ગ્રાહકને ફક્ત ખરીદી જ નહીં યાદગાર અનુભવ આપતો ફેશન ડિઝાઇનરનો નવો દિલ્હી સ્ટોર
નાણાકીય વર્ષ 2026માં સવ્યસાચી મુખર્જી બ્રાન્ડે ₹650 કરોડની આવક નોંધાવી હતી, જેમાં માત્ર જ્વેલરી બિઝનેસમાંથી જ ₹200 કરોડની આવક થઈ હતી.

Luxury Fashion Marketમાં હવે માત્ર પ્રોડક્ટ વેચવા ઉપરાંત ગ્રાહકને એક સંપૂર્ણ અને યાદગાર અનુભવ અપાવવાનો ટ્રેન્ડ વાયુવેગે આગળ વધી રહ્યો છે. આ બદલાતા રિટેલ મોડલ (Retail Model)નું ઉદાહરણ ફેશન ડિઝાઇનર સવ્યસાચીનું દિલ્હીના મેહરૌલીમાં શરૂ થયેલું નવું ફ્લેગશિપ સ્ટોર છે. મેહરૌલીમાં ધ સિટાડેલ, વન સ્ટાઈલ માઈલ (The Citadel, One Style Mile) ખાતે આવેલ સ્ટોર 26,000 ચોરસ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલું છે. નવા સ્ટોરમાં પરંપરાગત ફેશન, જ્વેલરી, એસેસરીઝ, આર્ટ અને હસ્તકલાને એક જ સ્થળે રજૂ કરવામાં આવ્યા છે.

સવ્યસાચી મુખર્જીએ લગભગ બે દાયકા બાદ સ્થાપિત કરેલી લક્ઝરી રિટેલનું વિસ્તરણ કર્યુ છે. ભારતમાં તેમના સ્ટોર કલકત્તા, મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને વિદેશમાં ન્યૂયોર્ક, દુબઈમાં આવેલા છે. અગાઉ ભારતમાં ફેશન રિટેલનો અનુભવ અગાઉ નાના બુટિક અને મલ્ટી-બ્રાન્ડ સ્ટોર સુધી વધુ સીમિત હતો. હવે તેનાથી અલગ સ્ટેન્ડઅલોન સ્ટોરનો અભિગમ અપનાવ્યો. એટલે કે જેમાં કપડાંની સાથે બ્રાન્ડની ડિઝાઇન, હસ્તકલા સહિતનો ગ્રાહકને અનુભવ થશે.
ઓનલાઈન શોપિંગના યુગમાં ફિઝિકલ સ્ટોર કેમ મહત્વનો?
ડિજિટલ શોપિંગ અને ઈ-કોમર્સના વધતા પ્રભાવ વચ્ચે લક્ઝરી બ્રાન્ડ્સ માટે ફિઝિકલ સ્ટોરની ભૂમિકા બદલાઈ રહી છે. સ્ટોરને રૂમ, કોરિડોર અને નાના સ્પેસના સ્વરૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફેશન સાથે આર્ટ, ડિઝાઇન અને ક્રાફ્ટને સતત જોડવામાં આવ્યા છે. આ પ્રકારનાં રિટેલ પ્રીમિયમ બ્રાન્ડને ગ્રાહક સાથે લાંબા સમય સુધી સંબંધ જળવાઈ રહે તે માટે મહત્વનું સાધન બની રહે છે. સ્ટોરના ઇન્ટિરિયરમાં જૂના જમાનાનાં રેલવે કોચ, સ્ટીમશિપ, કાશ્મીરની હાઉસબોટ અને ખાનગી કેબિન જેવા સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે બ્રાન્ડની સ્ટોરીટેલિંગ સ્ટ્રેટેજીનો એક ભાગ છે.

સવ્યસાચી મુખર્જીની આવક
નાણાકીય વર્ષ 2026માં સવ્યસાચી મુખર્જી બ્રાન્ડે ₹650 કરોડની આવક નોંધાવી હતી, જેમાં માત્ર જ્વેલરી બિઝનેસમાંથી જ ₹200 કરોડની આવક થઈ હતી. હવે બ્રાન્ડ રેડી-ટુ-વેર ફેશન ક્ષેત્રે પણ વિસ્તરણ કરી રહ્યું છે અને વૈશ્વિક સ્તરની બ્રાન્ડ્સ સાથે કોલેબોરેશન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. ₹500 કરોડનું ફેશન સામ્રાજ્ય ઊભું કરનાર આ બ્રાન્ડનું લક્ષ્ય 2030 સુધીમાં આશરે ₹17,000 કરોડનું મૂલ્યાંકન હાંસલ કરવાનું છે. જેમાં આદિત્ય બિરલા ફેશન અને રિટેલ લિમિટેડએ વર્ષ 2021માં ₹398 કરોડમાં બ્રાન્ડમાં 51% હિસ્સો ખરીદ્યો હતો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
