KuberaNowLogo
Monday, 19/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોંઘવારી-યુદ્ધ વચ્ચે સોના-ચાંદીની પરીક્ષા, દિવાળી પહેલાં કઈ દિશામાં જશે?

અમેરિકન મોંઘવારી, ઊંચી બોન્ડ યીલ્ડ અને ક્રૂડની તેજીએ કિંમતી ધાતુઓ પર દબાણ વધાર્યું. છતાં ગોલ્ડ ETFમાં રોકાણ અને કેન્દ્રીય બેન્કોની ખરીદીથી નીચા સ્તરે સપોર્ટની આશા.

desk@kuberanowPublished On : 19 Oct 2026
RANISHA DR EXPERT SPEAKS

ગયા સપ્તાહે સોનાના ભાવ મર્યાદિત દાયરામાં જળવાઈ રહ્યા જ્યારે ચાંદી 6.3 ટકા તૂટીને અંદાજે પ્રતિ ઔંસ 57 ડોલર પર આવી ગઈ, જે 10 સપ્તાહનું નીચલું સ્તર છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા - CPI 3.7 ટકા અને PPI 6.3 ટકાએ પહોંચ્યા હતા, જે અપેક્ષા કરતાં વધુ સારા હતા. આથી ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાની સંભાવના અંદાજે 90 ટકા બની છે. બીજીબાજુ અણેરિકન 10 વર્ષનો ટ્રેઝરી યીલ્ડ 5.1 ટકાથી ઉપર રહેવાના કારણે સોનાની તેજી પર દબાણ રહ્યું. હોર્મુઝની ખાડીમાં જહાજો પર હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 107 ડોલરને પાર પહોંચી ગયું, પરંતુ તેનાથી સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માગ વધવાના બદલે મોંઘવારી અને વ્યાજદર અંગે ચિંતાઓ વધી. ભારતીય રૂપિયામાં 1.9 ટકાની મજબૂતીએ ઘરેલુ બજાર MCXમાં સોના-ચાંદીના ઘટાડાને બળ આપ્યું. ભારતમાં અંદાજે 17 ફન્ડ હાઉસીસે ગોલ્ડ FoFમાં નવું રોકાણ અટકાવી દીધું છે. સોનામાં 3,950 ડોલર-4,200 ડોલર (રૂ. 1,45,500-રૂ. 1,51,000)ના સ્તરે મહત્વપૂર્ણ ટેકો જોવા મળે છે. ધનતેરસ અને તહેવારોની માગની સાથે કેન્દ્રીય બેન્કોની ખરીદીથી કિંમતી ધાતુમાં નીચા સ્તરેથી ખરીદી ચાલુ રહેવાની આશા છે.


ભાવનું પ્રદર્શન

ગયા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો જ્યારે ચાંદીમાં વધુ દબાણ જોવા મળ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સોનું 0.7 ટકા ગગડીને પ્રતિ ઔંસ 4,165 ડોલર પર આવી ગયું. અમેરિકન મોંઘવારીના આંકડા જાહેર થયા પછી તે થોડાક સમય માટે 4,073 ડોલર સુધી ગગડ્યું હતું. Comex ડિસેમ્બર ગોલ્ડ વાયદો 0.83 ટકા ગગડીને 4,181.10 ડોલર પર બંધ થયો હતો. ચાંદીના ભાવ 6.3 ટકા તૂટીને પ્રતિ ઔંસ 57 ડોલર પર આવી ગયા હતા અને આ સમયે ચાંદી 10 સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. ઘરેલુ બજાર MCX પર સોનું 2.36 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ.1,47,918 પર બંધ થયું હતું જ્યારે ચાંદી 6.45 ટકા ગગડીને પ્રતિ કિલો રૂ. 2,11,187ના સ્તરે આવી ગઈ હતી. ભારતીય બજારમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં વધુ રહ્યો. તેનું મુખ્ય કારણ રૂપિયામાં આવેલી મજબૂતી હતી,જેણે લગભગ સાત મહિનામાં સૌથી સારો સાપ્તાહિક દેખાવ કર્યો હતો.


વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ : વ્યાજદરોમાં વધારાની આશંકા યથાવત્

ગયા સપ્તાહે બજારની દિશા ઘણે અંશે અમેરિકાના મોંઘવારીના આંકડાથી નક્કી થઈ હતી. સપ્ટેમ્બરમાં અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) વાર્ષિક આધારે 3.7 ટકા વધ્યો જ્યારે બજારનો અંદાજ 3.6 ટકા હતો. ઓગસ્ટમાં આ આંકડો 3.4 ટકા હતો. આગલા દિવસે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ 5.3 ટકાની અપેક્ષાએ ઉછળીને 6.3 ટકા આવ્યો હતો, જે સાડા ચાર વર્ષમાં સૌથી મોટો ઉછાળો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 0.7 ટકાની વૃદ્ધિ થઈ, જે દર્શાવે છે કે અમેરિકન અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ હજુ પણ મજબૂત છે.


CPIના આંકડા જાહેર થયા પછી બજારે 27-28 ઓક્ટોબરે જ ફેડની બેઠકમાં વ્યાજદર વધારવાની સંભાવના અંદાજે 60 ટકા સુધી આંકવામાં આવી હતી. જોકે, એક દિવસની અંદર આ આશંકા ઘટી ગઈ અને શુક્રવાર સુધીમાં ઓક્ટોબરમાં વ્યાજ દર વધવાની સંભાવના 16 ટકા રહી ગઈ. આમ છતાં ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની સંભાવના CME ફેડવોચ મુજબ અંદાજે 90 ટકા છે.


ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે અર્થતંત્રની મજબૂતીની પ્રશંસા કરી, પરંતુ વ્યાજદર અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. શિકાગો ફેડના અધ્યક્ષ ઓસ્ટન ગૂલ્સબીએ મોંઘવારીના આંકડાને નિરાશાજનક ગણાવ્યા હતા. બીજીબાજુ ક્લીવલેન્ડ ફેડના અધ્યક્ષ બેથ હૈમૈકે ચેતવણી આપી કે મોંઘવારીની આશા બગડશે તો ફેડરલ રિઝર્વે વધુ આક્રમક પગલાં લેવા પડી શકે છે. અમેરિકન 10 વર્ષનો ટ્રેઝરી યીલ્ડ 5.1 ટકાથી ઉપર રહેવાના કારણે સોના જેવા વ્યાજ નહીં આપતા રોકાણને રાખવાનો ખર્ચ વધી ગયો. તેનાથી સોનાના ભાવ મર્યાદિત રહ્યા.


ભૂ-રાજકીય તણાવ

ક્રૂડ ઓઈલની તેજીએ મોંઘવારીની ચિંતા વધારી છે. ખાડી ક્ષેત્રમાં તણાવ ફરી વધી ગયો છે. હોર્મુઝની ખાડીમાં સિંગાપુરના ધ્વજવાળા બે જહાજો પર હુમલા થયા, જેમાંથી એક જહાજ GFS પ્રાઈડમાં આગ લાગી ગઈ અને તે ડૂબી ગયું. આ સિવાય ઈરાન સમર્થિત હૂથી બળોએ ધહરાનમાં સાઉદી અરામકોની એક વહીવટી ઈમારત પર મિસાઈલ હુમલો કર્યો. તેના જવાબમાં સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને યમનમાં હુથી બળવાખોરોના સ્થળો પર હુમલા કર્યા. આ ઘટનાઓ પછી બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 107 ડોલરને પાર પહોંચી ગયો. સામાન્ય રીતે આ પ્રકારના ભૂ-રાજકીય તણાવમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે, પરંતુ આ વખતે બજારે આ ઘટનાઓને મોંઘવારી દર સાથે વધારવાના જોખમ તરીકે જોઈ. મોંઘા ક્રૂડ ઓઈલથી મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહી શકે છે, જેનાથી ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધુ સમય સુધી ઊંચા રાખી શકે છે. આ રિતે સોનાની સુરક્ષિત રોકાણવાળી માગ અને ઊંચા વ્યાજદરની આશંકા એકબીજાના વિપરિત કામ કરતી રહી. આ કારણે જ સોનાના ભાવ મર્યાદિત દાયરામાં બનેલા રહ્યા.


કરન્સી હિલચાલ

રૂપિયાની મજબૂતીએ ઘરેલુ બુલિયન કિંમતો પર દબાણ વધાર્યું. CPIના આંકડા પછી અમેરિકન ડોલર સૂચકાંક વધીને 102.95 પર પહોંચ્યો હતો, પરંતુ પાછળથી ટ્રેઝરી યીલ્ડમાં નરમાઈ આવતા તેની લીડ ખતમ થઈ ગઈ. સપ્તાહના અંત સુધીમાં ડોલર ઈન્ડેક્સ 0.44 ટકા ઘટીને 101.78 પર બંધ થયો હતો. ડોલરમાં નરમાઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાને સપ્તાહના અંતિમ દિવસોમાં 4,100 ડોલર પ્રતિ ઔંસ ઉપર ટીક રહેવામાં મદદ કરી હતી.


ભારતીય રોકાણકારો માટે રૂપિયાની મજબૂતી વધુ મહત્વપૂર્ણ રહી. ડોલરની સરખામણીમાં રૂપિયો 96.78થી મજબૂત થઈને 94.95 પર આવી ગયો. આ રીતે રૂપિયામાં અંદાજે 1.9 ટકાની સાપ્તાહિક તેજી જોવા મળી અને તે સપ્તાહમાં સૌથી સારો દેખાવ કરનારી એશિયન કરન્સી બની ગઈ. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 12 ઓક્ટોબરે એક વિશેષ વ્યવસ્થા શરૃ કરી, જેના હેઠળ સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL, BPCLની ડોલર સંબંધિ જરૂરિયાતો સીધી પૂરી કરી શકાશે. તેનાથી સ્પોટ કરન્સી બજારમાં ડોલરની માગનો મોટો હિસ્સો ઘટી ગયો. RBIએ સટ્ટાબાજી સાથે સંકળાયેલા વિદેશી કરન્સી ડેરિવેટિવ કારોબારના નિયમો પણ આકરા કર્યા. ગવર્નર સંજય મલહોત્રાએ સંકેત આપ્યા કે જરૂર પડશે તો વધુ પગલાં લેવાઈ શકે છે. આવા સમયે વિદેશી કરન્સી ભંડાર 8.58 અબજ ડોલર ઘટીને 726 અબજ ડોલર રહી ગયું. રૂપિયાને ટેકો આપવા માટે આ પગલાં લેવાઈ રહ્યા છે.


રોકાણ અને રીટેલ માગ

17 ફંડ હાઉસીસે નવા ગોલ્ડ FoFમાં રોકાણ અટકાવ્યું છે. 16 ઓક્ટોબરે લગભગ 17 ફંડ હાઉસીસે તેમના ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ્સમાં નવા રોકાણ સ્વીકારવાનું બંધ કરી દીધું. કેટલાક ફંડ હાઉસીસે સિલ્વલર FoFમાં પણ આ પ્રકારના પ્રતિબંધ મૂક્યા છે. આ પ્રતિબંધો હેઠળ સિંગલ પેમેન્ટ રોકાણની સાથે નવી SIP, STP અને સ્વીચ સંબંધી રજિસ્ટ્રેશન પણ અટકાવી દેવાયું છે. જોકે, વર્તમાન SIP અને ઉપાડ ચાલુ છે. ઉદ્યોગ સંબંધિત અધિકારીઓ મુજબ SEBIએ આ પગલાં માટે કહ્યું હતું અને એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના માધ્યમથી તેને આગળ વધારાયું હતું. જોકે, નિયામક તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર સર્ક્યુલર જાહેર કરાયો નથી. દિવાળી પહેલા સોનાની આયાત ધીમી કરવા આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે. બજાર તેને ડોલરની દેશની બહાર જવાની ગતિ ઘટાડવાના એક પરોક્ષ પ્રયત્ન તરીકે જુવે છે. જોકે, રોકાણકારો હજુ પણ સ્ટોક એક્સચેન્જોના માધ્યમથી સીધા ગોલ્ડ ETF ખરીદી શકે છે.


સોના અને ચાંદીમાં લાંબાગાળની માગ હજુ પણ મજબૂત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં 10 અબજ ડોલર જ્યારે ત્રિમાસિક સમયમાં વિક્રમી 31 અબજ ડોલરનું રોકાણ થયું. વૈશ્વિક ગોલ્ડ ETFનું હોલ્ડિંગ વધીને વિક્રમી 4,256 ટન પર પહોંચી ગયું. ભારતીય ગોલ્ડ ETFમાં સપ્ટેમ્બરમાં 496 મિલિયન ડોલરનું રોકાણ થયું, જે ઓગસ્ટની સરખામણીમાં લગભગ બમણુ હતું. ભારતીય ગોલ્ડ ETFનું કુલ હોલ્ડિંગ વધીને 124.4 ટન થઈ ગયું. કેન્દ્રીય બેન્કોની ખરીદી પણ ચાલુ રહી છે. ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ સપ્ટેમ્બરમાં 23 ટકન સોનું ખરીદ્યું, જે ઓક્ટોબર 2023 પછી તેની સૌથી મોટી માસિક ખરીદી હતી. સાથે જ ચીને સતત 23મા મહિને સોનાની ખરીદી ચાલુ રાખી અને તેનું કુલ હોલ્ડિંગ 2,410 ટન પર પહોંચી ગયું. ચીનના ગોલ્ડ ETFનું હોલ્ડિંગ પણ વિક્રમી 304 ટન સુધી પહોંચી ગયું.


ટેકનિકલ આઉટલૂક

સોનું હાલ 3,9540-4,200 ડોલર પ્રતિ ઔંસના મહત્વના સપોર્ટ ઝોનમાં છે. ભારતીય બજારના સંદર્ભમાં તે લગભગ રૂ. 1,45,500-રૂ. 1,51,000 પ્રતિ 10 ગ્રામના દાયરા જેટલું છે. આ દાયરામાં પહેલા પણ બે વખત ખરીદાર સક્રિય થયા હતા. સોનું નજીકના સમયમાં 4,200 ડોલરના સ્તરેથી રિબાઉન્ડ કરે તો 4,400 (રૂ. 1,51,000) સુધી જઈ શકે છે. ચાંદી પણ પ્રતિ ઔંસ 54-55.50 ડોલર (રૂ. 2,03,000-રૂ. 2,08,000)ના સ્તર પર છે, જ્યાં અગાઉ રોકાણકારો બે વખત સક્રિય થયા હતા. ચાંદીમાં 59 ડોલર (રૂ. 2,16,000)થી પરનું નિર્ણાયક સ્તર 62 ડોલર (રૂ. 2,28,000) છે.


Silver Spot Daily Chart Renisha


આ સપ્તાહની સ્થિતિ

આગામી સપ્તાહમાં રોકાણકારોએ અમેરિકાના આવાસ બજારના આંકડા, બેરોજગારી ભથ્થાંના નવા દાવા અને પ્રારંભિક PMI આંકડા પર નજર રાખવી જોઈએ. 28 ઓક્ટોબરના ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા અધિકારીઓની ટીપ્પણી પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય હોર્મુઝની ખાડીની આજુબાજુ ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયાને ટેકો આપવા માટે RBIના આગામી પગલાં પર પણ બજારની નજર રહેશે. રૂપિયામાં મજબૂતી જળવાઈ રહેશે તો MCX પર સોના-ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં ઓછી ગતિ અથવા વધુ દબાણ જોવા મળી શકે છે. જોકે, દિવાળી પહેલા તહેવારોની ખરીદી અને કેન્દરીય બેન્કોની સતત માગ ભાવમાં ઘટાડો આવતા ખરીદારોને આકર્ષિક કરી શકે છે. લાંબા ગાળાના રોકાણકારોની દૃષ્ટિએ ધનતેરસની આજુબાજુ સિંગલ મોટી ખરીદી કરવાના બદલે તબક્કાવાર રોકાણ કરવું વધુ સારી રણનીતિ હોઈ શકે છે. જોકે, રોકાણ પહેલા બજારની અસ્થિરતા, રૂપિયાની ચાલ અને વ્યાજદર સાથે સંકળાયેલા જોખમોનું ધ્યાન રાખવું જરૂરી છે.


લેખિકા : ડો. રેનિશા ચૈનાની

ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ


આ પણ જૂઓ


Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn