KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતને ઝડપથી વિકસતા રાજ્યોમાં સ્થાન અપાવતા 8 મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ

ગુજરાતમાં GIFT City, ધોલેરા SIR, ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક અને વિઠ્ઠલાપુર જેવા મેગા પ્રોજેક્ટ્સથી ઔદ્યોગિક વિકાસને વેગ મળી રહ્યો છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના કારણે ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
gujarat Infrastructure
મેગા પ્રોજેક્ટ્સથી બદલાઈ રહ્યું છે ગુજરાતનું વિકાસચિત્ર

ગુજરાત આજે દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં સ્થાન ધરાવે છે. Economic miracle તરીકે ઓળખાતું રાજ્ય તેની મજબૂત ઔદ્યોગિક નીતિઓ, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા રોકાણોના કારણે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ રોકાણ માટેનું હબ બન્યું છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, બેચરાજી-વિઠ્ઠલાપુર, કચ્છ, ધોલેરા, લોથલ જેવા સ્થળોએ ચાલી રહેલા ઔદ્યોગિક વિકાસને કારણે આ વિસ્તારોમાં મિલકતોના ભાવ સતત વધી રહ્યાં છે.


ગુજરાતમાં આકાર લઈ રહેલા મેગા પ્રોજેક્ટ્સ

ગાંધીનગર ખાતે GIFT સિટી પ્રોજેક્ટ, સાણંદ ખાતે ઓટો કંપનીઓ અને સેમિકન્ડક્ટર કંપનીઓના પ્રોજેક્ટ્સ, બેચરાજી-વિઠ્ઠલાપુર ખાતે મારુતિનો પ્રોજેક્ટ, લોથલ ખાતે વર્લ્ડક્લાસ મેરિટાઈમ મ્યુઝીયમ, ધોલેરા SIR, દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ, કચ્છના ખાવડા ખાતે મહાકાય કદનાં હાયબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક જેવા મેગા પ્રોજેક્ટ્સને કારણે ગુજરાત વૈશ્વિક રોકાણના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ભારત સાથે વિશ્વનાં રોકાણકારો ગુજરાતના આ પ્રોજેક્ટ્સને લીધે ઊભી થયેલી તકનો લાભ લેવા રોકાણ વધારી રહ્યાં છે.


ગિફ્ટ સિટી

ગુજરાત ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી એટલે કે, ગિફ્ટ સિટીમાં દુનિયાભરની ટોપ-લેવલની કંપનીઓની ઓફિસો ખુલી રહી છે. વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ ગિફ્ટ સિટીમાં વિશ્વની જાણીતી એજ્યુકેશન સંસ્થાઓ Deakin University(ડાયકીન યુનિવર્સિટી), University of Wollongong(યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ)ના કેમ્પસ ખુલી ગયા છે.

ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ ફાઇનાન્શિયલ સિટી (Gift સિટી), જે વૈશ્વિક બેન્કિંગ, ફિનટેક, વીમા અને IT સેવાઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.


ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)

ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. જ્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.


ડાયમંડ સિટી (સુરત)

ટ્રેડિંગ અને કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડાયમંડ બુર્સ દ્વારા હીરા ઉદ્યોગોને વેગ આપવા માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી છે.


ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક (કચ્છ)

72,600 હેક્ટરમાં ફેલાયેલો 30 ગીગાવોટ ક્ષમતાવાળો સોલાર અને વિન્ડ એનર્જી પાર્ક, જે ગુજરાતને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રણી બનાવશે. હાઈબ્રીડ વિન્ડ સોલાર પાવર ઝોનમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ પાવર, NTPC ગ્રીન, GSEC (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન), GIPCL (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કંપની), SECI (સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા), સર્જન રિયલ્ટીસ પ્લાન્ટ વિકસાવી રહી છે.


દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર

ભારતનો એક મહત્વાકાંક્ષી ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ છે, જે દિલ્હી-મુંબઈ વચ્ચે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, સ્માર્ટ સિટી, લોજિસ્ટિક્સ હબ અને ટ્રાન્સપોર્ટનું નેટવર્ક વિકસાવવાનો છે. આ કોરિડોર નેશનલ હાઈવે અને બંદરોને સીધા જોડવાથી માલની હેરફેર ઓછી કિંમતે અને ઝડપી બનશે.


વિઠ્ઠલાપુર પ્લાન્ટ (મહેસાણા)

મારુતિ સુઝુકી વિઠ્ઠલાપુરમાં નવો (પેસેન્જર)કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વિકસાવી રહી છે. આ પ્લાન્ટ વાર્ષિક આશરે 10 લાખ કારનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટથી રોજગારીનું સર્જન થશે, આસપાસના વિસ્તારમાં ઓટો-કોમ્પોનેન્ટ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.


લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (અમદાવાદ)

અમદાવાદ જિલ્લાના લોથલમાં વિકસાવવામાં આવી રહેલો ગ્લોબલ પ્રોજેક્ટ છે, જે ભારતના પ્રાચીન સમુદ્રી વારસો, સિંધુ ખીણ સંસ્કૃતિના લોથલ બંદરની વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરાશે. જે ભારતનું સૌથી મોટું મેરિટાઈમ મ્યુઝિયમ અને થીમ આધારિત ગેલેરી વિકસાવવામાં આવી રહી છે.


કોમનવેલ્થ ગેમ્સ (અમદાવાદ)

અમદાવાદ શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી શહેરમાં સ્પોર્ટ્સ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. હોટેલ, હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રમાં રોકાણ વધવાની તાતી સંભાવના છે.


ગુજરાતના આર્થિક વિકાસ પાછળના મુખ્ય આધારસ્તંભ કયા?

ગુજરાતનું અર્થતંત્ર માત્ર એક જ ક્ષેત્ર પર આધારિત નથી. રાજ્યમાં અનેક ઉદ્યોગો વિકાસના એન્જિન તરીકે કામ કરી રહ્યા છે. પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનેન્ટ્સ, ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ, ડાયમંડ કટિંગ અને પોલિશિંગ, રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રો રાજ્યનાં અર્થતંત્ર માટે બૂસ્ટર બન્યાં છે.

ગુજરાત કેમ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું?

ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિઓ, મજબૂત રોડ-રેલ્વે-પોર્ટ કનેક્ટિવિટી, વિશ્વસ્તરીય ઔદ્યોગિક ઝોન અને સ્કિલ્ડ વર્કર્સને કારણે ગુજરાત સ્થાનિક, વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક સ્થળોમાં સ્થાન ધરાવે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM