KuberaNowLogo
Saturday, 17/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સરકારનો મોટો નિર્ણય! શેરડી-ખાંડમાંથી ઈથેનોલ ખરીદી પર બ્રેક

1 નવેમ્બર 2026થી નવા સપ્લાય વર્ષમાં સરકારી ઓઈલ કંપનીઓ શેરડીનો રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હેવી ખોળમાંથી બનેલા ઈથેનોલની ખરીદી નહીં કરે.

desk@kuberanowPublished On : 17 Oct 2026
Ethanol
AI generated

કેન્દ્ર સરકારે ઈથેનોલ ખરીદવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સરકારી ઓઈલ કંપનીઓ શેરડીના રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હૈવીની ખોળમાંથી બનેલા ઈથેનોલની ખરીદી કરી શકશે નહીં. સરકારે ઈથેનોલ બનાવવા માટે ખાંડનો ઉપયોગ શૂન્ય કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિયમ 1 નવેમ્બર 2026થી શરૂ થનારા નવા સપ્લાય વર્ષમાં લાગુ થશે. સરકારનો આશય દેશમાં ખાડની ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે. સાથે જ ખાંડના ભાવ પર દબાણ ઘટાડવા પણ આ નિર્ણય લેવાયો છે. તેના માટે સરકારી ઓઈલ કંપનીઓએ અંદાજે 1,100 કરોડ લીટર ઈથેનોલ ખરીદવાનું ટેન્ડર જાહેર કર્યું છે.


1,100 કરોડ લીટર ઈથેનોલ ખરીદશે ઓઈલ કંપનીઓ

ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મેંગ્લોર રિફાઈનરી અને નુમાલીગઢ રિફાઈનરીએ સાથે મળીને આ ટેન્ડર જાહેર કર્યું છે, તેના હેઠળ 1 નવેમ્બર 2026થી 31 ઓક્ટોબર 2027 સુધી ઈથેનોલનો સપ્લાય થશે. નવા નિયમો મુજબ કંપનીઓ શેરડીના રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હૈવી ખોળમાંથી બનેલા ઈથેનોલ માટે બોલી માગી શકશે નહીં. જોકે, અન્ય કાચા માલથી બનેલા ઈથેનોલની ખરીદી ચાલુ રહેશે. સરકારે અલગ અલગ કાચા માલથી બનેલા ઈથેનોલની બેઝ કિંમત પણ નક્કી કરી છે. મકાઈથી બનેલા ઈથેનોલની કિંમત પ્રતિ લીટર રૂ. 66.07 રાખવામાં આવી છે. આ સિવાય પ્રતિ લીટર રૂ. 2.79 વધારાનું પ્રોત્સાહન પણ મળશે.


ખરાબ ખાદ્યાન્નથી બનેલા ઈથેનોલની બેઝ કિંમત પ્રતિ લીટર રૂ. 64 નક્કી કરાઈ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પાસેથી મળાનારા ફાજલ ચોખાથી બનેલા ઈથેનોલ માટે રૂ. 60.32 પ્રતિ લીટર ભાવ નક્કી કરાયો છે. બીજીબાજુ સી-હૈવી ખોળથી બનેલા ઈથેનોલના ભાવ પ્રતિ લીટર રૂ. 57.96 રખાયા છે. આ દરોમાં GST અને પરિવહનનો ખર્ચ સામેલ થતો નથી. આ ખર્ચ અલગથી આપવો પડશે. રાષ્ટ્રીય જૈવ ઈંધણ નીતિ હેઠળ મંજૂર અન્ય કાચા માલમાંથી બનેલા ઈથેનોલની ખરીદી ટેન્ડરમાં લાગુ સૌથી ઓછા દર પર થશે.


ચાર તબક્કામાં થશે ઈથેનોલનો સપ્લાય

ઈથેનોલનો સપ્લાય ચાર તબક્કામાં થશે. પહેલો તબક્કો નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 સુધી રહેશે. બીજો તબક્કો ફેબ્રુઆરીથી એપ્રિલ 2027, ત્રીજો મેથી જુલાઈ 2027 અને ચોથો ઓગસ્ટથી ઓક્ટોબર 2027 સુધી ચાલશે. જોકે, ચોથા તબક્કામાં FCI પાસેથી મળનારા ફાજલ ચોખાથી બનેલા ઈથેનોલના સપ્લાય માટે અપાયેલા પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે નહીં.


કોર્ટના ચૂકાદા મુજબ ફાળવણી બદલાઈ શકે

સરકારી ઓઈલ કંપનીઓના ટેન્ડરમાં ઈથેનોલની ફાળવણી અંગે એક શરત પણ રાખવામાં આવી છે. પહેલા ત્રિમાસિકમાં થનારી ફાળવણી કેટલાક પેન્ડિંગ કાયદાકીયકેસોના ચૂકાદા પર નિર્ભર કરશે. આ કેસોમાં ઓઈલ કંપનીઓ વચ્ચે ઈથેનોલની ફાળવણીની રીત જોડાયેલી છે. કંપનીઓનું કહેવું છે કે કોર્ટના આદેશ મુજબ ફાળવણીમાં ફેરફાર કરી શકાય છે. જરૂર પડતા ફાળવણી ઘટાડી શકાય છે અથવા સંપૂર્ણપણે રદ પણ કરી શકાય છે. આવી સ્થિતિમાં કંપનીઓ સપ્લાયરને વળતર આપવા માટે જવાબદાર નહીં હોય.


અન્ય કંપની પાસેથી ખરીદીને ઈથેનોલ વેચી નહીં શકાય

ટેન્ડરમાં સપ્લાયર માટે પણ નિયમો નક્કી કરાયા છે. તેમણે મંજૂર કાચાર માલમાંથી ઈથેનોલ પોતાના જ રજિસ્ટર્ડ અથવા સ્વીકૃત ડિસ્ટિલરીમાં બનાવવાનું રહેશે. કોઈ સપ્લાયર કોઈ ત્રીજા પક્ષ પાસેથી ઈથેનોલ ખરીદીને સરકારી ઓઈલ કંપનીઓને વેચી શકશે નહીં. આ બધા નિયમ 2026-27ના સપ્લાય વર્ષ માટે જાહેર કરાયેલા ટેન્ડર પર લાગુ થશે. નવું સપ્લાય વર્ષ 1 નવેમ્બર 2026થી શરૂ થશે.


આ પણ જૂઓ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn