સોનું 3.5% સસ્તું થયું, છતાં Gold ETFમાં વિક્રમી ₹31 અબજનું રોકાણ
સપ્ટેમ્બરમાં વૈશ્વિક Gold ETFમાં $10 અબજ આવ્યા, જ્યારે કુલ હોલ્ડિંગ વધીને 4,256 ટન થયું; ભારતમાં રોકાણ 71.4% વધ્યું, રોકાણકારોએ ETFમાં લગાવ્યા અબજો ડોલર

સોનાના ભાવમાં ઘટાડા છતાં રોકાણકારોને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડડ ફંડ (ETF) પર વિશ્વાસ જળવાઈ રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વૈશ્વિક સ્તર પર ગોલ્ડ ETFમાં 10 અબજ ડોલરનું રોકાણ થયું હતું. તેની સાથે જ 2026ના ત્રીજા ત્રિમાસિકમાં કુલ રોકાણ વધીને વિક્રમી 31 અબજ ડોલરે પહોંચી ગયું હતું. સપ્ટેમ્બરમાં સોનાના ભાવમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો, તેમ છતાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં સોનાનો કુલ ભંડાર 67 ટન વધીને વિક્રમી 4,256 ટન થઈ ગયો. સપ્ટેમ્બરના અંતમાં આ ફંડોનું AUM 574 અબજ ડોલર સુધી પહોંચી ગયું. WGC મુજબ કેટલાક રોકાણકારોએ ભાવમાં ઘટાડાને સોનામાં તેમની રણનીતિક હિસ્સેદારી વધારવા અથવા જાળવી રાખવાની તક તરીકે જોઈ.
ભારતમાં ગોલ્ડ ETFમાં રોકાણ 71.4 ટકા વધ્યું
ભારતમાં પણ ગોલ્ડ ETFમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના તાજા આંકડા મુજબ સપ્ટેમ્બર 2026માં ગોલ્ડ ETFમાં શુદ્ધ રોકાણ વધીને 4,451 કરોડ રૂપિયા થઈ ગયું જ્યારે ઓગસ્ટમાં તે 2,597 કરોડ રૂપિયા હતું. એટલે કે માસિક ધોરણે રોકાણમાં 71.4 ટકાનો વધારો નોંધાયો. WGC મુજબ ભારતીય ગોલ્ડ ETFમાં રોકાણ વધવાની પાછળ ઘરેલુ શૅરબજારમાં નરમાઈ, સોનાના ભાવમાં ઘટાડાનો લાભ ઉઠાવી ખરીદી અને પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની વધતી જરૂરિયાત જેવા કારણ હોઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાલ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સપ્ટેમ્બરની શરૂઆતમાં 4,328 ડોલર પ્રતિ ઔંસ હતા, જે મહિનાના અંત સુધીમાં ઘટીને 4,157 ડોલર થઈ ગયા હતા. 15 ઓક્ટોબરે સોનાના ભાવ લગભગ 4,141 ડોલર પ્રતિ નીચે હતો. સોનાએ 29 જાન્યુઆરી 2026ના રોજ 5,602 ડોલર પ્રતિ ઔંસના વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. વર્તમાન ભાવ આ સ્તરથી અંદાજે 25 ટકા નીચે છે.
ભારતમાં સોનું મોંઘું જ્યારે ડોલરમાં ભાવ ઘટ્યા
