KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

‘આવારાપન 2’ની કમાણીનો ગ્રાફ ઉપર, ફિલ્મ ₹200 કરોડની રેસમાં પહોંચશે?

‘આવારાપન 2’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી બાદ હવે ‘ટોક્સિક’નો પડકાર

KuberaNow
desk@kuberanow21 Aug 2026
InstagramFacebookXLinkedIn
Aavaarapan 2
Awarapan 2AI Generated Image

હિન્દી ફિલ્મ અભિનેતા ઇમરાન હાશ્મીની રોમાન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ ‘આવારાપન 2’ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં આગળ વધી રહી છે. ફિલ્મના રિલીઝના એક અઠવાડિયા બાદ પણ ફિલ્મની કમાણીનો ગ્રાફ સતત આગળ વધી રહ્યો છે. ટ્રેડ ટ્રેકર સેકનિલ્કના આંકડા પ્રમાણે ઈમરાન હાશ્મી અભિનિત ફિલ્મે સાતમા દિવસે ભારતમાં અંદાજીત ₹6 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું સ્થાનિક કુલ કલેક્શન ₹113.50 કરોડે પહોંચી ગયું, જ્યારે વિશ્વભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં ₹161.67 કરોડની કમાણી કરી છે.


Aavaarapan 2



ઈમોશનલ, ઉત્તેજીત કરનારી અને મનોરંજન પૂરૂ પાડતી ‘આવારાપન 2’ની શરૂઆત પણ ધમાકેદાર રહી હતી. પ્રથમ દિવસે ફિલ્મે ₹22 કરોડ, બીજા દિવસે કલેક્શન ₹33.75 કરોડ થયું, જ્યારે રવિવારનાં દિવસે ફિલ્મે આશરે ₹26 કરોડની કમાણી કરી હતી. ચોથા અને પાંચમા દિવસે ₹9 કરોડથી વધુની કમાણી કરી હતી. જ્યારે બુધવારે ₹6.75 કરોડ સાથે કલેક્શનમાં ઘટાડો, ગુરુવારે ₹6 કરોડ થયું.  ફિલ્મમાં દિશા પટણી, શબાના આઝમી, પૂરણ ગબ્બી પણ છે. સાતમા દિવસે ફિલ્મના કલેક્શનમાં અગાઉ કરતા 11.1% જેટલો ઘટાડો નોંધાયો હતો. જ્યારે વિદેશમાં અંદાજે ₹1 કરોડનું કલેક્શન સાથે તેનું કુલ વિદેશ ₹26.30 કરોડ થયું છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેના શોની સંખ્યા પણ સતત વધી રહી છે. સાતમા દિવસે ભારતમાં ફિલ્મના 10,832 શો યોજાયા હતા અને કુલ ઓક્યુપન્સી 15.25% રહી હતી. રિલીઝના પ્રથમ દિવસની સરખામણીમાં છેલ્લા એક અઠવાડિયામાં ફિલ્મે 1,800થી વધુ વધારાના શો મેળવ્યા છે. દિલ્હી-NCRમાં 1,100થી વધુ શો સાથે 15.3% અને મુંબઈમાં 800થી વધુ શો સાથે 14.3% ઓક્યુપન્સી નોંધાઈ હતી.


‘બટવારા 1947’ ધીમી ગતિમાં

‘આવારાપન 2’ સાથે રિલીઝ થયેલી સની દેઓલની ‘બટવારા 1947’ બોક્સ ઓફિસ પર જાદુ પાથરવામાં નિષ્ફળ જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. ફિલ્મનું અત્યાર સુધીનું વિદેશમાં કલેક્શન આશરે ₹47.62 કરોડ છે. શરૂઆતના દિવસે તેના લગભગ 8,700 શો હતા, જે હવે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


Aavaarapan 2



હવે નજર ‘ટોક્સિક’ પર

સ્વતંત્રતા દિવસની રજાઓનો લાભ ઉઠાવી ફિલ્મએ કમાણીની સુંદર શરૂઆત કરી હતી. આ અઠવાડિયાનાં અંતે ‘આવારાપન 2’ સામે મોટી ફિલ્મ ન હોવાથી કમાણીનો ગ્રાફ સતત આગળ વધે તેવી શક્યતા વધુ છે. જોકે, આગામી 26 ઓગસ્ટે દક્ષિણ ભારતની ફિલ્મનો ‘રોકિંગ સ્ટાર’ યશની ‘ટોક્સિક’ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસના કલેક્શનનાં આંકડામાં મોટો ફેરફાર થઈ શકે છે.


Aawarapan 2



‘આવારાપન 3’ આવશે?

બોલિવૂડમાં અભિનેતા ઈમરાશ હાશ્મીની ફિલ્મની સફળતા જોતા ચાહકોને આવારાપન 3ની આશા છે.  માહિતી મુજબ, ફિલ્મનાં સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાએ ‘આવારાપન 3’ અંગે સકારાત્મકતા દર્શાવી હતી. જોકે પ્રોડ્યુસર વિશેષ ભટ્ટ તરફથી હજુ કોઈ સત્તાવાર યોજના જાહેર કરવામાં આવી નથી. હવે ફિલ્મ ₹200 કરોડ તરફ કેટલી આગળ વધે છે તેનાં પર ફિલ્મ ટ્રેડ પંડિતો મીટ માંડીને બેઠાં છે.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM