KuberaNowLogo
Saturday, 03/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

એક દાયકાના સુધારાથી ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની: નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં નાણાકીય શિસ્ત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ સુધારા અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોથી ભારતની આર્થિક મજબૂતી વધી છે. તેમણે આગળ માટે મહત્વના ખનિજ, વૈશ્વિક વેપાર, કુશળતા અને સંશોધનમાં ખાનગી રોકાણને પ્રાથમિકતા ગણાવી.

kuberanowPublished On : 3 Oct 2026
NIRMALA SITARAMAN

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં નાણાકીય શિસ્ત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ, બેન્કિંગ સુધારા, સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને સતત સુધારાઓ દ્વારા ભારતની આર્થિક મજબૂતી ઊભી કરવામાં આવી છે. નવી દિલ્હીમાં યોજાયેલા 5માં Kautilya Economic Conclaveમાં બોલતા તેમણે કહ્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતે આગળ પણ પોતાની નીતિગત તૈયારી અને વ્યૂહાત્મક સ્વાયત્તતા મજબૂત કરવી પડશે.


આર્થિક મજબૂતીનો અર્થ શું?

સીતારમણના જણાવ્યા મુજબ, આર્થિક મજબૂતીનો અર્થ એવો છે કે દેશ કોઈ મોટા આંચકા વચ્ચે પણ પોતાની વૃદ્ધિની દિશા ગુમાવ્યા વગર આગળ વધી શકે અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સરકાર પાસે પૂરતી નીતિગત જગ્યા રહે. તેમણે કહ્યું કે ભારતની મજબૂતી એમાં પણ દેખાય છે કે છેલ્લા કેટલાક આંચકાઓ છતાં મોંઘવારી બેકાબૂ બની નહીં, ઇંધણ પંપ પર લાંબી લાઇનો લાગી નહીં, બેન્કિંગ ક્ષેત્રમાં મોટું સંકટ ઊભું થયું નહીં અને સરકારને અચાનક કડક નાણાકીય સુધારાની ફરજ પડી નહીં.


મજબૂત સરકારી નાણાંથી નિર્ણય લેવાની ક્ષમતા

સીતારમણે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મજબૂત સરકારી ખજાનો સરકારને મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાં પગલાં લેવા માટે વધુ સ્વતંત્રતા આપે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષના વૈશ્વિક આંચકાઓ છતાં ભારતના મુખ્ય આર્થિક આધાર મજબૂત રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ FY27ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક GDP વૃદ્ધિ 7.8% રહી, ઓગસ્ટ 2026માં CPI મોંઘવારી 4.82% હતી અને પ્રથમ ત્રિમાસિકમાં ચાલુ ખાતાની ખાધ GDPના 0.5% જેટલી રહી.


જન ધન, આધાર અને DBTનો ઉલ્લેખ

નાણામંત્રીએ 2014 પછી ઉભા થયેલા આર્થિક આધારની વાત કરતાં જન ધન, આધાર-મોબાઈલ વ્યવસ્થા અને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરનો ઉલ્લેખ કર્યો. તેમણે PM Awas Yojana, Swachh Bharat, Ujjwala, Ayushman Bharat અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા કાર્યક્રમોને પણ આ પ્રક્રિયાનો ભાગ ગણાવ્યા. તેમણે જણાવ્યું કે PM MUDRA Yojana હેઠળ 52 કરોડથી વધુ ગેરંટી વગરની લોન મંજૂર થઈ છે. સાથે બેન્કિંગ ક્ષેત્રમાં થયેલા સુધારા અને ઓગસ્ટ 2026 સુધીના એક વર્ષમાં બિન-ખાદ્ય ધિરાણમાં 18.8% વૃદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો.


ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹12.22 લાખ કરોડ

સીતારમણે જણાવ્યું કે FY27 માટે સરકારનો મૂડી ખર્ચ ₹12.22 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 2014 પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગના નેટવર્કમાં લગભગ 61%નો વધારો થયો છે અને કાર્યરત એરપોર્ટની સંખ્યા બમણાથી વધુ થઈ છે.


આ પણ વાંચો: AI કંપનીઓના વેલ્યુએશનમાં ઘટાડો ભારત માટે ફાયદાકારક બની શકે: RBI ગવર્નર


આગળ માટે ચાર મોટી પ્રાથમિકતા

આગામી તબક્કા માટે સીતારમણે ચાર મુખ્ય ક્ષેત્રોને પ્રાથમિકતા ગણાવ્યા છે. મહત્વના કુદરતી સંસાધનોની સુરક્ષા, ખુલ્લો અને સ્થિર વૈશ્વિક વેપાર, કુશળતા વિકાસ અને સંશોધન તથા નવીનતામાં ખાનગી રોકાણ. તેમણે કહ્યું કે ભારતે એક જ દેશ અથવા એક જ સપ્લાયર પર વધારે નિર્ભરતા ઘટાડવી જરૂરી છે.


ક્રિટીકલથી સેમિકન્ડક્ટર સુધી ફોકસ

આ માટે તેમણે નેશનલ ક્રિટીકલ મિનરલ મિશન, રેર અર્થ કોરિડોર, ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 અને નાના મોડ્યુલર પરમાણુ રિએક્ટરના વિકાસ જેવી પહેલનો ઉલ્લેખ કર્યો. સીતારમણે કહ્યું કે આર્થિક મજબૂતી કોઈ એક વખતનું કામ નથી. ભારતે 2047 સુધી વિકસિત દેશ બનવાના લક્ષ્ય તરફ આગળ વધતાં ઉત્પાદકતા, રોજગાર અને તકો વધારવા માટે પોતાના આર્થિક આધારને સતત મજબૂત કરવો પડશે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM