લગભગ 82 ટકા ભારતીયો સ્માર્ટફોનને કરે છે નુકસાન, દર 15માંથી એક જ પાસે વીમો
લગભગ 82 ટકા ભારતીયો સ્માર્ટફોનને કોઈને કોઈ રીતે નુકસાન કરે જ છે. તેમની પાસે સ્માર્ટફોનને રક્ષણ આપવાનું કોઈ સુરક્ષા કવચ જ હોતું નથી. દર 15માંથી એક જ ભારતીય સ્માર્ટ ફોનને વીમાથી સુરક્ષિત રાખે છે. આ બતાવે છે કે સ્માર્ટ ફોનના વીમાને લઈને ભારતીયોમાં કેટલી ઉદાસીનતા જોવા મળે છે.

મુંબઈઃ ભારતીયો સ્માર્ટફોન તો લે છે, પરંતુ તેની સલામતીને લઈને તેમનામાં ગજબની બેદરકારી જોવા મળે છે. લગભગ 82 ટકા ભારતીયો સ્માર્ટ ફોનને કોઈને કોઈ રીતે નુકસાન કરે જ છે. તેમની પાસે સ્માર્ટફોનને રક્ષણ આપવાનું કોઈ સુરક્ષા કવચ જ હોતું નથી. દર 15માંથી એક જ ભારતીય સ્માર્ટ ફોનને વીમાથી સુરક્ષિત રાખે છે. આ બતાવે છે કે સ્માર્ટ ફોનના વીમાને લઈને ભારતીયોમાં કેટલી ઉદાસીનતા જોવા મળે છે, એમ હંસા રિસર્ચના સહયોગમાં ભારતના હાઇએસ્ટ રેટેડ ઇન્સ્યોરટેક પ્લેટફોર્મ વનઆસિસ્ટે તેના તારણમાં જણાવ્યું હતું.
આ અહેવાલમાં દર્શાવાયું છે કે ભારતીયોનું સ્માર્ટફોન પરનું અવલંબન વધી ગયું છે, પરંતુ તેના સંરક્ષણને લઈને તેઓમાં ગજબની ઉદાસીનતા જોવા મળે છે. ફોનને અકસ્માતમાં નુકસાન થવા છતાં, ડિવાઇસીનો ખર્ચ વધવા છતાં અને લાંબી ઓનરશિપ સાઇકલ હોવા છતાં સ્માર્ટ ફોનને લગતો કોઈપણ પ્રોટેકશન પ્લાન તેમની પાસે હોતો નથી. આજે ભારતીયો માટે ખરીદીથી લઈને બેન્કિંગ, શોપિંગ, મનોરંજન, ચૂકવણી, સંપર્ક વગેરે માટે સ્માર્ટફોન અનિવાર્ય બની ગયા છે.
સ્માર્ટફોન પડે કે તેને નુકસાન થાય ત્યારે 35 ટકા ભારતીયો રીતસરના ધ્રૂજી જાય છે. જ્યારે 24 ટકા તેના માટે બીજા સાથે લડી પડે છે. જ્યારે 15 ટકાએ તો તેમના પ્લાન રદ કરી દેવા પડે છે. 43 ટકા મહિલાઓ તો 33 ટકા પુરુષ પેનિક થઈ જાય છે. આ બતાવે છે કે ફોનને લઈને તેઓ કેટલા સંવેદનશીલ છે, પરંતુ આ જ લોકો જ્યારે ફોનના વીમાની વાત આવે એટલે સામે પૂછે છે વીમો અને તે પણ પાછો સ્માર્ટફોનનો. આવું તો ક્યારેય સાંભળ્યું નથી.
આના કારણે ઘણી વખત સ્માર્ટફોનની કિંમત જેટલો તેનો ખર્ચો આવી જાય છે. સ્માર્ટફોનનો વીમો નહીં લેવાનું મુખ્ય કારણ વિશ્વાસનો અભાવ છે. આ સિવાયનું બીજું કારણ ક્લેમની જટિલ પ્રક્રિયા છે અને લોકોમાં તેના અંગેની જાણકારીનો પણ ભાવ છે. વનઆસિસ્ટ માટે અહીં જ મોટી તકનું નિર્માણ થયું છે. આજે 2011માં સ્થપાયેલી કંપની કુલ ત્રણ કરોડથી વધુ ગ્રાહકોને સંરક્ષણ પૂરું પાડે છે. તેનું અખિલ ભારતીય નેટવર્ક અને ત્રણ હજારથી વધુ પાર્ટનરો દ્વારા પૂરી પડાતી સર્વિસ ગ્રાહકોને પ્રોટેકશન સોલ્યુશન્સ પૂરા પડે છે. ભારતનું સ્માર્ટફોનનું વિશાળ બજાર જોતાં કંપની માને છે કે હજી તેના વ્યાપની વિસ્તૃત સંભાવના છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
