KuberaNowLogo
Saturday, 10/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રૂપિયો તૂટ્યો તો RBIનું નવું ‘ડોલર’ હથિયાર શું?

ઈન્ડિયન ઓઈલ, HPCL અને BPCLને દૈનિક જરૂરિયાત મુજબ સીધા ડોલર મળશે, કરન્સી ડેરિવેટિવ પોઝિશન લિમિટ $10 કરોડથી ઘટાડીને $50 લાખ કરાઈ

desk@kuberanowPublished On : 10 Oct 2026
RBI Rupee
AI generated

રૂપિયો શુક્રવારે 96.73 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જે મે મહિનામાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી નબળા સ્તર 96.96 પ્રતિ ડોલરની નજીક છે. રૂપિયામાં ચાલતા તિવ્ર ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્ક સતત પગલાં લઈ રહ્યું છે. રૂપિયામાં સતત નરમાઈ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ શનિવારે ઘરેલુ કરન્સીને ટેકો આપવા માટે નવા પગલાંની જાહેરાત કરી છે. તેના હેઠળ ત્રણ સરકારી ઓઈલ કંપનીઓને તેમની દૈનિક જરૂરિયાત મુજબ સીધા ડોલર ઉપલબ્ધ કરાવાશે. સાથે જ રૂપિયા સાથે સંકળાયેલા ફોરેન એક્સચેન્જ કોન્ટ્રાક્ટના નિયમો આકરા કરવામાં આવ્યા છે. આ પગલાં મારફત RBIનો આશય ડોલરની માગમાં દબાણ ઘટાડવાનો અને રૂપિયામાં તિવ્ર ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવાનો છે. સાથે જ આ તિવ્ર ઉતાર-ચઢાવથી ઓઈલ કંપનીઓ પર પડનારા બોજ અને તેનાથી આગળ રૂપિયા પર પડનારા દબાણને પણ ઘટાડવાનું છે.


ત્રણ સરકારી કંપનીઓને મળશે સીધા ડોલર

RBI સોમવારથી ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમને એક વિશેષ વ્યવસ્થા હેઠળ ડોલર ઉપલબ્ધ કરાવાશે. સામાન્ય રીતે આ કંપનીઓએ વિદેશી ઓઈલ ખરીદવા ચૂકવણી માટે બજારમાંથી ડોલર ખરીદવા પડે છે. હવે તેમની દૈનિક જરૂરિયાતના ડોલર સીધા RBI પાસેથી મળતા ખુલ્લા બજારમાં ડોલરની માગ ઘટી શકે છે. તેનાથી માગ અને સપ્લાયના સમીકરણોમાં ઓઈલ કંપનીઓની માગના કારણે પડનારી અસર ઘટી જશે અને રૂપિયાને રાહત મળશે.


વિદેશી કરન્સી બજારમાં ડોલરની માગ વધે છે તો રૂપિયા પર દબાણ આવી શકે છે. RBIની આ વ્યવસ્થાથી ડોલરની માગના એક મોટા હિસ્સાને બજારથી અલગ રાખામાં મદદ મળવાની આશા છે. જોકે, તેનાથી દેશના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી શકે છે, કારણ કે RBI તેના ભંડારમાંથી ડોલર ઉપલબ્ધ કરાવશે. હાલ ભારતીય વિદેશી મુદ્રા ભંડાર ઘણી મજબૂત સ્થિતિમાં છે. આ જ કારણે આ પગલું ઉઠાવાયું છે.


રૂપિયો વિક્રમી નીચા સ્તર નજીક

રૂપિયો શુક્રવારે 96.73 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જે મે મહિનામાં નોંધાયેલા તેના અત્યાર સુધીના સૌથી નબળા સ્તર 96.96 પ્રતિ ડોલર નજીક છે. ડોલરની સરખામણીમાં રૂપિયાની નરમાઈથી ઓઈલની આયાત સહિત વિદેશી સામાન ખરીદવાનું મોંઘું થઈ શકે છે. RBI પહેલા પણ રૂપિયાને ટેકો આપવા માટે ડોલર સાથે સંકળાયેલા પગલાં લઈ ચૂક્યું છે અને નીતિગત વ્યાજ દર પણ વધાર્યા છે. આમ છતાં રૂપિયા પર તબાણ રહેલું છે. શનિવારે કારોબાર મર્યાદિત રહેવાના વચ્ચે નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (NDF) બજારમાં એક મહિનાના ડોલર-રૂપિયાના સોદાનો ભાવ અંદાજે 40 પૈસા ઘટી ગયો હતો. આ બજારમાં વિદેશી કરન્સીના સોદાની પતાવટ સામાન્ય રીતે ડોલરની વાસ્તવિક ડિલીવરીના બદલે રોકડ અંતરના આધારે થાય છે.


કરન્સી સોદાની મર્યાદા ઘટાડાઈ

RBIએ એક્સચેન્જ પર કારોબાર થનારા રૂપિયા સંબંધિત કરન્સી ડેરિવેટિવ સોદામાં પોઝિશનની મર્યાદા 10 કરોડ ડોલરથી ઘટાડીને 50 લાખ ડોલર કરી દીધી છે. કરન્સી ડેરિવેટિવ એવા સોદા હોય છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં કરન્સીની કિંમતમાં થનારા ફેરફાર સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે કરવામાં આવે છે. આ સિવાય વિદેશી કરન્સી બજારમાં અધિકૃત ડીલરોએ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે ગ્રાહક એક જ લેવડદેવડ અથવા જોખમ માટે અલગ અલગ ડીલરો મારફત વારંવાર સોદા ના કરે. તેના માટે તેમણે ગ્રાહકો પાસેથી લેખિત પુષ્ટી લેવી પડશે અને તેણે પોતાના રેકોર્ડમાં પણ રાખવું પડશે.


કેટલાક સોદા પર 20 ટકાનો વધારાનો નિયમ

RBIએ રૂપિયા સાથે સંકળાયેલા કેટલાક વિદેશી કરન્સી ડેરિવેટિવ સોદા માટે ફોરેન એક્સચેન્જ રિસ્ક રિઝર્વ (FERR)ની વ્યવસ્થા પણ શરૂ કરી છે. તેના હેઠળ નિશ્ચિત શરતોના દાયરામાં આવતા અને 20 લાખ ડોલરથી વધુના સોદા પર અધિકૃત ડીલરોના એ સોદાની નિર્ધારિત રકમના 20 ટકા જેટલી રકમ RBI પાસે રોકડ રિઝર્વ તરીકે રાખવી પરડશે. આ નિયમ એવા સોદા પર લાગુ થશે જેનો ઉપયોગ ચાલુ ખાતા સાથે સંકળાયેલા પેમેન્ટના જોખમોને ઘટાડવા માટે કરવામાં આવે છે અને તેમાં ગ્રાહક રૂપિયા આપીને વિદેશી કરન્સી ખરીદી શકે છે. ચાલુ ખાતામાં આયાત-નિકાસ, સેવાઓ અને અન્ય નિયમિત આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સાથે સંકળાયેલી લેવડ-દેવડ સામેલ હોઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn