KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gem and Jewellery Exports : વૈશ્વિક બજારોમાં ચમકી ભારતીય જ્વેલરી, ઓગસ્ટમાં કુલ નિકાસ ₹21,945 કરોડને પાર

ઓગસ્ટમાં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 51.22 ટકાનો ઊછાળો જ્યારે કુલ જેમ અને જ્વેલરીની નિકાસ 3.14 ટકા વધીને 2.30 અબજ ડોલર રહી

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gem and Jewellery Exports
AI Generated Image

મુંબઈ : વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ અને સોનાના આસમાને આંબતા ભાવો વચ્ચે પણ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે ઓગસ્ટ ૨૦૨૬માં વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. વિદેશી ખરીદદારોમાં સામાન્ય સોનાના ઘરેણાંના બદલે હીરાજડિત (સ્ટડેડ) જ્વેલરી તરફ વળેલા ઝોકને પગલે ઓગસ્ટ ૨૦૨૬માં ભારતની કુલ નિકાસ વાર્ષિક ધોરણે ૩.૧૪ ટકા વધીને 2.30 અબજ ડોલર એટલે કે રૂ. 21,945.87 કરોડ પર પહોંચી ગઈ છે. ગત વર્ષે ઓગસ્ટ ૨૦૨૫માં આ નિકાસ 2.23 બિલિયન ડોલર (રૂ. 19,503.52 કરોડ) નોંધાઈ હતી, જે રૂપિયાના સંદર્ભમાં 12.52 ટકાનો વધારો દર્શાવે છે.


હીરાજડિત સોનાના આભૂષણોની નિકાસમાં 51.22 ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો, જે વધીને 24.285 કરોડ ડોલર (રૂ. 6,137.81 કરોડ) થઈ ગઈ છે. જેમાં અમેરિકા, યુએઈ, હોંગકોંગ, યુકે અને ફ્રાન્સમાં નિકાસ વધુ રહી છે. હીરા બજારમાં રિકવરીના સંકેત મળતા કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ દબાણ હેઠળ રહી હોવા છતાં, જથ્થાની દ્રષ્ટિએ નિકાસ થયેલા હીરાનો જથ્થો 12.94 લાખ કેરેટથી 3.23% વધીને 13.36 લાખ કેરેટ નોંધાયો છે જ્યારે મૂલ્યની રીતે નિકાસ 4.93% ઘટીને 924.51 મિલિયન ડોલર રહી હતી. ઓગસ્ટ 2025ના 12.94 લાખ કેરેટ સામે ઓગસ્ટ 2026માં નિકાસ વધીને 13.36 લાખ કેરેટ થઈ હતી, જે વૈશ્વિક સ્તરે હીરાની માંગ ફરી ખૂલવાના સંકેત આપે છે.


જુલાઈ 2026માં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 18.23 ટકા ઘટીને 876.40 મિલિયન ડોલર (રૂ. 8,397.82 કરોડ) રહી હતી. જ્યારે સાદી અને સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ 8.73 ટકા વધીને 1,040.87 મિલિયન ડોલર (રૂ. 9,972.09 કરોડ) નોંધાઈ હતી.


મોંઘા સોના અને ડ્યૂટી-ફ્રી ગોલ્ડની અછતને પગલે સોનાની સાદી જ્વેલરીની નિકાસ 23.90% ઘટીને 356.97 મિલિયન ડોલર થઈ હતી. જુલાઈથી ઓગસ્ટ વચ્ચે સોનાનો ભાવ પ્રતિ ટ્રોય ઔંસ 4,073.92 ડોલરથી 8.27% વધીને 4,410.89 ડોલર થયો હતો. જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર, ભારત માત્ર કાચો માલ કે છૂટા હીરા નિકાસ કરવાને બદલે વેલ્યુ-એડેડ ફિનિશ્ડ જ્વેલરી બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્થાનિક સ્તરે હીરા જડીને તૈયાર ઘરેણાં બનાવવાથી સ્થાનિક કારીગરી, વેલ્યુ એડેડ અને રોજગારીમાં સીધો ફાયદો થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓગસ્ટ સુધીના પાંચ મહિનામાં પણ કુલ નિકાસ 2.58% વધીને 11.47 અબજ ડોલર (રૂ. 1.09 લાખ કરોડ) રહી છે.


જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના જણાવ્યા અનુસાર, ભારતીય ઉદ્યોગમાં હવે કાચા કે છૂટા હીરાની નિકાસ કરવાને બદલે દેશમાં જ ફિનિશ્ડ જ્વેલરી તૈયાર કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. સ્થાનિક સ્તરે હીરાને દાગીનામાં જડીને વેચવાથી મેન્યુફેક્ચરિંગ ચેઈનમાં વધુ મૂલ્ય ઉમેરાય છે, જેનાથી દેશમાં રોજગારી અને આર્થિક ગતિવિધિઓને સીધો ટેકો મળી રહ્યો છે.


GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાનું નિકાસ પ્રદર્શન ભારતીય રત્ન અને આભૂષણ ઉદ્યોગની અનુકૂલનક્ષમતા અને ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. હીરાના નિકાસ જથ્થામાં સુધારો અને સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં થયેલો મજબૂત વધારો એ સાબિત કરે છે કે ભારત કિંમતી ધાતુઓ અને રત્નોને આકર્ષક તૈયાર જ્વેલરીમાં પરિવર્તિત કરી વૈશ્વિક સ્તરે વધુ મૂલ્ય મેળવી રહ્યું છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM