KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ડોલર સામે રૂપિયાની દમદાર વાપસી! 93.5 પર પહોંચ્યો, 8 મહિનાની ટોચે!

રૂપિયો 48 પૈસાની તેજી સાથે 94ની નીચે પહોંચ્યો; નવેમ્બરમાં FIIએ ₹32,210 કરોડની ખરીદી કરી, ક્રૂડ સસ્તું થતાં પણ સપોર્ટ મળ્યો.

kuberanow deskPublished On : 6 Nov 2026
Rupeeee.png
AI Generated Image

રૂપિયો આજે ડોલરની સરખામણીમાં મજબૂત થયો છે. ગુરુવારની સરખામણીમાં તેમાં 48 પૈસાની તેજી જોવા મળી છે અને તે અંદાજે 8 મહિનાની ટોચે પહોંચ્યો છે. 22 એપ્રિલ પછી પહેલી વખત રૂપિયો પ્રતિ ડોલર 94ના સ્તરથી નીચે ઉતર્યો છે. રૂપિયાની આ તેજી વચ્ચે ડીબીએસ ગ્રુપ રિસર્ચે મોંઘવારી, વ્યાજદરો અને ક્રૂડ ઓઈલ અંગે તેનો મત આપ્યો છે. ડીબીએસના મત મુજબ ઓક્ટોબરમાં મોંઘવારી વધી શકે છે અને ડિસેમ્બરમાં આરબીઆઈ વ્યાજ દર ફરી વધી શકે છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાથી વ્યાજદરો અંગે બજારની ચિંતા આંશિક ઘટી છે.


નિષ્ણાતોનું કહેવું છે કે એફઆઈઆઈ તરફથી ભારતના શૅર બજારમાં શરૂ થયેલી ખરીદીથી પણ રૂપિયાને ટેકો મળ્યો છે. નવેમ્બરમાં હજુ સુધી એફઆઈઆઈ ભારતીય શૅરબજારમાં અંદાજે રૂ. 32,210.20 કરોડની ખરીદી કરી ચૂક્યું છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે એફઆઈઆઈની ખરીદી એટલે કેડોલરનું ભારતમાં આવવાની દૃષ્ટિએ રૂપિયાની માગ વધી જાય છે. તેનાથી રૂપિયો મજબૂત બને છે.


ડોલર સામે 94ના સ્તરથી નીચે જવાનો અર્થ શું?

ડોલરની સરખામણીમાં રૂપિયાનો ભાવ બતાવે છે કે એક ડોલર ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. રૂપિયાનો ભાવ 94થી નીચે આવે છે તો એક ડોલર ખરીદવા માટે ઓછા રૂપિયા આપવા પડે છે. રૂપિયો મજબૂત થતા વિદેશથી સામાન મંગાવતી કંપનીઓને થોડી રાહત મળી શકે છે. ભારત ક્રૂડ ઓઈલ અનેઅન્ય વસ્તુઓ વિદેશમાંથી ખરીદે છે. તેની ચૂકવણી ડોલરમાં થાય છે. ડોલર સસ્તુ થવાથી એટલા જ ડોલર ખરીદવા માટે ઓછા રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. તેનો ફાયદો સામાન્ય લોકો સુધી ક્યારે અને કેટલો પહોંચે છે તે અનેક બાબતો પર નિર્ભર કરે છે.


રૂપિયામાં તેજીના કારણ

ઓઈલના ભાવમાં ઘટાડાથી બજારની ચિંતા ઘટી છે. ડીબીએસ મુજબ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા પછી બજારમાં વ્યાજદર ખૂબ જ ઝડપથી વધવાની ચિંતા ઘટી ગઈ છે. બજારમાં લોકો અંદાજ લગાવે છે કે આગળ વ્યાજ દર વધશે, ઘટશે કે સ્થિર રહેશે. આ દર નીચે આવે છે તો તેનો અર્થ વ્યાજદરમાં તિવ્ર વધારાની ચિંતા ઘટી છે.


ઓઈલના ભાવ ભારત માટે ખૂબ જ મહત્વના છે. ભારત વિદેશમાંથી વ્યાપક પ્રમાણમાં ઓઈલ ખરીદે છે અને તેના માટે ડોલરમાં ચૂકવણી કરે છે. ઓઈલ મોંઘું થાય તો ઓઈલ ખરીદવા માટે વધુ ડોલર આપવા પડે, જેથી ઓઈલ બિલ મોંઘું થાય છે. તેનાથી ડોલરની માગ વધી શકે છે અને રૂપિયા પર દબાણ આવી શકે છે. ઓઈલ સસ્તું થાય તો તેનાથી ખર્ચનું દબાણ આંશિક રીતે ઘટી શકે છે. આમ, ઓઈલના ભાવમાં ઘટાડો રૂપિયા માટે મદદરૂપ બની શકે છે.


આરબીઆઈ વ્યાજદર વધારી શકે

ડીબીએસનું માનવું છે કે ઓક્ટોબરમાં મોંઘવારી વધીને 6 ટકા થઈ શકે છે. ગયા મહિને તે 5.5 ટકા હતી. રિપોર્ટ મુજબ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધતા અને ગયા વર્ષના નીચા આંકડાની અસર મોંઘવારી પર જોવા મળી શકે છે. અનાજ, ખાદ્ય તેલ અને શાકભાજી જેવી વસ્તુઓના ભાવમાં વધારાના સંકેત પણ મળે છે. મોંઘવારી આરબીઆઈની નિશ્ચિત મર્યાદાથી ઉપરી સ્તર પાર કરી શકે છે. આ કારણે આરબીઆઈ ડિસેમ્બરમાં સતત બીજી વખત વ્યાજદર વધારી શકે છે.


મોંઘવારી અંગે મિશ્ર વલણની સંભાવના

ડીબીએસનું કહેવું છે કે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી કુલ મોંઘવારી વધી શકે છે, પરંતુ બીજીબાજુ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુના ભાવમાં નરમાઈ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર વિલંબથી થવાથી આંશિક રાહત પણ મળી શકે છે. રિપોર્ટ મુજબ કોર મોંઘવારી 4.5 ટકાથી 4.6 ટકા સુધી પહોંચી શકે છે. કોર મોંઘવારીનો અર્થ છે કેખાવા-પીવાની વસ્તુઓ અને ઈંધણના ભાવને અલગ રાખીને બાકીના સામાન અને સેવાઓના ભાવમાં થઈ રહેલા ફેરફારને જોવામાં આવે. જેમ કે, હોટેલ, સારવાર અથવા અન્ય સેવાઓના ભાવ વધે તો તેની અસર કોર મોંઘવારીમાં જોવા મળી શકે છે.


એટલે કે મોંઘવારી અંગે તસવીર સંપૂર્ણ રાહતવાળી નથી. શાકભાજી અને ખાદ્યતેલ જેવી વસ્તુઓથી ખિસ્સા પર દબાણ વધી શકે છે. બીજીબાજુ અન્ય વસ્તુઓમાં નરમાઈથી રાહત મળવાની શક્યતા છે. આ કારણે બજાર વ્યાજદરો અને મોંઘવારી અંગે નવા આંકડાની રાહ જોઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Festive Home Buying

Festive Season: તહેવારોની ઑફર, ફાઇનાન્સના વિકલ્પોથી હાઉસિંગ બજારને વેગ મળશે? ખરીદદારોની નજર ગુણવત્તા પર

Renewalbe energy

રીન્યુએબલ એનર્જી સમિટમાં 400 અબજ ડોલરના રોકાણની ખાતરી મળી

Ruppp.png

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

Renewable Energy

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

Healthcare

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTA

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

PMI

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

COLLECTION GST

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર