રક્ષાબંધન: પરંપરાની સાથે કરોડો રૂપિયાની અર્થવ્યવસ્થાને વેગ આપતો તહેવાર
આ તહેવાર લાગણીના સંબંધોને જોડવાની સાથે દેશના અનેક નાના-મોટા વ્યવસાયોને પણ જોડે છે.

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો તહેવાર છે, પરંતુ તેની પાછળ એક મોટું આર્થિક ચક્ર પણ કામ કરે છે. બજારમાં મળતી હાથથી બનાવેલી રાખડીઓથી લઈને ઓનલાઈન વેચાતી સોના-ચાંદી, હીરા-મોતી જડિત રાખડીઓ સુધી આ તહેવાર દેશના નાના થી મોટા ઉદ્યોગોને કમાણી કરવાની તક આપે છે. CAITના અંદાજ મુજબ ભારતમાં રાખડીઓનો વેપાર આ વર્ષે ₹25000 કરોડને પાર થવાની સંભાવના છે. જ્યારે મીઠાઈ, ભેટ, કપડાં અને અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવે તો, કુલ વેપાર ₹30000 કરોડથી વધુ થવાની શક્યતા છે. આ વર્ષે બજારમાં સ્વદેશી રાખડીઓ, તેમજ સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાયેલા ચિહ્નો ધરાવતી રાખડીની માંગમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં તૈયાર થતી વિશિષ્ટ ડિઝાઇન અને સ્થાનિક કારીગરી ધરાવતી રાખડીઓ ગ્રાહકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

રક્ષાબંધનના બજારનું કદ
2026માં રાખડીનો અંદાજિત વેપાર વર્ષ 2025ની સરખામણીએ અંદાજે 45% વધુ રહી શકે છે. ગત વર્ષે દેશમાં ફક્ત રાખડીનો વેપાર આશરે ₹17,000 કરોડ હતો, જ્યારે 2024માં તે લગભગ ₹12,000 કરોડ, 2024માં તે આશરે ₹10,000 કરોડ હતો. ભારતમાં દર વર્ષે અંદાજીત 25–30 કરોડ રાખડીઓ વેચાય છે. ઉપરાંત અમેરિકા, બ્રિટન, UAE, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતનાં દેશોમાં પણ ભારતીયો લાખો રાખડીઓ મોકલી રહ્યાં છે.
કયા ઉદ્યોગોને થાય છે ફાયદો?
રાખડીનું ઉત્પાદન: જયપુર, સુરત, વારાણસી અને દિલ્હી રાખડીના મોટા ઉત્પાદન કેન્દ્રો છે. પરંપરાગત રાખડીથી લઈને ડિઝાઇનર, ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ, ચાંદી અને ગોલ્ડ-પ્લેટેડ રાખડીઓની પણ માંગ વધી રહી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો કારીગરોને પણ રોજગારી મળી રહે છે.

મીઠાઈ અને કન્ફેક્શનરી: રક્ષાબંધન મીઠાઈના વેચાણ માટે દિવાળી પછીના મહત્વના તહેવારોમાં આવે છે. કાજુ કતરી, લાડુ અને રસગુલ્લા જેવી મીઠાઈઓની માંગ વધે છે. અનેક બ્રાન્ડ્સ ખાસ રક્ષાબંધન ગિફ્ટ પેક પણ લોન્ચ કરી પોતાનું વેચાણ વધારે છે.

જ્વેલરી: સોના-ચાંદીની રાખડીઓ અને ‘રાખડી ગોલ્ડ કોઈન’ જેવી ઓફરો તહેવાર દરમિયાન જ્વેલર્સના વેચાણને વેગ આપે છે.

ગિફ્ટ અને ગ્રીટિંગ્સ: પરંપરાગત કાર્ડ્સ સાથે પરફ્યુમ, ઘડિયાળ, હેન્ડબેગ, ટેક પ્રોડક્ટ અને અન્ય ગિફ્ટ આઇટમ્સ પણ બજારમાં લોકપ્રિય જોવા મળી રહી છે.

લોજિસ્ટિક્સ અને કુરિયર: દેશભરમાં રાખડીઓ પહોંચાડવામાં ઈન્ડિયા પોસ્ટ અને ખાનગી કુરિયર કંપનીઓની મહત્વની ભૂમિકા રહે છે. તહેવાર દરમિયાન કુરિયર શિપમેન્ટમાં નોંધપાત્ર વધારો થાય છે.

ઈ-કોમર્સ અને ડિજિટલ ગિફ્ટિંગ: Flipkart, Amazon, Ferns N Petals જેવા પ્લેટફોર્મ્સ મારફતે વિદેશમાં રહેતા ભારતીયો પણ રાખડી અને ગિફ્ટ મોકલી તહેવારની ઉજવણી કરે છે. 2026માં ડિજિટલ ગિફ્ટ કાર્ડ્સનું ચલણ પણ વધી રહ્યું છે.

ટેક્સટાઇલ અને હસ્તકલા: રક્ષાબંધન દરમિયાન સાડી, કુર્તા અને વિવિધ હસ્તકલા સહિત પરંપરાગત પોષાકનાં ઉત્પાદનોનાં ઉદ્યોગમાં પણ તેજી જોવા મળે છે.

સ્થાનિક હસ્તકલા ધરાવતી રાખડીઓની માંગમાં વધારો
દેશના વિવિધ વિસ્તારોની કલા, સંસ્કૃતિ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપતી રાખડીઓ પણ બજારમાં લોકપ્રિય બની રહી છે. તેમાં નાગપુરની ખાદી રાખડી, જયપુરની સાંગાનેર કલા રાખડી, આસામની ચા-પત્તીની રાખડી, કોલકાતાની જૂટ રાખડી, મુંબઈની સિલ્ક રાખડીનો સમાવેશ થાય છે. આ પ્રકારની રાખડીઓ સ્થાનિક હસ્તકલા અને નાના ઉદ્યોગોને બજાર પૂરું પાડે છે. ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકો, સ્વસહાય જૂથો અને નાના કારીગરો માટે રક્ષાબંધન આવક વધારવાની મહત્વની તક બની રહ્યું છે.

સીઝનલ બૂસ્ટ: રક્ષાબંધન પહેલાંના એક મહિનામાં મીઠાઈ, જ્વેલરી અને કુરિયર સેવાઓના વ્યવસાયમાં 40–60% સુધીનો વધારો જોવા મળે છે.

રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ-બહેનના પ્રેમ પૂરતો સીમિત નથી, પરંતુ તે દેશના અનેક વ્યવસાયો માટે પણ કમાણીની મોટી તક ઊભી કરે છે. ભારતમાં રક્ષાબંધનનું વાર્ષિક બજાર અંદાજે ₹6,000થી ₹8,000 કરોડનું છે અને તેમાં દર વર્ષે 10–12%ની વૃદ્ધિ જોવા મળે છે. દેશમાં દર વર્ષે આશરે 25–30 કરોડ રાખડીઓનું વેચાણ થાય છે. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન, UAE, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં પણ લાખો રાખડીઓ મોકલવામાં આવે છે. તહેવારનાં મહિના અગાઉ મીઠાઈ, જ્વેલરી અને કુરિયર સેવાઓના વ્યવસાયમાં પણ 40–60% સુધીનો સીઝનલ વધારો જોવા મળે છે.
આ પણ વાંચો: મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
