iPhone 18 Pro Series ભારતમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ, આ ચાર માધ્યમથી કરી શકાશે બુકિંગ
આઈફોન 18 પ્રો સિરીઝનું પ્રી-બુકિંગ 200થી વધુ શહેરોમાં આવેલા 560થી વધુ ક્રોમા સ્ટોર્સ ઉપરાંત croma.com, Tata Neu એપ અને બિગ બાસ્કેટ પર ઉપલબ્ધ રહેશે.

ટાટા ગ્રુપની ભારતની અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમા (Croma)એ આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો-મેક્સનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો દેશભરમાં ક્રોમાના સ્ટોર્સ, croma.com, Tata Neu એપ અને બિગ બાસ્કેટ મારફતે ઉપલબ્ધ સુગમ પ્રી-બુકિંગ ઓફર હેઠળ એપલની લેટેસ્ટ ડિવાઇસીસ બુક કરાવી શકેછે.
નવી પ્રો સિરીઝમાં કામગીરી અને ફોટોગ્રાફીના ક્ષેત્રે એપલની નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં શક્તિશાળી A20 પ્રો ચિપ, એપલ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ C2 વાયરલેસ મોડેમ અને ફિઝિકલ વેરિએબલ એપરચર સાથે નવા 48 મેગાપિક્સેલ ફ્યુઝન મુખ્ય કેમેરાનો સમાવેશ થાય છે.
આઈફોન 18 પ્રો સિરીઝનું પ્રી-બુકિંગ 200થી વધુ શહેરોમાં આવેલા 560થી વધુ ક્રોમા સ્ટોર્સ ઉપરાંત croma.com, Tata Neu એપ અને બિગ બાસ્કેટ પર ઉપલબ્ધ રહેશે. કિંમત અને ઉપલબ્ધતા અંગેની સંપૂર્ણ વિગતો માટે ગ્રાહકો પોતાના નજીકના ક્રોમા સ્ટોરની મુલાકાત લઈ શકે છે અથવા croma.com પર જઈ શકે છે.
આઈફોન 18 પ્રો સિરીઝના પ્રી-બુકિંગની વિગતો
ગ્રાહકો ક્રોમાના સ્ટોર્સ પર રૂ. 5,000માં આઈફોન 18 પ્રો અથવા આઈફોન 18 પ્રો મેક્સનું પ્રી-બુકિંગ કરી શકે છે.
croma.com, Tata Neu અને બિગ બાસ્કેટ મારફતે પ્રી-બુકિંગ માટે સંપૂર્ણ રકમની ચુકવણી કરવી પડશે.
ક્રોમા ખાતે ગ્રાહકોને રૂ. 12,000 સુધીનું વિશેષ એક્સચેન્જ બોનસ મળી શકે છે.
એપલ વૉચ સિરીઝ 12, એપલ વૉચ અલ્ટ્રા 4 અને એરપોડ્સનું ક્રોમાના સ્ટોર્સ પર રૂ. 2,000માં પ્રી-બુકિંગ કરી શકાશે.
આઈફોન 17 પ્રો માટે ખાસ ઓફર્સ
આઈફોન 17 પ્રોનું 256 GB મોડલ સ્ટોર્સમાં રૂ. 69,990 અને 512 GB મોડલ રૂ. 88,490માં ઉપલબ્ધ છે.
ઓફર મેળવવા માટે:
- પસંદગીના ક્રેડિટ કાર્ડ પર રૂ. 4,000નું બેન્ક કેશબેક મળશે
- જૂના આઈફોન 15 પ્રોને તેની સ્થિતિ અને મોડલના આધારે રૂ. 44,500 સુધીની કિંમતમાં એક્સચેન્જ કરી શકાશે
- રૂ. 12,000 સુધીનું એક્સચેન્જ બોનસ મળશે
15 સપ્ટેમ્બરથી croma.com પર આઈફોન 17 પ્રો 256 GB રૂ. 1,26,490 અને 512 GB રૂ. 1,45,990માં ઉપલબ્ધ રહેશે. આ કિંમતમાં રૂ. 4,000નું બેન્ક કેશબેક સામેલ છે.
આઈફોન 17 પ્રો મેક્સ માટે ખાસ ઓફર્સ
આઈફોન 17 પ્રો મેક્સનું 256 GB મોડલ સ્ટોર્સમાં રૂ. 74,990 અને 512 GB મોડલ રૂ. 94,990માં ઉપલબ્ધ છે.
- પસંદગીના ક્રેડિટ કાર્ડ પર રૂ. 4,000નું બેન્ક કેશબેક
- જૂના આઈફોન 15 પ્રો મેક્સને તેની સ્થિતિ અને મોડલના આધારે રૂ. 53,000 સુધીની કિંમતમાં એક્સચેન્જ કરી શકાશે
- રૂ. 12,000 સુધીનું એક્સચેન્જ બોનસ મળશે
15 સપ્ટેમ્બરથી croma.com પર આઈફોન 17 પ્રો મેક્સ 256 GB રૂ. 1,39,990 અને 512 GB રૂ. 1,59,990માં ઉપલબ્ધ રહેશે. આ કિંમતમાં રૂ. 4,000નું બેન્ક કેશબેક સામેલ છે.
આ પણ વાંચો: Apple AirPods 5 લોન્ચ: નવા ડિવાઈસમાં AirPods 4 કરતાં 50%થી વધુ અવાજ ઘટાડવાની ક્ષમતા

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
