BRICS Summit 2026 : હવે નિયમો માનનાર નહીં, નિયમો બનાવનાર બને ગ્લોબલ સાઉથ : પીએમ મોદી
BRICS Summit : ગ્લોબલ ગવર્નન્સમાં સુધારા માટે 10 પ્રસ્તાવ તૈયાર કરવા બ્રિક્સ દેશોને વડાપ્રધાન મોદીની હાકલ

BRICS Summit 2026 : ભારતના યજમાનપદે રાજધાની નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે 18મી બ્રિક્સ સમિટની બેઠક શરૂ થઈ ગઈ છે. બે દિવસના આ શિખર સંમેલનમાં બ્રિક્સ સભ્ય દેશો અને પાર્ટનર દેશોના નેતા ભાગ લઈ રહ્યા છે. આ સિવાય આઉટરીચ માટે આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ પણ સંમેલનમાં જોડાયા છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એઆઈ, સાયબર સ્પેસ, આઉટર સ્પેસ, બાયો ટેક્નોલોજી અને ક્રિટિકલ ટેક્નોલોજી ભવિષ્યની તકો સાથે વૈશ્વિક નિયમો પણ નિશ્ચિત કરી રહ્યા છે. એવામાં ગ્લોબલ સાઉથની સમાન ભાગીદારી જરૂરી છે. બ્રિક્સ મારફત ગ્લોબલ સાઉથના યુવાન રાજદ્વારીઓ અને નીતિ ઘડનારાને નેગોશિએશન્સ સ્કીલ્સ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને લીગલ એક્સપર્ટાઈઝ આપી શકાય છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ સાઉથે હવે બીજાએ બનાવેલા નિયમોનો અમલ કરનારા નહીં પરંતુ નિયમો બનાવનારા બનવું પડશે.
વૈશ્વિક આર્થિક ગવર્નન્સમાં સાઉથ ગ્લોબલની યોગ્ય ભૂમિકા જરૂરી
વડાપ્રધાન નરેન્દર મોદીએ કહ્યું કે, આજે યુનાઈટેડ નેશન્સ ડે ફોર સાઉથ-સાઉથ કો-ઓપરેશન છે અને ગ્લોબલ સાઉથને સમર્પિત આ દિવસે એવો નિર્ણય વિશેષ મહત્વ રાખે છે. ભારત આ વિષયમાં નેતૃત્વ લેવા માટે તૈયાર છે. આપણું ભવિષ્ય સંયુક્ત છે તો તેના નિર્માણનો અધિકાર પણ સંયુક્ત હોવો જોઈએ. આ જ બ્રિક્સ ટ્વેન્ટીનો સંકલ્પ હોવો જોઈએ. નાણાકીય સંસ્થાઓમાં વોટિંગ પાવર, નેતૃત્વની ભૂમિકા અને પોલિસી પ્રાયોરિટીઝ આજની આર્થિક હકીકતના આધારે હોવી જોઈએ. જે દેશ વૈશ્વિક અર્થતંત્રને ગતિ આપે છે તેમને વૈશ્વિક આર્થિક ગવર્નન્સને દિશા આપવામાં પણ યોગ્ય ભૂમિકા મળવી જોઈએ. વૈશ્વિક સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ત્યારે જ જળવાઈ રહેશે જ્યારે તેઓ સમસ્યાઓનો અસરકારક ઉકેલ લાવી શકે. સામૂહિક પ્રતિક્રિયાની સ્પીડ, સ્કેલ અને લાસ્ટ માઈલ ઈમ્પેક્ટ પર ધ્યાન આપવું પડશે.
દુનિયામાં નિર્ણયો લેવામાં ગ્લોબલ સાઉથની ભૂમિકા મર્યાદિત
પીએમ મોદીએ ઉમેર્યું કે, મિત્રો બ્રિક્સને મજબૂત બનાવતા આપણે વૈશ્વિક સુધારાની દિશા પણ નિશ્ચિત કરવી પડશે. ગ્લોબલ ગવર્નન્સનું વર્તમાન માળખું એક પિરામિડ સમાન છે. તેના ઉપરના ભાગમાં તાકાત અને નિર્ણયો લેવાની શક્તિ કેન્દ્રિત છે જ્યારે નીચેના ભાગમાં એવા દેશો છે જેમના પર આ નિર્ણયોની અસર થતી હોય છે, પરંતુ આ નિર્ણયોને આકાર આપવામાં તેમની ભૂમિકા મર્યાદિત હોય છે. ગ્લોબલ સાઉથ આજે વૈશ્વિક સંકટોનો આગળથી સામનો કરી રહ્યું છે, પરંતુ નિર્ણયો લેવાની પ્રક્રિયામાં તેને પાછળ રખાય છે.આપણે આ પિરામિડને પ્રિવિલેજના પ્લેટફોર્મથી ભાગીદારીના પ્લેટફોર્મમાં બદલવું પડશે જ્યાં દરેક દેશનો અવાજ હોય અને દરેક સભ્યની ભાગીદારી હોય.
20 વર્ષ માટે નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવું પડશે
વડાપ્રધાને બ્રિક્સના નેતાઓને સંબોધિત કરતા કહ્યું કે, આપણે વૈશ્વિક મંચ પર પોતાના કામને નક્કર પરિણામોથી બદલવા પડશે. આગામી 20 વર્ષ માટે આપણે એક નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવું પડશે. તેની શરૂઆતમાં આપણે પોતાની કામ કરવાની રીતથી કરવી પડશે. બ્રિક્સનું અધ્યક્ષપદ બદલાતું રહે છે, પરંતુ તેના કારણે સંસ્થાગત પ્રવૃત્તિઓ અટકતી નથી. તેઓ બ્રિક્સ કોમ્યુનિટી કન્ટીન્યુટી એન્ડ ઈમ્પિલમેન્ટેશન મિકેનિઝમનો પ્રસ્તાવ રજૂ કરે છે,જેના હેઠળ ટ્રોયકા મારફત બધી જ પહેલો અને પરિણામોનું ફોલોઅપ કરાશે. એક સુરક્ષિત ડિજિટલ રિપોઝિટરી બનાવી શકાશે, જેમાં પ્રત્યેક નિર્ણયો સાથે નોડલ પોઈન્ટ, સમય મર્યાદા અને તેને લાગુ કરવાની સ્થિતિ નોંધી શકાશે.
ભારતા અધ્યક્ષપદે 25થી વધુ શહેરોમાં 350થી વધુ બેઠકો
બ્રિક્સ સમિટની બે દિવસના સંમેલન પહેલાં ભારતના અધ્યક્ષપદે આ વર્ષે 25થી વધુ શહેરોમાં 350થી વધુ બેઠકો અને ઉચ્ચસ્તરીય કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે. આ બેઠકો મારફત બ્રિક્સની રણનીતિક ભાગીદારીને રાજકીય અને સુરક્ષા, આર્થિક તથા નાણાકીય તથા સાંસ્કૃતિક અને લોકો વચ્ચે સંપર્ક જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધવા પર ભાર મૂકાયો છે. હવે શિખર સંમેલનમાં વ્યાવહારિક અને વિકાસ સંબંધિત પરિણામો સાથે સહયોગને આગળ વધારવા પર ફોકસ રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
