સરકારની કડકાઈ બાદ Metaએ ભારતમાં બદલ્યું અલ્ગોરિધમ, Instagram ફીડમાં હવે નહીં દેખાય આવું કન્ટેન્ટ
ભારતમાં Instagram હવે યુઝર્સને તેઓ ફોલો ન કરતા હોય તેવાં એકાઉન્ટ્સમાંથી હિંસક અથવા અશ્લીલ પોસ્ટ અને રીલ્સ ઓછી સૂચવશે. ગયા મહિને સરકારે Metaને ભલામણ પ્રણાલીની સમીક્ષા કરવા કહ્યું હતું. કંપનીએ આ ફેરફારને સરકારની સૂચનાનું સીધું પરિણામ ગણાવ્યું નથી.

Instagram India: ભારતમાં ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરતા કરોડો વપરાશકર્તાઓ માટે હવે સોશિયલ મીડિયાનો અનુભવ વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનશે. ઇન્સ્ટાગ્રામ અને Facebook ની પેરેન્ટ કંપની Meta એ સરકારના દબાણ અને કડક વલણ બાદ ભારતમાં ઇન્સ્ટાગ્રામ ની ભલામણ પ્રણાલી (Recommendation System) માં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ગયા મહિને ભારત સરકારે Meta ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેઓ ભારતમાં વ્યવસાય કરવા માંગતા હોય, તો તેમણે પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો કરવો પડશે. ત્યારબાદ મંગળવારે Meta એ જાહેરાત કરી હતી કે ભારતીય યુઝર્સને હવે ફીડમાં હિંસક અને અશ્લીલ સામગ્રી ઓછ દેખાશે.
સરકારની કડકતા અને ભલામણ સિસ્ટમમાં ફેરફાર
ગયા મહિને સરકારે Meta ને સમીક્ષા કરવા કહ્યું હતું કે વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કેવી રીતે જુએ છે અને હિંસા ભડકાવતી કે જાહેર શાંતિને ખલેલ પહોંચાડતી સામગ્રીને રોકવા માટે એક મજબૂત સિસ્ટમ વિકસાવવામાં આવે. મંત્રાલયની ચિંતા માત્ર વાંધાજનક સામગ્રી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે યુઝર્સ કોઈ એક જ વિચારધારા કે સંકુચિત દ્રષ્ટિકોણ ધરાવતી સામગ્રી સુધી સીમિત ન રહી જાય. સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ ની ભલામણ સિસ્ટમ યુઝર્સની રુચિ અને જોવાની આદતોના આધારે અજાણ્યા એકાઉન્ટ્સની રીલ્સ અને પોસ્ટ બતાવે છે, જેમાં હવે Meta એ મોટો બદલાવ કર્યો છે.
સામગ્રી દૂર નહીં થાય, પરંતુ તેની પહોંચ મર્યાદિત થશે
Meta એ સ્પષ્ટ કર્યું છે કે આ નવા ફેરફારોનો અર્થ એ નથી કે હિંસક કે અશ્લીલ સામગ્રી ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પગલું સામગ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે તેના પ્રમોશન અને યુઝર્સ સુધી પહોંચવાની ક્ષમતાને નિયંત્રિત કરવા સાથે જોડાયેલું છે. એટલે કે આવી પોસ્ટ પ્લેટફોર્મ પર રહી શકે છે, પરંતુ અલ્ગોરિધમ પહેલા જેટલા લોકોને તેની ભલામણ કરશે નહીં.
યુઝર્સની ફરિયાદોમાં ઘટાડો અને અન્ય દેશોના ઉદાહરણ
કંપનીએ દાવો કર્યો છે કે યુઝર ફીડબેકના આધારે ડિફોલ્ટ સેફ્ટી સિસ્ટમમાં કરવામાં આવેલા સુધારાને કારણે ભારતમાં સૂચવેલ સામગ્રી અંગે લોકોની ફરિયાદો એક વર્ષ પહેલા કરતા લગભગ અડધી થઈ ગઈ છે, જોકે આ અંગે કોઈ ચોક્કસ આંકડા જાહેર કરાયા નથી. નોંધનીય છે કે Meta એ અગાઉ કેનેડા અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ Facebook પર રાજકીય સામગ્રીના રેન્કિંગમાં ફેરફાર કર્યા છે. જોકે, Meta એ ભારતના તાજેતરના ફેરફારો માટે સરકારની સલાહને સીધી રીતે જવાબદાર ગણાવી નથી, પરંતુ ભારતમાં વધતી સરકારી તપાસ વચ્ચે આ નિર્ણય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી તરફ મોટો ઈશારો કરે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 44%નો ઉછાળો, સ્માર્ટફોન ઉપરાંત આ પ્રોડક્ટ્સની વધી માંગ

'દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું' કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ પર ભાર

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’

Budget 2027-28: LPGથી કાચા માલ સુધી ટેક્સ ઘટાડવાની માંગ, મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઓ દ્વારા નાણામંત્રી સમક્ષ મૂક્યા પ્રસ્તાવ!