ભારતીય રોકાણકારો માટે સોનાની તસવીર આંતરરાષ્ટ્રીય બજારથી અલગ છે. રૂપિયામાં સોનાના ભાવ 2026માં અત્યાર સુધીમાં 9.4 ટકા વધ્યા છે જ્યારે ડોલરમાં તેના ભાવ લગભગ 4-5 ટકા ઘટ્યા છે. 15 ઓક્ટોબર 2026 સુધી ઉપલબ્ધ આંકડા મુજબ એમસીએક્સ સ્પોટ ગોલ્ડનો ભાવ 24 કેરેટ સોના માટે 1 જાન્યુઆરીના 1,32,614 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 1,45,082 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. રૂપિયો ડોલરની સરખામણીમાં નબળો હોવાથી અને વર્ષની શરૂઆતમાં કિંમતી ધાતુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલો વધારો આ અંતરના મુખ્ય કારણ છે. લેખમાં દર્શાવાયેલા આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો ડોલરની સરખામણીમાં 5.5 ટકા નબળો થયો છે.
સોનાના ભાવમાં ઘટાડો શા માટે?
WGCના ગોલ્ડ રિટર્ન એટ્રિબ્યૂશન મોડલ મુજબ સપ્ટેમ્બરમાં સોનાના ભાવમાં ઘટાડા પાછળ અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ અને ડોલરની મજબૂતી મુખ્ય કારણ રહ્યા. અમેરિકાનો 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ 53 બેસીસ પોઈન્ટ વધીને 5.3 ટકા થઈ ગઈ. એ જ રીતે અમેરિકન ડોલર ઈન્ડેક્સ (DXY)માં 2 ટકાનો વધારો થયો હતો. વ્યાજ આપતા રોકાણો પર વધુ પ્રતિફળ મળાથી સોનું રાખવાનો ખર્ચ વધે છે, કારણ કે સોનું નિયમિત વ્યાજ આપતું નથી. આ કરાણોએ સોનાના ભાવ પર દબાણ નાંખ્યું. જોકે, ભાવમાં ઘટાડા છતાં ETFમાં રોકાણ ચાલુ રહ્યું.
વ્યાજ દરોમાં કડકાઈ વચ્ચે રોકાણકારોએ સોનામાં ખરીદી કરી
સામાન્ય રીતે અણેરિકન વ્યાજદરો અને બોન્ડ યીલ્ડમાં વધારો સોના માટે દબાણ પેદા કરે છે. આમ છતાં રોકાણકારોએ ગોલ્ડ ETFમાં રોકાણ ચાલુ રાખ્યું. WGCએ તેની પાછળ કેટલાક સંભવિત કારણ જણાવ્યા છે, જે મુજબ સતત ઊંચી મોંઘવારી અને ઊર્જાની કિંમતોમાં રોકાણકાર તેમના રોકાણને સુરક્ષિત રાખવાના વિકલ્પ શોધી રહ્યા છે. વિશેષરૂપે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે સંકળાયેલી કંપનીઓએ શેરોના ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતા જળવાઈ રહી છે. બોન્ડ યીલ્ડમાં ઉતાર-ચઢાવના કારણે રોકાણકાર તેમના પોર્ટફોલિયોમાં અન્ય વિકલ્પ સામેલ કરવા માગે છે. કેટલાક રોકાણકારોએ સોનાના ભાવમાં આવેલા ઘટાડાને લાંબા સમય માટે ખરીદીની તક માની છે. ગોલ્ડ ETFમાં સતત રોકાણ એવા સંકેત આપે છે કે કેટલાક રોકાણકારો ટૂંકાગાળાની કિંમતોના ઉતાર-ચઢાવના બદલે પોતાના પોર્ટફોલિયોમાં સોનાની રણનીતિક ભાગીદારી જાળવી રાખવા પર ધ્યાન આપી રહ્યા છે.
ઓક્ટોબરમાં સોના પર રહેશે નજર
સોનાની આગળની દિશા નક્કી કરવામાં અમેરિકન ફેડરલ રિઝર્વની આગામી બેઠક, મોંઘવારીના આંકડા, બોન્ડ યીલ્ડ અને ડોલરની ચાલ મહત્વના હોઈ શકે છે. 14 ઓક્ટોબરે જાહેર કરાયેલા અમેરિકન કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)ના આંકડામાં મોંઘવારીની આશાથી વધુ રહ્યા. તેનાથી આગળ વ્યાજદરોમાં કડકાઈની આશંકા વધી અને આંકડા જાહેર થયા પછી સોનાના ભાવમાં તિવ્ર ઘટાડો આવ્યો. જોકે, ઓઈલના ભાવમાં સ્થિરતા વચ્ચે ફેડરલ ફંડ્સ ફ્યુચર્સ બજાર ઓક્ટોબરની FOMC બેઠકમાં વ્યાજદરને સ્થિર રાખવની 70 ટકાથી વધુ સંભાવના જોવા મળી હતી.
