Dhanteras Gold Silver Sales : ધનતેરસે તૂટ્યા ખરીદીના રેકોર્ડ? સોના-ચાંદીનું વેચાણ રૂ. 66,000 કરોડ, કુલ કારોબાર ₹1.25 લાખ કરોડને પાર થવાનો અંદાજ
ધનતેરસના દિવસે દેશભરના બજારોમાં ખરીદીનો જોરદાર માહોલ જોવા મળ્યો છે. વેપારી સંગઠન કેટ મુજબ કિંમતી ધાતુઓના ભાવમાં તાજેતરના ઘટાડાએ ગ્રાહકોનો ઉત્સાહ વધાર્યો, હળવા વજનના ઘરેણાં, પરંપરાગત જ્વેલરી અને ચાંદીના સિક્કાની ખરીદીમાં ખાસ રસ જોવા મળ્યો. ઓટોમોબાઈલ, વાસણ, ઈલેક્ટ્રોનિક્સ અને સ્થાનિક બજારોમાં પણ ભારે ભીડ રહી.

આ વર્ષે ધનતેરસ પર સમગ્ર દેશમાં ખરીદીમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે ખરીદીના પાછલા બધા રેકોર્ડ તૂટી શકે છે. દેશમાં ધનતેરસના પ્રસંગે કુલ કારોબાર રૂ. 1.25 લાખ કરોડથી વધુ રહેવાનો અંદાજ છે. તેમાં એકલા સોના અને ચાંદીનું વેચાણ રૂ. 66,000 કરોડથી વધુ રહેવાની અપેક્ષા છે. સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે ત્યારે બંને કિંમતી ધાતુઓની ખરીદીમાં ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો છે. સરાફા બજારથી લઈને ઓટોમોબાઈલ, વાસણ અને ઈલેક્ટ્રોનિક્સ બજારો સુધી ખરીદારોની ભારે ભીડ જોવા મળી રહી છે.
વ્યાપારિક સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) મુજબ દેશમાં ધનતેરસના પ્રસંગે કુલ કારોબાર રૂ. 1.25 લાખ કરોડથી વધુ થયો હોવાનો અંદાજ છે. આ ખરીદી ભારતીય ગ્રાહકોના વધતા વિશ્વાસ, ખરીદીની વધતી ક્ષમતા અને દેશના ઘરેલુ રીટેલ બજારમાં આવેલી નવી તેજી બતાવે છે. કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ધનતેરસ પર રૂ. 1.25 લાખ કરોડથી વધુના અંદાજિત કારોબારનો આંક દેશમાં વધતા ગ્રાહકોના વિશ્વાસ, ઘરેલુ બજારોની મજબૂતી અને ભારતીય સમાજની વધતી આકાંક્ષાઓનું સ્પષ્ટ પ્રમાણ છે.
સોના-ચાંદીની ખરીદી પર સૌથી વધુ ભાર
ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરા મુજબ દેશભરમાં એકલા સોના અને ચાંદીનો કારોબાર રૂ. 66,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ છે. કિંમતી ધાતુઓના ઊંચા ભાવ છતાં ગ્રાહકોમાં સોના-ચાંદીની ખરીદી અંગે ઉત્સાહ બની રહ્યો છે. વિશેષરૂપે હળવા વજનના ઘરેણાં, પારંપરિક ઘરેણાં અને ચાંદીના સિક્કાની ખરીદી પર ભાર રહ્યો. આ સિવાય શુભ પ્રસંગે રોકાણ માટે પણ લોકોએ સોના-ચાંદીની ખરીદીને પ્રાથમિક્તા આપી હતી. વેપારીઓ મુજબ આ વર્ષે મુંબઈ મહાનગર ક્ષેત્ર (એમએમઆર)માં સોના-ચાંદીનો અંદાજે રૂ. 6,500 કરોડનો કારોબાર થયા હોવાની સંભાવના છે જ્યારે કુલ કારોબાર રૂ. 9,500 કરોડ થયો હોઈ શકે છે. દિલ્હીના સર્રાફા બજારોમાં રૂ. 10,000 કરોડથી વધુનો કારોબાર નોંધાયો છે.

પારંપરિક બજાર તહેવારોની ખરીદીના મુખ્ય કેન્દ્ર બન્યા
આ વખતે ખરીદીનો ઉત્સાહ માત્ર મોટા શોપિંગ મોલ અને આધુનિક રિટેલ સ્ટોર સુધી મર્યાદિત નથી રહી. સમગ્ર દેશના પારંપરિક બજારો, જ્વેલરી બજારો, વાસણ બજારો, ઓટોમોબાઈલ શોરૂમ, ઈલેક્ટ્રોનિક્સ બજારો તથા સ્થાનિક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી. આ બજારોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ખરીદી થઈ. કેટના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે કહ્યું કે, ભારતીય ઉત્પાદનો પ્રત્યે વધતું આકર્ષણ ગ્રાહકો અને દેશના ઘરેલુ વેપારીક ક્ષેત્ર વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરે છે. તેનાથી તહેવારોની ખરીદી મારફત રોજગારની તકો વધી છે અને સ્વદેશી ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
ગયા વર્ષે 6.05 લાખ કરોડનો થયો હતો કારોબાર
કેટ મુજબ ગયા વર્ષે દેશમાં તહેવારોની મોસમમાં અંદાજે રૂ. 6.05 લાખ કરોડનો કારોબાર થયો હતો, તેમાં રૂ. 5.40 લાખ કરોડના કારોબાર જેટલા સામાનનું વેચાણ થયું હતું અને અંદાજે 65,000 કરોડ રૂપિયાનો કારોબાર સેવાઓમાં થયો હતો. આ વખતે તહેવારોની મોસમમાં સેવા ક્ષેત્રનો કારોબાર રૂ. 80,000 કરોડથી લઈને રૂ. 1 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. તેમાં પરિવહન, લોજિસ્ટિક્સ, હોટેલ, પ્રવાસન, ખાણીપીણી અને ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા કારોબારનો સમાવેશ થાય છે.
રત્ન અને આભૂષણ ક્ષેત્રની આયાત-નિકાસનો દેખાવ પણ મજબૂત
રત્ન અને આભૂષણ ક્ષેત્રના દેખાવ અંગે માહિતી આપતા એઆઈજેજીએફે કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસ (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) દરમિયાન આ ક્ષેત્રમાં આયાત અને નિકાસની સ્થિતિ પણ મજબૂત રહી. આ સમયમાં રૂ. 1,82,995 કરોડના સોના અને રૂ. 22,923 કરોડના ચાંદીની આયાત થઈ. બીજીબાજુ સાદા અને જડતર સોનાના તૈયાર આભૂષણોની નિકાસ રૂ. 59,266 કરોડ રહી જ્યારે ચાંદીના તૈયાર આભૂષણોની નિકાસ રૂ. 6,909 કરોડ નોંધાઈ હતી.
એઆઈજેજીએફે કહ્યું કે, રૂપિયામાં કારોબાર વધવાની સાથે સોના-ચાંદીના વાસ્તવિક વેચાણની માત્રા, કારીગરોને મળનારા નવા ઓર્ડર અને આભૂષણ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય કારોબારોની પ્રવૃત્તિઓને જોવી પણ જરૂરી છે. તેનાથી આ ક્ષેત્રના કુલ દેખાવનો વધુ સારો અંદાજ મળી શકે છે. ફેડરેશન મુજબ ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણનો રૂ. 66,000 કરોડનો આંકડો હાલ માત્ર એક અંદાજ છે. કારોબારના અંતિમ આંકડા ખરીદીની ઝડપ અને કિંમતી ધાતુઓની કિંમત પર નિર્ભર કરશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Raha Kapoor Property: રાહાને વારસામાં ₹250 કરોડનો બંગલો, બોલિવૂડની સૌથી ધનિક 'સ્ટાર કિડ'માંની એક

Ramayana vs Jailer 2 Box Office: ‘રામાયણ’ બે દિવસમાં ₹221 કરોડને પાર, ‘જેલર 2’ની ગતિ ધીમી

ઓછી કિંમત, દમદાર ફીચર્સ! જાણો 5 બેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન

Jioની દિવાળી ભેટ: 5 મહિના મળશે ફ્રી ઇન્ટરનેટ, માત્ર એક મિસ્ડ કૉલથી મેળવો આ બમ્પર ઑફરનો લાભ

Jio યુઝર્સ માટે બમ્પર ઓફર, 3 વર્ષ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ! જાણો ₹10,000 વાળા પ્લાનમાં શું મળશે ખાસ

કાર ડીલર્સને ‘ધન’તેરસ: વેચાણ 20% સુધી વધ્યું, મોબાઇલ-ટીવીની માંગ નબળી

રણબીરની 'રામાયણ'નો બોક્સ ઓફિસ પર ધમાકો: માત્ર 2 દિવસમાં 155 કરોડ પાર કરીને રચ્યો ઇતિહાસ






