Meta પર સરકારની નજર! Facebook-Instagramના Algorithmની સમીક્ષા કરવા આપી સલાહ
કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે Metaને Facebook અને Instagramની Recommendation અને Content Ranking Systemsની સમીક્ષા કરવા સલાહ આપી છે. જાહેર વ્યવસ્થા માટે જોખમી બની શકે તેવા ભ્રામક, જૂના અથવા સંદર્ભ વગરના કન્ટેન્ટના અતિશય પ્રસારને રોકવા માટે પગલાં લેવા કહેવામાં આવ્યું છે.

Facebook અને Instagram પર કયું કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચે છે તે નક્કી કરતી Recommendation Systems હવે સરકારના ધ્યાન હેઠળ આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY)એ Metaને તેની Recommendation અને Content-Ranking Systemsની સમીક્ષા કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ખાસ કરીને એવું કન્ટેન્ટ, જે ભ્રામક હોય અથવા સંદર્ભ વગર રજૂ થતું હોય અને જાહેર વ્યવસ્થા માટે મૂંઝવણ, ભય કે અશાંતિ ઊભી કરી શકે, તેના અતિશય પ્રસારને રોકવા પગલાં લેવા કહ્યું છે.
Metaની Recommendation Systemની સમીક્ષા કરવા સલાહ
10 ઓક્ટોબરની MeitYની Advisoryમાં Metaને એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે કે Recommendation Systemsના કારણે યુઝર્સને એક જ અથવા મર્યાદિત સંખ્યાના Narrativesનો અસંતુલિત રીતે વધુ Exposure ન મળે. મંત્રાલયે સંબંધિત અને વિશ્વસનીય માહિતીમાં યોગ્ય વિવિધતા જાળવવા પણ પ્રયત્ન કરવા જણાવ્યું છે. સાથે જ Recommendation Systems દ્વારા ઝડપથી વધુ લોકો સુધી પહોંચી રહેલા કન્ટેન્ટની ઓળખ, સમીક્ષા અને જરૂરી કાર્યવાહી માટેના મિકેનિઝમને મજબૂત કરવાની સલાહ આપવામાં આવી છે.
જૂના કે ભ્રામક કન્ટેન્ટ પર ખાસ નજર
MeitYએ જાહેર ઘટનાઓ સાથે સંબંધિત ફોટોગ્રાફ, વીડિયો, ગ્રાફિક્સ અથવા અન્ય કન્ટેન્ટને પૂરતા Context સાથે રજૂ કરવા પર ભાર મૂક્યો છે. ખાસ કરીને જે કન્ટેન્ટની Authenticity, તારીખ, સ્થળ અથવા પરિસ્થિતિ યુઝર્સ માટે સ્પષ્ટ ન હોય તેના પર ધ્યાન આપવા જણાવાયું છે. મંત્રાલયે એવા કન્ટેન્ટ અંગે પણ સાવચેતી રાખવા કહ્યું છે જેમાં જૂના, અસંબંધિત અથવા Selectively Edited Visualsને વર્તમાન ઘટના તરીકે રજૂ કરવામાં આવે. આ ઉપરાંત Emergency, Restrictions, Police Action અથવા અન્ય સત્તાવાર પગલાં અંગેના Unverified અથવા Misleading Claimsને પણ ફ્લેગ કરવામાં આવ્યા છે. Law-and-Orderની સ્થિતિ સાથે જોડાયેલા Audio-Visual Contentને પૂરતા Context વગર રજૂ કરવું અને હિંસા અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉશ્કેરણી કરી શકે તેવું કન્ટેન્ટ પણ મંત્રાલયની ચિંતામાં સામેલ છે.
જાહેર વ્યવસ્થા અને IT Rulesનું પાલન
મંત્રાલયના જણાવ્યા મુજબ, જાહેર ઘટનાઓ સંબંધિત ચોક્કસ કન્ટેન્ટ Metaના પ્લેટફોર્મ પર યુઝર્સને prominently Display અને Recommend થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પૂરતા Context વગર આવા કન્ટેન્ટને અતિશય પ્રમાણમાં Promote કરવાથી જાહેર મૂંઝવણ, ભય અને સામાજિક શાંતિમાં ખલેલ પડી શકે છે. Information Technology Act, 2000 અને IT Rules, 2021નો ઉલ્લેખ કરતાં MeitYએ કહ્યું કે Intermediary તરીકે Metaએ Due Diligenceનું પાલન કરવાનું રહેશે. IT Rules હેઠળ Intermediariesએ યુઝર્સને જાહેર વ્યવસ્થાને અસર કરી શકે અથવા Cognisable Offence માટે ઉશ્કેરી શકે તેવી પ્રતિબંધિત માહિતી અંગે જાણ કરવાની હોય છે.
Metaને સરકારી એજન્સીઓ સાથે સહકારની સૂચના
MeitYએ Metaને Law Enforcement અને અન્ય અધિકૃત સરકારી એજન્સીઓ સાથે સમયસર સહકાર આપવા પણ જણાવ્યું છે. લાગુ કાયદા અને IT Rules, 2021માં નિર્ધારિત સમયમર્યાદા અનુસાર જરૂરી માહિતી અથવા સહાય પૂરી પાડવાની સલાહ આપવામાં આવી છે. Advisoryમાં કુલ છ મુખ્ય પ્રકારના પગલાં અંગે સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં IT Rules હેઠળના કન્ટેન્ટની ઓળખ અને કાર્યવાહી ઉપરાંત Recommendation અને Ranking Systemsની સમીક્ષા પણ સામેલ છે, જેથી ભ્રામક, Manipulated અથવા Context વગરનું કન્ટેન્ટ અતિશય પ્રમાણમાં Amplify અથવા વારંવાર Recommend ન થાય.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે Advisoryનો હેતુ કાયદેસર અભિવ્યક્તિ અને Legitimate Public Discourseનું સન્માન જાળવીને માહિતીના જવાબદાર Dissemination અને Recommendationને પ્રોત્સાહન આપવાનો છે. Metaને જરૂરી પગલાં તાત્કાલિક અસરથી લેવા અને કરવામાં આવેલી કાર્યવાહી અંગે મંત્રાલયને જાણ કરવા સલાહ આપવામાં આવી છે. Internet Freedom Foundationના Founder Director અપર ગુપ્તાએ Advisory અંગે કહ્યું કે તે કાયદેસર રીતે Binding નથી, પરંતુ તેમના મતે તે સતત Censorship Directive સમાન છે. તેમણે Advisory પાછી ખેંચવાની અને તેના આધારે કરવામાં આવેલી દરેક Takedown અથવા Downrankingની જાહેર માહિતી આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Burma Burma IPO: Hunger Pangsએ ₹150 કરોડના Fresh Issue માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

લંડનમાં મહેક્યો ભારતીય ગલગોટો! 500 કિલોની નિકાસ બાદ વધુ ઓર્ડરની આશા

Railway New Rules: ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં સાવધાન! 7 દિવસ પછી બદલાશે આ નિયમ

Tiger Shroff Net Worth: ટાઈગર શ્રોફે ફિટનેસની ઓળખને બિઝનેસમાં ફેરવી

ટ્રેનમાં ફોન પર ઊંચા અવાજે ગીતો સાંભળવા, વીડિયો જોવા પર પ્રતિબંધ, થઈ શકે રૂ. 1,000નો દંડ

Bollywood એક્ટર ઑફિસ ભાડા પેટે કમાશે ₹14 કરોડ

જ્યુટ બેગના જૂના ભાવ પર અંતિમ મહોર, પેકેજિંગ કંપનીઓ માટે શું બદલાશે?

BISનો મોટો નિર્ણય! ઉત્પાદન ઉદ્યોગ માટે 35 નવા Standards જાહેર





