતની તરફેણમાં છે. સ્વાભાવિક છે કે ખાધ તેમના તરફ છે, બધા સંતુલન અમેરિકાના પ્રતિકૂળ જઈ રહ્યા છે તેથી તેઓ આ અસંતુલન ઘટાડવા માગે છે.
નિર્મલા સીતારમણે યુરોપ સાથે મધર ઓફ ઓલ ડીલ્સની ચર્ચા કરી હતી,જેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતનો વ્યાપારિક દૃષ્ટિકોણ વધુ વ્યાપક છે. તેનાથી એવા સંકેત મળે છે કે ભારત અન્ય દેશો સાથે પણ વ્યાપારિક સંબંધ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિવેદનો પછી ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે વાતચીત કેવી રીતે આગળ વધે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. આ ઘટનાક્રમોની આંતરરાષ્ટ્રીય વ્યાપારિક વાતાવરણ પર અસર પડી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે સ્થિતિ આ જ પ્રકારે જળવાઈ રહે શે તો તેના પરિણામ વૈશ્વિક બજારો પર પણ અસર કરી શકે છે. તેનાથી વેપાર સંતુલન બદલાઈ શકે છે, જેની અસર વિકસિત અને વિકાસશીલ દેશો પર પણ પડશે.
ભારત અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરી 2025થી વેપાર સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશ આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા અને લાંબા સમયથી ચાલી રહેલી બજાર પહોંચ સંબંધિત મુદ્દાનો લાવવાનો પ્રયત્ન કરે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
