KuberaNowLogo
Saturday, 29/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

CNGના ભાવમાં ફરી ઉછાળો, દિલ્હીમાં પ્રતિ કિલો ₹3.89નો વધારો

Indraprastha Gas Limitedએ 29 ઓગસ્ટથી CNGના ભાવમાં ₹3.89 પ્રતિ કિલોનો વધારો કર્યો છે. દિલ્હીમાં નવો ભાવ ₹86.98 પ્રતિ કિલો થયો છે, જ્યારે Noida-Ghaziabadમાં ₹95.59 પ્રતિ કિલો થયો છે.

KuberaNow
desk@kuberanow29 Aug 2026
InstagramFacebookXLinkedIn
cng
Delhi-NCRમાં CNGનો મોટો ભાવવધારો, પ્રતિ કિલો ₹3.89નો ઝટકોAI GENERATED IMAGE

Delhi-NCRમાં CNG વાહનચાલકો માટે ઈંધણ ખર્ચ ફરી વધ્યો છે. Indraprastha Gas Limited (IGL)એ CNGના ભાવમાં ₹3.89 પ્રતિ કિલોનો વધારો કર્યો છે, જે 29 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. વધારા બાદ દિલ્હીમાં CNGનો ભાવ ₹86.98 પ્રતિ કિલો થયો છે, જે અગાઉ ₹83.09 હતો.


અન્ય શહેરોમાં કેટલો ભાવ?

Noida અને Ghaziabadમાં CNGનો નવો ભાવ ₹95.59 પ્રતિ કિલો થયો છે. Meerutમાં ₹95.47, Gurugramમાં ₹92.01, Rewariમાં ₹91.59 અને Kanpurમાં ₹98.31 પ્રતિ કિલો ભાવ થયો છે. અલગ-અલગ રાજ્યોમાં VAT અને transportation cost જુદા હોવાથી CNGના ભાવમાં પણ તફાવત રહે છે.


આ વર્ષે પાંચમી વખત વધારો

2026માં CNGના ભાવમાં આ પાંચમો વધારો છે. મે મહિનામાં IGLએ ચાર તબક્કામાં કુલ ₹6 પ્રતિ કિલોનો વધારો કર્યો હતો. હવે ઓગસ્ટના ₹3.89ના વધારા સાથે આ વર્ષની કુલ વધારાની અસર વધુ વધી છે.


LNGના ભાવ બમણા થયા

અહેવાલ મુજબ West Asiaમાં તણાવ વધ્યા બાદ international natural gas pricesમાં મોટો વધારો થયો છે. Asia-JKM LNG benchmark ફેબ્રુઆરીમાં આશરે $11 પ્રતિ MMBTU હતો, જે ઓગસ્ટમાં વધીને લગભગ $23.4 પ્રતિ MMBTU થયો છે. European TTF benchmark પણ આશરે $11.3થી વધીને $23.3 પ્રતિ MMBTU સુધી પહોંચ્યો છે. Imported LNG મોંઘી થતાં city gas distribution companiesનો input cost વધ્યો છે, જેનો એક ભાગ ગ્રાહકો સુધી પહોંચ્યો છે.


મુસાફરી અને માલવહન ખર્ચ પર અસર

CNGના ભાવ વધવાથી auto, taxi, school bus અને વ્યાવસાયિક પરિવહન સંચાલકોનોસંચાલન ખર્ચ વધી શકે છે. જો ઊંચા ભાવ લાંબા સમય સુધી યથાવત રહે તો મુસાફરી ભાડા અને માલ-સામાનના પરિવહનના ખર્ચ પર પણ દબાણ આવી શકે છે.



અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ રિઝર્વ પર ટ્રમ્પનો દાવો, USને મળી શકે 55% હિસ્સો

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Jioના ₹37,000 કરોડના IPOને SEBIની મંજૂરી, બની શકે ભારતનો સૌથી મોટો IPO
  2. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  3. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ
  2. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  3. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  4. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM