KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ

ક્રિકેટના મેદાન પર સફળતા મેળવ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ બિઝનેસ અને સ્ટાર્ટઅપની દુનિયામાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. અહેવાલો અનુસાર,તેમની કુલ સંપત્તિ ₹1,060 કરોડથી ₹1,200 કરોડ વચ્ચે હોવાનો અનુમાન છે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
MS Dhoni Net Worth
AI Image

MS Dhoni Net Worth: ક્રિકેટના મેદાન પર 'કેપ્ટન કૂલ' તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોની હવે બિઝનેસની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. 17મી નવેમ્બર, 2026ના રોજ IPLમાં ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા બાદ તેઓ 2027થી ચેન્નાઈ સુપર કિંગ્સના મેન્ટર તરીકે જોવા મળશે. જોકે, ક્રિકેટ ઉપરાંત સ્ટાર્ટઅપ રોકાણ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને વિવિધ વ્યવસાયોએ તેમની આવકના નવા રસ્તા ખોલ્યા છે.


ધોનીની કુલ સંપત્તિ કેટલી?

અહેવાલો અનુસાર,એમએસ ધોનીની કુલ સંપત્તિ 1,060 કરોડ રૂપિયાથી 1,200 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું અનુમાન છે. તેમની માસિક આવક 4થી 5 કરોડ રૂપિયા હોવાનું પણ જણાવાયું છે. નોંધનીય છે કે, આ આંકડા મીડિયા આધારિત અંદાજ છે. ધોનીની વ્યક્તિગત સંપત્તિનું ચોક્કસ મૂલ્ય સ્થાપિત કરતું જાહેર ઓડિટેડ નાણાકીય નિવેદન ઉપલબ્ધ નથી.


IPL અને જાહેરાતોમાંથી કરોડોની કમાણી

વર્ષ 2008થી 2026 દરમિયાન IPLના પગાર અને રિટેન્શન ફીમાંથી એમએસ ધોનીએ આશરે 197 રૂપિયાથી 200.72 કરોડ રૂપિયા કમાયા હોવાનો અંદાજ છે. અહેવાલ અનુસાર, તેઓ 35થી 43 બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. એક એન્ડોર્સમેન્ટ ડીલ માટે અંદાજે 3.5થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની વાર્ષિક જાહેરાત આવક 100થી 150 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.


સ્ટાર્ટઅપ્સમાં એમએસ ધોનીનું રોકાણ

MS Dhoniની બિઝનેસ વ્યૂહરચનામાં 'ઇક્વિટી ફોર એન્ડોર્સમેન્ટ' મોડલ મહત્વપૂર્ણ છે. તેમાં માત્ર જાહેરાતની ફી લેવાને બદલે કંપનીમાં શેરહિસ્સો મેળવવામાં આવે છે. તેમણે ડ્રોન કંપની Garuda Aerospaceમાં રોકાણ કર્યું છે. અહેવાલ મુજબ ઓક્ટોબર 2024માં વધુ 4 કરોડ રૂપિયા રોકીને તેમણે પોતાની ભાગીદારી 1.1 ટકા સુધી વધારી હતી. આ ઉપરાંત Khatabook, EMotorad, BluSmart, CARS24, Shaka Harry, Tagda Raho, Rigi, HomeLane અને Acko જેવી કંપનીઓમાં પણ તેમનું રોકાણ હોવાના અહેવાલો છે.


કપડાંથી લઈને ફિલ્મ પ્રોડક્શન સુધી બિઝનેસ

એમએસ ધોનીનો SEVEN બ્રાન્ડ કપડાં અને ફૂટવેર ક્ષેત્રે કાર્યરત છે. તેમણે પત્ની સાક્ષી સાથે Dhoni Entertainment નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. તેઓ Chennaiyin FCના સહમાલિક છે. હોકી અને રેસિંગ સાથે પણ જોડાયેલા રહ્યા છે.


ખેતી, હોટેલ અને રિયલ એસ્ટેટમાં રોકાણ

રાંચીમાં એમએસ ધોનીનું Hotel Mahi Residency છે. ઉપરાંત તેઓ આશરે 40થી 50 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી અને ડેરી ફાર્મિંગ સાથે જોડાયેલા છે. રાંચીમાં તેમનું સાત એકરનું ફાર્મહાઉસ, દેહરાદૂનમાં અંદાજે 18 કરોડ રૂપિયાનો બંગલો અને લક્ઝરી કાર તથા બાઇકનું કલેક્શન પણ છે. આમ, એમએસ ધોનીની બિઝનેસ સફર માત્ર ક્રિકેટની કમાણી પર નિર્ભર રહેવાને બદલે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ દ્વારા સંપત્તિ ઊભી કરવાની વ્યૂહરચના દર્શાવે છે.

આ પણ વાંચો: MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Instagram in India to Recommend Less Sensitive Content

સરકારની કડકાઈ બાદ Metaએ ભારતમાં બદલ્યું અલ્ગોરિધમ, Instagram ફીડમાં હવે નહીં દેખાય આવું કન્ટેન્ટ

India Electronics Exports

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 44%નો ઉછાળો, સ્માર્ટફોન ઉપરાંત આ પ્રોડક્ટ્સની વધી માંગ

Nitin Gadkari Says Transport Causes 40% Air Pollution

'દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું' કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ પર ભાર

MS Dhoni Retirement

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક

Ramayana Film

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’

Budget 2027-28

Budget 2027-28: LPGથી કાચા માલ સુધી ટેક્સ ઘટાડવાની માંગ, મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઓ દ્વારા નાણામંત્રી સમક્ષ મૂક્યા પ્રસ્તાવ!

NHAI New System

NHAI New System: વીમા વગરના વાહનચાલકો સાવધાન, NHAIની નવી સિસ્ટમ કરશે ઓળખ