બીજીબાજુ અમેરિકન બોન્ડ યીલ્ડમાં તાજેતરમાં કેટલીક નરમાઈ આવી છે. શેર બજારમાં વિશેષરૂપે ટેક્નોલોજી અને AI શેરોમાં વેચવાલીના કારણે રોકાણકારોનું સુરક્ષિત સરકારી બોન્ડ તરફ વલણ પણ તેનું એક સંભવિત કારણ હોઈ શકે છે. હાલ એમ કહેવું ઉતાવળ હશે કે બોન્ડ યીલ્ડમાં ઘટાડો ચાલુ રહેશે અથવા સોનાને તેનાથી સ્થાયી સમર્થન મળશે. 3 નવેમ્બરે યોજાનારી અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી સુધી ડોલર, બોન્ડ બજાર અને સોનાની ચાલ પર અનિશ્ચિતતા જળવાઈ રહેશે. WGC મુજબ રોકાણકાર નજીકના ભવિષ્યના વ્યાજદરના બદલે અમેરિકન નાણાંકીય જોખમો અને લાંબાગાળાના બોન્ડ પ્રીમિયમ સાથે સંકળાયેલી ચિંતાઓ પર વધુ ધ્યાન આપે તો સોનાની માગને સમર્થન મળી શકે છે.
સોનાના બજારમાં બે અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યા
સપ્ટેમ્બરમાં સોનાના બજારમાં બે અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યા છે. એક તરફ અમેરિકન ડોલરની મજબૂતી, બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ અને બજારમાં વેચવાલીથી સોનાના ભાવ પર દબાણ પડ્યું. બીજીબાજુ ગોલ્ડ ETFમાં વિક્રમી રોકાણ આવ્યું અને વૈશ્વિક સોનાનો ભંડાર વધીને 4,256 ટને પહોંચી ગયો. ભારતીય રોકાણકારો માટે રૂપિયામાં સોનાના ભાવ હજુ પણ વર્ષની શરૂઆતથી 9.4 ટકા વધુ છે. આગામી સમયમાં અમેરિકન ફેડરલ રિઝર્વનું વલણ, બોન્ડ યીલ્ડ અને ડોલરની ચાલ એ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કે સોનામાં ઘટાડા સમયે ખરીદીનો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહે છે કે નહીં.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

2027માં ક્રૂડ ઓઈલની માગમાં આવશે મોટો ઉછાળો, ભારત બનશે મોટું કારણ

ઈથેનોલ સપ્લાય 987 કરોડ લીટર પર પહોંચ્યો, મકાઈ બની સૌથી મોટો આધાર

હોર્મુઝ સંકટથી ભારતીય ચોખાના વેપારને બેવડો ફટકો, Exportમાં 7% ઘટાડો

Sugarના ભાવ કાબૂમાં રાખવા સરકારનો નિર્ણય: શેરડીના રસ અને ખાંડમાંથી બનેલા ઇથેનોલની ખરીદી બંધ

ગોલ્ડ ETF ખુલ્લું, FoF બંધ! સોનામાં રોકાણ કરવા હવે કયો રસ્તો?

ક્રૂડમાં ફરી ભડકો! બ્રેન્ટ $110 પર પહોંચ્યું, બે યુદ્ધો વચ્ચે ડીઝલના ભાવ અને પુરવઠાની ચિંતા વધી

ખોળ નિકાસમાં મોટો ફટકો! FY27ના પ્રથમ 4 મહિનામાં 27%નો ઘટાડો





