ભારતની Visa System થશે સરળ! કેટેગરી 13થી ઘટાડી 9 કરવાની તૈયારી
કેન્દ્ર સરકાર ભારતની Visa વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે મુખ્ય Visa કેટેગરીની સંખ્યા 13થી ઘટાડીને 9 કરવાની તૈયારી કરી રહી છે.Visa Application Formમાં ભરવાના Fieldsમાં પણ 70% સુધીનો ઘટાડો કરવાની યોજના છે.

India Visa Rules : ભારતમાં વિદેશી નાગરિકો માટેની Visa પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કરવાની તૈયારી કરી છે. ગૃહ મંત્રાલય Visa Rules, 2019ની વ્યાપક સમીક્ષા હેઠળ મુખ્ય Visa કેટેગરીની સંખ્યા ઘટાડવા અને Application Formને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. પ્રસ્તાવિત ફેરફારથી Visa માટે અરજી કરનારાઓ માટે પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.
Visa કેટેગરીની સંખ્યા ઘટશે
ગૃહ મંત્રાલય મુખ્ય Visa કેટેગરીની સંખ્યા હાલની 13થી ઘટાડીને 9 કરવાની યોજના બનાવી રહ્યું છે. સાથે જ Sub-categoriesની સંખ્યા 49થી ઘટાડીને 23 કરવાની તૈયારી છે. આ નિર્ણય Visa Rules, 2019ના વિવિધ Chapters અને Appendicesમાં ફેરફારની વ્યાપક સમીક્ષાનો ભાગ છે. ઑગસ્ટમાં આ અંગે બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય Visa વ્યવસ્થાને વધુ યોગ્ય અને સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Application Formમાં 70% સુધીના Fields ઘટશે
Visa પ્રક્રિયામાં બીજો મહત્વનો ફેરફાર Application Formને લઈને છે. સરકાર Formમાં ભરવાના Fieldsની સંખ્યામાં 70% સુધીનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. મુખ્ય હેતુ એકસરખી, વારંવાર માંગવામાં આવતી અને જરૂરી ન હોય તેવી માહિતી દૂર કરવાનો છે. તેનાથી Visa Application Form વધુ સરળ અને User-friendly બની શકે છે.
વિદેશી પ્રવાસીઓ માટે સરળ પ્રક્રિયા પર ભાર
પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2025માં ભારતમાં આશરે 91.5 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. 2024માં આ સંખ્યા 99.5 લાખ અને 2019માં 1.09 કરોડ હતી. વિદેશી પ્રવાસીઓ માટે ભારતની મુસાફરી વધુ સરળ બનાવવા Tourism Industry દ્વારા પણ કેટલાક ફેરફારોની માંગ કરવામાં આવી છે. તેમાં તમામ દેશોના નાગરિકોને 120 દિવસ અગાઉ Visa માટે અરજી કરવાની સુવિધા, ચીનના નાગરિકોને E-Visa માટે અરજી કરવાની મંજૂરી અને Visa Application Formને સ્પેનિશ, જર્મન તથા ઇટાલિયન જેવી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની માંગ સામેલ છે.
આ પણ વાંચો: દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર
આ પણ જુઓ :
Also Read

Diwali Travel: અજાણ્યા સાથીઓ સાથે રજાઓ માણવાનો વધતો ક્રેઝ, 65% બુકિંગ ગ્રુપ ટ્રાવેલની

ભારત બનશે Solar Powerhouse! Solar Cell Capacityમાં જંગી વધારો

India-US Trade Deal: ટ્રમ્પને ઝટકો મળતાં ભારત–અમેરિકા ટ્રેડ ડીલ ઝડપ પકડશે કે શરતો વધુ કડક બનશે

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો



