KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Ola-Uberથી અલગ રસ્તો, ભારતમાં મુસાફરી માટે નવી ઓળખ બની ‘ભારત ટેક્સી’

ભારત ટેક્સી માત્ર નવી ટેક્સી એપ નથી. અહીં ડ્રાઇવરને ‘સારથી’ કહી માત્ર કમાણી કરવાનો નહીં પરંતુ સહકારી સંસ્થાના સભ્ય-માલિક તરીકે જોડવાનો પ્રયાસ છે. કમિશન-મુક્ત ભાડું, વધારાના અચાનક ભાડા વગરની વ્યવસ્થા, સામાજિક સુરક્ષા અને 2029 સુધી દેશવ્યાપી વિસ્તરણ આ બધું તેને પરંપરાગત એપ આધારિત ટેક્સી સેવાઓથી અલગ બનાવે છે.

KuberaNow
desk@kuberanow26 Aug 2026
InstagramFacebookXLinkedIn
bharat taxi
ભારતની સહકારી રાઇડ સેવા ‘ભારત ટેક્સી’AI GENERATED

ભારતમાં એપ પરથી ટેક્સી બુક કરવી હવે નવી વાત નથી. પરંતુ જો ટેક્સી ચલાવતો ડ્રાઇવર જ તે પ્લેટફોર્મનો હિસ્સેદાર હોય, તેના ભાડામાંથી કમિશન ન કપાતું હોય અને તેને કંપનીના નિર્ણયોમાં પણ ભાગ લેવાની તક મળે તો? ભારત ટેક્સીનો મૂળ વિચાર આ જ છે. 6 જૂન 2025ના રોજ સ્થાપિત ભારત ટેક્સી પોતાને ભારતનું પ્રથમ સહકારી આધારિત એપ ટેક્સી પ્લેટફોર્મ રજૂ કરે છે. 25 જુલાઈ 2026 સુધીમાં તેની સાથે લગભગ 8 લાખ નોંધાયેલા ડ્રાઇવર અને 41 લાખ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે.


ભારત ટેક્સી શું છે?

ભારત ટેક્સીની સ્થાપના 6 જૂન 2025ના રોજ Multi-State Co-operative Societies Act, 2002 હેઠળ થઈ હતી. તેના સ્થાપક સભ્યોમાં NCDC, IFFCO, NABARD, KRIBHCO, અમૂલ, NAFED, NDDB અને NCEL જેવી મોટી સહકારી અને વિકાસ સંસ્થાઓ સામેલ છે. આ પ્લેટફોર્મમાં ડ્રાઇવરને ‘સારથી’ કહેવામાં આવે છે અને મૂળ વિચાર છે ‘સારથી હી માલિક’. એટલે જે ડ્રાઇવર પ્લેટફોર્મ પર રાઇડ કરે છે તેને સહકારી સંસ્થાનો સભ્ય બની તેના વિકાસ અને નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળે છે.


ડ્રાઇવર માટે સૌથી મોટો ફેરફાર શું?

ભારત ટેક્સીનું સૌથી મહત્વનું આકર્ષણ તેનું શૂન્ય કમિશન મોડલ છે. સામાન્ય રીતે એપ આધારિત ટેક્સી વ્યવસાયમાં દરેક રાઇડના ભાડામાંથી પ્લેટફોર્મ પોતાનો હિસ્સો લે છે. ભારત ટેક્સીના મોડલમાં સારથીને રાઇડનું સંપૂર્ણ ભાડું રાખવાની તક મળે છે અને પ્લેટફોર્મ સબ્સ્ક્રિપ્શન આધારિત રીતે ચાલે છે. ભારત ટેક્સી મુજબ સહકારી સંસ્થાની આવકમાંથી 20% રકમ સારથીઓની મૂડી તરીકે જમા થાય છે, જ્યારે બાકીની 80% રકમ સારથીઓએ ચલાવેલા કિલોમીટરના આધારે વહેંચવામાં આવે છે.


સારથી પણ બની શકે માલિક

ભારત ટેક્સીના સહકારી માળખામાં સારથી શેર ખરીદીને સભ્ય બની શકે છે. દરેક શેરની કિંમત ₹100 છે અને સારથી ₹500ના શેર ખરીદીને સહકારી સંસ્થાનો સભ્ય બની શકે છે. તે પછી તેને માત્ર આર્થિક ભાગીદારી જ નહીં, પરંતુ સંસ્થાની નીતિ અને કામગીરીમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સારથી સભ્યો માટે પ્રતિનિધિત્વની વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે ભારત ટેક્સીનો પ્રયાસ ડ્રાઇવરને માત્ર ‘Gig Worker’ તરીકે નહીં પરંતુ લાંબા ગાળાના ભાગીદાર તરીકે જોવાનો છે.


મુસાફર માટે શું અલગ છે?

ભારત ટેક્સી Surge Pricing વગરની સેવા આપવાનો દાવો કરે છે. એટલે માંગ વધે ત્યારે માત્ર એ કારણથી અચાનક ભાડું ખૂબ વધી જાય તેવી પદ્ધતિ રાખવામાં આવી નથી. રાઇડ શરૂ કરતાં પહેલાં અંદાજિત ભાડું બતાવવામાં આવે છે અને અલગ Platform Fee અથવા Convenience Charge ન લેવાની વાત પણ કરવામાં આવી છે.


ગુજરાત સહિત અનેક શહેરોમાં સેવા

ભારત ટેક્સી હાલમાં દિલ્હી-NCR, ગુજરાત, લખનઉ, ચંદીગઢ, મુંબઈ, જયપુર, કાનપુર અને પુણે સહિતના વિસ્તારોમાં કાર્યરત છે. જયપુરમાં જ 25 જુલાઈ 2026 સુધી 30 હજારથી વધુ સારથી અને લગભગ 7 લાખ ગ્રાહકો જોડાયા હતા. આગામી સમયમાં રાંચી, પટણા, ગુવાહાટી, ભોપાલ, કોલકાતા, ઈન્દોર અને નાગપુર જેવા શહેરોમાં પણ સેવા શરૂ કરવાની યોજના છે. ભારત ટેક્સીનું મોટું લક્ષ્ય 2029 સુધી સમગ્ર દેશમાં હાજરી બનાવવાનું છે.


ટૂંકી મુસાફરીથી લઈને લાંબી મૂસાફરી માટેનું એક જ પ્લેટફોર્મ

ભારત ટેક્સી માત્ર સામાન્ય કૅબ સેવા પૂરતી મર્યાદિત નથી. પરંતુ તેના પ્લેટફોર્મ પર

  • બાઇક ટેક્સી
  • ઓટો
  • ઇકોનોમી કૅબ
  • પ્રીમિયમ સેડાન
  • SUV
  • રેન્ટલ
  • શહેર બહારની મુસાફરી
  • અગાઉથી નક્કી કરેલી રાઇડ

જેવા વિકલ્પ ઉપલબ્ધ છે. એટલે ટૂંકી મુસાફરીથી લઈને લાંબી મુસાફરી સુધી અલગ જરૂરિયાત માટે એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાય છે.


મહિલાઓ માટે ‘સારથી દીદી’

મહિલા મુસાફરો માટે ભારત ટેક્સીએ ‘સારથી દીદી’ સુવિધા શરૂ કરી છે.આ સુવિધામાં મહિલા મુસાફર મહિલા ડ્રાઇવર દ્વારા ચલાવવામાં આવતી રાઇડ પસંદ કરી શકે છે. મહિલાઓને પરિવહન ક્ષેત્રમાં રોજગાર આપવા માટે ‘બાઇક દીદી’ પહેલ પણ શરૂ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026 સુધી 150થી વધુ મહિલા ડ્રાઇવર આ પહેલ સાથે જોડાઈ હતી.


ડ્રાઇવર માટે વીમા અને આરોગ્ય સહાય

ભારત ટેક્સી સારથીઓને e-Shram પોર્ટલ પર નોંધણી કરવામાં પણ મદદ કરે છે. પાત્ર સારથી અને તેમના પરિવારને Ayushman Bharat-PMJAY હેઠળ ₹5 લાખ સુધીની સારવારનો લાભ મળી શકે છે. આ ઉપરાંત IFFCO Tokio દ્વારા ₹5 લાખનું વ્યક્તિગત અકસ્માત વીમા કવર નજીવા દરે ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા છે. Paytm સાથેની ભાગીદારીથી સારથીઓ અને તેમના પરિવારો માટે આરોગ્ય વીમાને ટેકો આપવાની પણ યોજના છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM