કપડાં ધોવા હવે બનશે વધુ મોંઘા! Surf Excel-Rinના ભાવ વધ્યા; જુઓ નવું રેટ લિસ્ટ
હિન્દુસ્તાન યુનિલિવરે કાચા માલના વધતા ખર્ચને કારણે લોકપ્રિય ડિટર્જન્ટ અને સાબુના ભાવમાં 11% સુધીનો વધારો ઝીંક્યો; ગૃહિણીઓના માસિક બજેટ પર પડશે સીધી અસર.

Detergent Price Hike: આજના સમયમાં ફુગાવો અને મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે, ત્યારે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જીવનજરૂરી અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં દેશની અગ્રણી એફએમસીજી (FMCG) કંપની હિન્દુસ્તાન યુનિલિવર (HUL) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે સામાન્ય માણસના ખિસ્સા પર વધુ એક સીધો ફટકો માર્યો છે. કંપનીએ તેની સૌથી લોકપ્રિય અને ઘર-ઘરમાં વપરાતી ડિટર્જન્ટ બ્રાન્ડ્સ જેવી કે સર્ફ એક્સેલ, રિન અને વ્હીલના ભાવમાં 11% સુધીનો તોતિંગ વધારો કરી દીધો છે. બજારમાં આવેલી નવી રેટ લિસ્ટ મુજબ, અલગ-અલગ પેકિંગના આધારે ડિટર્જન્ટ અને સાબુના ભાવમાં 1 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો ધરખમ વધારો નોંધાયો છે. આ ભાવવધારાની સૌથી મોટી અસર એવા પરિવારો પર પડશે, જેઓ કપડાં ધોવા માટે આ જાણીતી બ્રાન્ડ્સ પર નિર્ભર છે.
સર્ફ એક્સેલ બન્યું વધુ મોંઘું
HUL કંપનીએ અલગ-અલગ વજન ધરાવતા સર્ફ એક્સેલના પેક પર ભાવવધારો લાગુ કર્યો છે. ખાસ કરીને 1 કિલોના ક્વિક વોશ પેકમાં સૌથી વધુ 10 રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગ્રાહકોની જાણકારી માટે નવા અને જૂના ભાવનો તફાવત નીચે મુજબ છે:
ક્વિક વોશ (1 કિલો): જૂનો ભાવ ₹ 235 હતો, જે હવે વધીને ₹ 245 થયો છે.
ક્વિક વોશ (500 ગ્રામ): જૂનો ભાવ ₹ 123 હતો, જે હવે ₹ 128 ચૂકવીને મળશે.
ઇઝી વોશ (1 કિલો): જૂનો ભાવ ₹ 167 થી વધારીને ₹ 172 કરવામાં આવ્યો છે.
ઇઝી વોશ (500 ગ્રામ): જૂનો ભાવ ₹ 85 હતો, જેનો નવો ભાવ ₹ 87 થયો છે.
સર્ફ એક્સેલ બાર (250 ગ્રામ): કિંમત ₹ 42 થી વધીને ₹ 45 થઈ છે.
4 બારનું મલ્ટીપેક (200 ગ્રામ x 4): જૂનો ભાવ ₹ 145 હતો, જે હવે ₹ 155માં મળશે.
રિન અને વ્હીલ પાવડરના ભાવમાં પણ ભડકો
માત્ર પ્રીમિયમ બ્રાન્ડ જ નહીં, પરંતુ સામાન્ય વર્ગની પસંદગી ગણાતા રિન અને વ્હીલ ડિટર્જન્ટના ભાવ પણ વધ્યા છે. 500 ગ્રામ રિન પાવડરના ભાવમાં 2 રૂપિયા અને 1 કિલોના પેકમાં 3 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
રિન આલા (500 મિલી): જૂનો ભાવ ₹ 90 હતો, જે હવે ₹ 95 થયો છે.
રિન પાવડર (1 કિલો): ₹ 120 ની જગ્યાએ હવે ₹ 123 ચૂકવવા પડશે.
રિન પાવડર (500 ગ્રામ): ₹ 61 થી વધીને નવો ભાવ ₹ 63 થયો છે.
વ્હીલ પાવડર (1 કિલો): જૂનો ભાવ ₹ 90 હતો, જે હવે ₹ 93 થયો છે.
વ્હીલ પાવડર (500 ગ્રામ): ₹ 46 થી વધારીને ₹ 47 કરવામાં આવ્યો છે.

લોકપ્રિય સાબુના ભાવમાં પણ ઉછાળો
ડિટર્જન્ટ પાવડરની સાથે સાથે કંપનીએ નાહવાના સાબુની કિંમતોમાં પણ ફેરફાર કર્યો છે. એચયુએલ (HUL) ની જાણીતી પ્રોડક્ટ 'મોતી ગુલાબ' સાબુના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. 150 ગ્રામ વજન ધરાવતા આ સાબુની કિંમત અગાઉ 74 રૂપિયા હતી, જેમાં 8 રૂપિયાનો જંગી વધારો કરીને નવો ભાવ 82 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
કંપનીએ ભાવવધારા પાછળ શું કારણ આપ્યું?
ગ્રાહકોના મનમાં પ્રશ્ન ઊઠે કે અચાનક આ ભાવવધારો કેમ કરવામાં આવ્યો? આ અંગે કંપનીના મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. કાચા માલ (રો મટિરિયલ) ના ખર્ચમાં થયેલો સતત વધારો અને નફાના માર્જિન પર આવતા દબાણને સંતુલિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. એચયુએલના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પ્રિયા નાયરે અગાઉ જ આ અંગે સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બજારમાં કાચા માલના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને, કંપની પોતાના નફાને જાળવી રાખવા માટે જરૂરિયાત મુજબ પ્રોડક્ટ્સના ભાવમાં સંતુલિત વધારો કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચોઃ FD તોડવા જઈ રહ્યા છો? પહેલા જાણી લો પેનલ્ટી અને વ્યાજ કપાતનું આ નવું ગણિત
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

બોક્સ ઓફિસ પર 'રામાયણ'નું તોફાન: 5 દિવસમાં ₹663 કરોડ પાર, તૂટ્યો 'ધુરંધર'નો રેકોર્ડ

તમારું હોમ એપ્લાયન્સ બજેટ બગડશે: જાણો વ્હર્લપૂલના ઉત્પાદનો કેમ થયા મોંઘા

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં તત્કાલ ટિકિટ નહીં મળે: જાણો નવા નિયમો અને રિફંડ પોલિસી

પેન્શનરો સાવધાન: 30 નવેમ્બર પહેલા આ કામ નહીં કરો તો ડિસેમ્બરથી પેન્શન બંધ!

ખેડૂતો લોન કેમ નથી ભરી રહ્યા? બેંકોની વધી ચિંતા, જાણો ચોંકાવનારો રિપોર્ટ

Ramayana Box Office: ચાર દિવસમાં ₹500 કરોડ પાર, સોમવારના એડવાન્સ બુકિંગે વધારી રેકોર્ડની આશા

World's Highest Railway Station: ₹1.31 લાખ કરોડનાં ખર્ચે હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન બનવાની તૈયારી






