KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક, સેમિકન્ડક્ટરથી AI સુધીના રોકાણ પર સરકારનો ભાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આર્થિક વિકાસમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જેવા ઉભરતા ક્ષેત્રોની ભૂમિકા વધારવાનો સંકેત આપ્યો છે

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
gujarat-cm-bhupendra-patel-independence-day-message-developed-gujarat-2047

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આર્થિક વિકાસમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જેવા ઉભરતા ક્ષેત્રોની ભૂમિકા વધારવાનો સંકેત આપ્યો છે. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ આપેલા સંદેશમાં તેમણે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણ માટે રાજ્યના નાગરિકોને આહવાન કર્યું હતું.


મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટેક્નોલોજી અને ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત મહત્ત્વના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે, જેના કારણે નવા ઉદ્યોગો અને MSME માટે સ્થાનિક સપ્લાય ચેઇન સાથે જોડાવાની તકો ઊભી થઈ છે.


gujarat-cm-bhupendra-patel-independence-day-message-developed-gujarat-2047



ડેટા, AI ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અમલમાં મૂકી છે. આ ઉપરાંત નવી ઉદ્યોગ નીતિ-2026, ડેટા સેન્ટર પોલિસી તથા શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી મારફતે નવા રોકાણ અને રોજગારી સર્જનને વેગ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.


મુખ્યમંત્રીએ મહિલા વર્કફોર્સની ભાગીદારી અંગે પણ મહત્ત્વપૂર્ણ લક્ષ્યાંક રજૂ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે રોજગારીમાં મહિલાઓની હાલની 42 ટકા ભાગીદારીને 2047 સુધીમાં 75 ટકા સુધી પહોંચાડવાની નેમ છે. રાજ્યમાં પાંચ લાખથી વધુ મહિલાઓ ‘લખપતિ દીદી’ બની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, મહિલા ઉદ્યોગસાહસિકો માટે ‘શી-સ્ટાર્ટઅપ’ અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સાથે જોડવા રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ જેવા પ્રયાસોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.


મુખ્યમંત્રીએ વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ અને 2047માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક વિકાસ, રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને ગ્રીન ગ્રોથને આગળ વધારવાની વાત કરી હતી.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM