એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!
ડોલર સામે 62 પૈસાની જોરદાર મજબૂતી સાથે રૂપિયો એક મહિનાની ઊંચી સપાટી નજીક રહ્યો, RBIના પગલાંથી ડોલરની ખરીદીમાં સાવચેતી વધી છે. RBIના હસ્તક્ષેપથી 96ની નીચે રૂપિયો ન જાય તે દિશામાં બજારની નજર છે.

અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો મંગળવારે મજબૂતી સાથે ખૂલ્યો અને પોતાની લીડ જાળવી રાખી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂપિયા પર દબાણ ઘટાડવા માટે કેટલાક પગલાં લીધા છે, જેની અસર જોવા મળી રહી છે. સોમવારે રૂપિયો 95.78 પર બંધ થયો હતો જ્યારે મંગળવારે તે 62 પૈસાના ઉછાળા સાથે પ્રતિ ડોલર 95.16ના સ્તરે ખુલ્યો હતો.
RBI દ્વારા રૂપિયાનો ઘટાડો રોકવા માટે ઉઠાવાયેલા પગલાં પછી બજાર ડોલર ખરીદવામાં સાવધાની રાખી રહ્યું છે. રૂપિયો સોમવારે એક મહિનાના ટોચના સ્તરે બંધ થયો હતો, જેથી નાના ઈમ્પોર્ટર્સે તેમના પેમેન્ટ માટે ડોલર ખરીદવામાં રાહત મળી હતી. બીજીબાજુ મોટા આયાતકારોએ તેમની પોઝિશનના હેજિંગ માટે બેન્કોના FERRના રૂપમાં વધારાની ચૂકવણી કરવી પડી.
મંગળવારે સવારે રૂપિયો 95.51ની આજુબાજુ ખુલવાની આશા હતી. RBI એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહી છેકે રૂપિયો 96ના સ્તરથી નીચે ના ગગડે અને દિવસના કારોબારમાં 95થી 96ના દાયરામાં રહે. નિકાસકારો રૂપિયો વધતા રોકડ માટે વેચાણ કરી શકે છે અને આયાતકારો ઓક્ટોબર અને નવેમ્બરમાં થનારા આયાત પેમેન્ટ માટે હેજિંગ કરવા ઘટાડા પર ખરીદી ચાલુ રાખી શકે છે.
સિંગાપોર ડોલરમાં કોઈ ફેરફાર નહીં
અમેરિકન ડોલરની સરખામણીમાં એશિયાઈ કરન્સીસમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમાં સૌથી વધુ ઘટાડો દક્ષિણ કોરિયન વૉનમાં આવ્યો છે, જે 0.214 ટકા નરમાઈ સાથે કારોબાર કરી રહ્યો છે. ત્યાર પછી તાઈવાન ડોલરમાં 0.175 ટકાનો ઘટાડો આવ્યો છે. ફિલિપીન પેસો અને ઈન્ડોનેશઇયન રૂપિયામાં પણ ક્રમશઃ 0.129 ટકા અને 0.078 ટકાનો ઘટાડો નોંધાયો છે. થાઈ બાહત 0.27 ટકા, ચીની રેનમિનબી 0.016 ટકા અને મલેશિયન રિંગિત 0.015 ટકાના સાધારણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજીબાજુ જાપાની યેનમાં 0.152 ટકાની તેજી જોવા મળે છે અને સિંગાપોર ડોલરમાં કોઈ ફેરફાર થયા નથી.
એશિયન બજારોમાં ડોલરની મજબૂતી
મંગળવારે એશિયન બજારોમાં ટ્રેડિંગની શરૂઆતમાં ડોલર મજબૂતીથી કારોબાર કરતો જોવા મળ્યો હતો. અમેરિકામાં કેટલાક બજારોમાં રજા છે અને મધ્ય-પૂર્વ તથા યુક્રેનમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફરીથી થયેલા હુમલાના કારણે જિયોપોલિટિકલ જોખમ વધી ગયા છે. છ કરન્સના બાસ્કેટની સરખામણીમાં ડોલરની મજબૂતીને માપનારો યુએસ ડોલર ઈન્ડેક્સ સોમવારે 0.3 ટકાની તેજી સાથે બંધ થયો હતો. હાલ તે 102.56 પર જોવા મળી રહ્યો છે. ડોલર ગયા વર્ષે એપ્રિલ પછી તેના સૌથી ઊંચા સ્તરની આજુબાજુ બનેલો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર

સોના-ચાંદીમાં ફરી તેજી, પણ ‘ફેડ’નો ડર યથાવત્




