ઈથેનોલ સપ્લાય 987 કરોડ લીટર પર પહોંચ્યો, મકાઈ બની સૌથી મોટો આધાર
સપ્ટેમ્બર અંત સુધીમાં OMCને કુલ ફાળવણીના 82.5% જેટલું ઈથેનોલ મળ્યું, જેમાં અનાજ આધારિત ફીડસ્ટોકનો હિસ્સો 71.4% રહ્યો.

વર્તમાન ઈથેનોલ પૂરવઠા વર્ષ 2025-26માં સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને ઈથેનોલનો કુલ પૂરવઠો 987 કરોડ લીટરે પહોંચ્યો છે, તેમાં અનાજ આધારિત ફીડસ્ટોકની હિસ્સેદારી 71.4 ટકા રહ્યો તેમ ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA)એ જણાવ્યું હતું. AIDA મુજબ નવેમ્બર 2025થી ઓક્ટોબર 2026 સુધી ચાલનારા ઈથેનોલ પૂરવઠા વર્ષમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કુલ 1,197 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો ફાળ્યો હતો. સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમાં 987 કરોડ લીટરનો પૂરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો, જે કુલ ફાળવણીના 82.5 ટકા છે. અનાજ આધારિત ફીડસ્ટોકથી 705 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો થયો, જે કુલ પ્રાપ્તિના 71.4 ટકા છે. આ શ્રેણી માટે 908 કરોડ લીટરની ફાળવણી કરાઈ હતી, જેની સરખામણીમાં પૂરવઠાનો પૂર્તિ દર 77.6 ટકા રહ્યો.
ઈથેનોલના પૂરવઠામાં મકાઈનું યોગદાન સૌથી વધુ
અનાજ આધારિત સ્રોતોમાં મકાઈનું યોગદાન સૌથી વધુ રહ્યું છે. મકાઈમાંથી 413 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો મળ્યો, જે કુલ પ્રાપ્તિના 41 ટકાથી વધુ છે. મકાઈ માટે 614 કરોડ લીટરની ફાળવણી કરાઈ હતી. ભારતીય ખાદ્ય નિગમ (FCI)ના ફાજલ ચોખામાંથી 222 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો થયો જ્યારે તેના માટે 233 કરોડ લીટરની ફાળવણી થઈ હતી. નુકસાનવાળા અનાજમાંથી 70 કરોડ લીટરનો પૂરવઠો થયો, જે 60 કરોડ લીટરની નિર્ધારિત ફાળવણીથી વધુ છે.
ખાંડ આધારિત સ્રોતોમાંથી 282 કરોડ લીટરનો પૂરવઠો થયો
ખાંડ આધારિત ફીડસ્ટોકથી સપ્ટેમ્બરના અંત સુધીમાં 282 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો થયો, તેના માટે 289 કરોડ લીટરની ફાળવણી કરાઈ હતી, એટલે કે પૂરવઠો પૂરો થવાનો દર 97.6 ટકા રહ્યો. શેરડીના રસમાંથી 151 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો થો જ્યારે તેની ફાળવણી 166 કરોડ લીટર હતી. બી-હેવી ખોળથી 111 કરોડ લીટરની ફાળવણી સામે 115 કરોડ લીટર ઈથેનોલની ફાળવણી થઈ તથા સી-હેવી ખોળથી 12 કરોડ લીટરની ફાળવણી સામે 16 કરોડ લીટર ઈથેનોલ સપ્લાય થયું.
નીતિગત સાતત્ય અને ઈથેનોલના વ્યાપક ઉપયોગ પર ભાર
AIDAના ડેપ્યુટી જનરલ ભારતી બાલાજીએ કહ્યું કે, લાંબાગાળાની ઊર્જા સુરક્ષા માટે વિવિધ ફીડસ્ટોક પર આધારિત મજબૂત પૂરવઠા નેટવર્ક તૈયાર કરવું મહત્વપૂર્ણ છે. રોકાણ જાળવી રાખવા અને કૃષિ મૂલ્ય શ્રેણીને સમર્થન આપવા માટે નીતિગત સાતત્ય તથા ઈથેનોલના ઉપયોગની નવી તક આવશ્યક છે. તેમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહન, સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ જેવા ક્ષેત્રો સામેલ છે. ઈથેનોલના ઉપયોગનો દાયરો વધારવાથી ઉદ્યોગમાં રોકાણને પ્રોત્સાહન મળશે અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મૂલ્ય શ્રૃંખલાને મજબૂતી મળશે.
આ પણ વાંચો
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

હોર્મુઝ સંકટથી ભારતીય ચોખાના વેપારને બેવડો ફટકો, Exportમાં 7% ઘટાડો

Sugarના ભાવ કાબૂમાં રાખવા સરકારનો નિર્ણય: શેરડીના રસ અને ખાંડમાંથી બનેલા ઇથેનોલની ખરીદી બંધ

ગોલ્ડ ETF ખુલ્લું, FoF બંધ! સોનામાં રોકાણ કરવા હવે કયો રસ્તો?

ક્રૂડમાં ફરી ભડકો! બ્રેન્ટ $110 પર પહોંચ્યું, બે યુદ્ધો વચ્ચે ડીઝલના ભાવ અને પુરવઠાની ચિંતા વધી

ખોળ નિકાસમાં મોટો ફટકો! FY27ના પ્રથમ 4 મહિનામાં 27%નો ઘટાડો

હળદરના ભાવમાં આગ! હળદરના ભાવ ₹24,500ને પાર, વિક્રમ સપાટી હવે કેટલી દૂર?

મધ્ય-પૂર્વના તણાવથી ક્રૂડમાં ફરી તેજી, ભાવ ₹9,177ને પાર





