KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતમાં LPGનું 70 ટકા ઉત્પાદન સ્થાનિક સ્તરે જ કરવા હિલચાલ

સરકારે ખાનગી અને પીએસયુ રીફાઇનરીઓને LPGનું ઉત્પાદન વધારવા માટેના રસ્તાઓ શોધવા આદેશ આપ્યો છે.

KuberaNow
desk@kuberanow17 Aug 2026
InstagramFacebookXLinkedIn
એલપીજીની આયાતમાં ઘટાડો કરવાનું કેન્દ્રનું ધ્યેય

નવી દિલ્હીઃ ભારતે હવે વૈશ્વિક LPG શોકથી બચવા માટે 70 ટકા ઉત્પાદન સ્થાનિક સ્તરે જ કરવાનો નિર્ણય કર્યો છે. તેના સંદર્ભમાં ભારત તેની દૈનિક 91 હજાર ટનની કુલ જરૂરિયાતના 63,810 ટનનું ઉત્પાદન સ્થાનિક ધોરણે કરશે. ભારત હાલમાં દૈનિક ધોરણે 35,900 ટન LPGનું ઉત્પાદન કરે છે. સરકારે જાહેર અને ખાનગી કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ LPGનું ઉત્પાદન વધારવાના રસ્તા શોધે, ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવે.

તેની સામે દેશની વપરાશ હાલમાં વર્ષે 33.2 મિલિયન ટન છે. જ્યારે દૈનિક ધોરણે તેની ક્ષમતા અંદાજે 91000 ટન થાય. તેની સામે સ્થાનિક ઉત્પાદન વાર્ષિક ધોરણે 13.1 મિલિયન ટન થાય. તેની સામે આયાત 21.3 મિલિયન ટન છે. સરકાર આયાત પરનું આ અવલંબન ઘટાડવા માંગે છે. આ બતાવે છે કે ભારત તેની LPGની 60 ટકા જરૂરિયાત આયાતથી પૂરી કરે છે. સરકાર આયાતની આ ટકાવારી અડધી કરવા માંગે છે.

તાજેતરમાં LPGના મોરચે કટોકટી સર્જાઈ હતી ત્યારે સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા દબાણ કરતાં આ ઉત્પાદન પ્રતિ દિન 55 હજાર ટનનો આંકડો વટાવી ગયું હતું. આના પરથી સરકારને અંદાજ આવ્યો કે જો સરકારીની સાથે ખાનગી કંપનીઓની મદદ લેવામાં આવે તો સ્થાનિક સ્તરે એલપીજી ઉત્પાદનને વેગ મળી શકે તેમ છે. આના પગલે સરકારે રીફાઇનરીઓને વધુ એલપીજી ઉત્પાદન કરવાનો આદેશ આપ્યો છે. તે માટે દરેકને ક્વોટા પણ ફાળવવામાં આવ્યો છે.

મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું હતું કે બધા જાહેર અને ખાનગી રીફાઇનરીઓએ દર છ મહિના તેના ઉત્પાદનના શેડ્યુલની સમીક્ષા કરવી પડશે. એલપીજી સ્ટોરેજ, વિતરણ અને પરિવહન માટે પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવું પડશે. સરકારે જરૂર પડ્યે રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા અને ઇનપુટ સ્ટ્રીમના અન્ય ઉપયોગો પર પ્રતિબંધ મૂકવાના અધિકારો પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે. નવું માળખુ દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ અપડેટ કરવામાં આવશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM