KuberaNowLogo
Thursday, 08/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શું મોંઘવારી એક વર્ષમાં 10% સુધી પહોંચશે ? : RBIના સરવેમાં ચિંતા

RBIએ વ્યાજદર વધાર્યા, છતાં સરવેમાં પરિવારોની મોંઘવારીની આશંકા વધી, આગામી 12 મહિના માટે અંદાજ 9.4%થી 10% થયો

desk@kuberanowPublished On : 8 Oct 2026
Inflation Survey
AI Generated Image

દેશમાં આગામી એક વર્ષમાં મોંઘવારી દર 10 ટકા સુધી પહોંચી શકે છે તેવી ભારતીય પરિવારોને આશંકા છે. જુલાઈમાં આ અંદાજ 9.4 ટકા હતો. વધતા ભાવો અંગેની આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજ દરોમાં વધારો શરૂ કર્યો છે.


આરબીઆઈના સપ્ટેમ્બર 2026ના ઈન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ સરવે ઓફ હાઉસહોલ્ડ્સ મુજબ આગામી 12 મહિના માટે પરિવારોની સરેરાશ(મીડિયન) મોંઘવારી જુલાઈના 9.4 ટકાથી વધીને 10 ટકા થવાની સંભાવના છે. બીજીબાજુ આગામી ત્રણ મહિના માટે મોંઘવારી 9.2 ટકાથી વધીને 9.9 ટકા થવાની શક્યતા છે.


RBIએ કહ્યું, આગામી ત્રણ મહિના અને એક વર્ષ માટે પરિવારોની સરેરાશ મોંઘવારીની આશંકા ક્રમશઃ 70 બેસિસ પોઈન્ટ અને 60 બેસિસ પોઈન્ટ વધીને 9.9 ટકા અને 10.0 ટકા થઈ ગઈ. આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે આરબીઆઈની નાણાંનીતિ સમિતિ (MPC)એ 7 ઓક્ટોબરે મોંઘવારી સંબંધિત ચિંતાઓ વચ્ચે રેપોરેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા કરી દીધો છે.


પરિવારોની મોંઘવારી સંબંધિત આશંકા મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભવિષ્યમાં કોસ્ટ ઓફ લિવિંગ અંગે લોકોની ધારણા દર્શાવે છે. આ આશંકાઓની અસર ગ્રાહક ખર્ચ અને પગાર સંબંધિત અપેક્ષાઓ પર પણ પડી શકે છે. તેથી નાણાં નીતિ નક્કી કરવામાં તેને એક મહત્વપૂર્ણ માપદંડ માની શકાય છે.


સરવે મુજબ સપ્ટેમ્બરમાં પરિવારો દ્વારા અનુભવાયેલી વર્તમાન મોંઘવારી પણ વધી છે. તે જુલાઈમાં 7.8 ટકાથી વધીને 8.4 ટકા થઈ ગઈ છે. RBIએ કહ્યું, પાછલા સમયની સરખામણીમાં પરિવારોની વર્તમાન સરેરાશ મોંઘવારી ધારણા 60 બેસિસ પોઈન્ટ વધીને 8.4 ટકા થઈ ગઈ.


ભવિષ્યમાં કિંમતોમાં વધારા અંગે પણ ચિંતા વધી છે. સરવેમાં 88.9 ટકા લોકોએ આગામી એક વર્ષમાં સામાન્ય કિંમતોમાં વધારાની આશંકા વ્યક્ત કરી છે. બીજીબાજુ 67.4 ટકા લોકોનું માનવું હતું કે કિંમતો વર્તમાન સ્તરની સરખામણીમાં તિવ્ર ગતિએ વધશે. આગામી ત્રણ મહિના માટે 81.9 ટકા પરિવારોએ કિંમતોમાં વધારાની આશંકા વ્યક્ત કરી હતી, જ્યારે જુલાઈમાં આ આંકડો 80.8 ટકા હતો.


ખાદ્ય કિંમતો અંગે પણ પરિવારો મુખ્યત્વે ચિંતિત છે. સરવેમાં ભાગ લેનારા 84.9 ટકા લોકોને આશા છે કે આગામી ત્રણ મહિનામાં ખાદ્ય કિંમતોમાં વધારો થશે, તેમાંથી 61.6 ટકા લોકોનું માનવું છે કે ખાદ્ય કિંમતો વર્તમાન દરથી પણ તિવ્ર ગતિએ વધી શકે છે.


RBIએ કહ્યું કે, બંને સમય માટે સામાન્ય મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરનારા જવાબ આપનારાઓની સરેરાશ વધી છે. સરવેથી ખ્યાલ આવે છે કે નાણાં નીતિના આકરા વલણ છતાં પરિવારો વચ્ચે મોંઘવારી અંગે ચિંતા જળવાઈ રહી છે. જોકે, 10 ટકાનો આંકડો પરિવારોની સરેરાશ ચિંતા છે અને તેને RBIના સત્તાવાર મોંઘવારી પૂર્વાનુમાન તરીકે જોવા જોઈએ નહીં. આરબીઆઈનો આ સરવે 10થી 20 સપ્ટેમ્બર 2026 વચ્ચે દેશના 19 મહત્વના શહેરોમાં કરાયો હતો, જેમાં કુલ5,987 લોકોએ ભાગ લીધો હતો.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn