QUAD Summit: પીએમ મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ મુલાકાત! ટેકનોલોજી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવા પર ભાર
ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આજે (17મી નવેમ્બ) ક્વાડ (QUAD) દેશોના નેતાઓની મહત્ત્વપૂર્ણ મુલાકાત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ એક મંચ પર જોવા મળ્યા હતા.

QUAD Summit: વૈશ્વિક રાજકારણમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સહયોગને લઈને મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ASEAN સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ છે. આ દરમિયાન ક્વાડ (QUAD)ના ચારેય દેશોના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. લગભગ બે વર્ષ બાદ આ સ્તરની બેઠક યોજાવાથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અને આર્થિક સહયોગની ચર્ચા ફરી થઈ રહી છે.
QUADના ચારેય દેશોના નેતાઓ મનીલામાં મળ્યા
આજે (17 નવેમ્બર) મનીલામાં યોજાયેલી મુલાકાતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ હાજર રહ્યા હતા. આ નેતાઓએ સંયુક્ત ફોટોગ્રાફમાં પણ ભાગ લીધો હતો. આ મુલાકાત ASEAN સમિટની સાથે યોજાયેલા QUAD કાર્યક્રમનો ભાગ હતી.
ભારત માટે આ બેઠક કેમ મહત્ત્વની છે?
QUAD દેશો વચ્ચે મહત્વપૂર્ણ ખનિજોના સપ્લાય ચેઇન, દરિયાઈ સુરક્ષા, AI અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 31મી ઓક્ટોબરે યોજાયેલી QUAD વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ આ ક્ષેત્રોમાં સહયોગ આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મનીલાની બેઠકથી આ પ્રયાસોને નેતાઓના સ્તરે આગળ વધારવાની તક મળી છે.
QUAD એટલે Quadrilateral Security Dialogue. તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ ચાર દેશો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, કનેક્ટિવિટી, ટેકનોલોજી અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર સાથે કામ કરે છે.
આ પણ વાંચો: ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ
Also Read

ભારતમાં વિમાનોની અછત! વધુ 1,000 વિમાન ખરીદવાની તૈયારી, શું હવે વિદેશની ફ્લાઇટ્સ વધશે?

સરકારની કડકાઈ બાદ Metaએ ભારતમાં બદલ્યું અલ્ગોરિધમ, Instagram ફીડમાં હવે નહીં દેખાય આવું કન્ટેન્ટ

ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 44%નો ઉછાળો, સ્માર્ટફોન ઉપરાંત આ પ્રોડક્ટ્સની વધી માંગ

'દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું' કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ પર ભાર

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક




