KuberaNowLogo
Friday, 30/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

GAILના બોર્ડે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની GAIL Gasને IPO મારફતે ભારતીય શેરબજારમાં લિસ્ટ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રસ્તાવ મુજબ GAIL Gasમાં 25% સુધીનો હિસ્સો વેચી શકાય છે. જોકે IPOનું મૂલ્યાંકન, પ્રાઈઝ બેન્ડ, માળખું અને હિસ્સો વેચવાની અંતિમ માત્રા હજી નક્કી થવાની બાકી છે.

kuberanow deskPublished On : 30 Oct 2026
GAIL GAS IPO
AI GENERATED

સરકારી ગેસ કંપની GAIL (India)એ પોતાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની GAIL Gas Limitedના IPO માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 30 ઑક્ટોબરે કરવામાં આવેલી એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, GAIL Gasને IPO મારફતે ભારતીય શેરબજારમાં લિસ્ટ કરવાની યોજના છે અને આ પ્રક્રિયામાં GAIL પોતાની ઇક્વિટીમાં 25% સુધીનો હિસ્સો ઘટાડવાની તૈયારી કરી રહી છે.


હજુ IPOની અંતિમ શરતો નક્કી નથી

હાલ બોર્ડે માત્ર સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. IPOનું અંતિમ મૂલ્યાંકન, પ્રાઈઝ બેન્ડ, કેટલો હિસ્સો વેચાશે અને ઇશ્યૂનું માળખું કેવું રહેશે તે હજી નક્કી થયું નથી. કંપનીએ જણાવ્યું છે કે બૂક રનિંગ લીડ મેનેજરની ભલામણોના આધારે GAIL Gas અંતિમ પ્રસ્તાવ તૈયાર કરશે. ત્યારબાદ GAILના બોર્ડ પાસેથી હિસ્સો વેચવાની અંતિમ માત્રા, IPOની રીત અને અન્ય શરતો માટે ફરી મંજૂરી લેવામાં આવશે.


GAIL Gas શું કરે છે?

GAIL Gas હાલમાં 16 જિયોગ્રાફિકલ એરીયામાં સીધી રીતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ ચલાવે છે, જ્યારે અન્ય 9 વિસ્તારોમાં જોઈન્ટ વેન્ચર મારફતે કામગીરી કરે છે. કંપની ઘરેલું PNG, CNG અને અન્ય ગેસ વિતરણ સેવાઓ સાથે જોડાયેલી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ આશરે 16,610 નવા ડોમેસ્ટીક પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન ઉમેર્યા હતા.


આ પણ વાંચો: સપ્ટે.ના કુલ મૂડી એકત્રીકરણમાં ડેટનો બે તૃતીયાંશ હિસ્સો; પબ્લિક બોન્ડ ઇશ્યૂ માત્ર ₹1,287 કરોડના


IPO પછી પણ GAILનો મોટાભાગનો હિસ્સો રહેશે

જો 25% સુધી હિસ્સો વેચવામાં આવે તો પણ GAIL Gasમાં GAILનો મોટાભાગનો હિસ્સો ચાલુ રહેશે. જોકે કેટલાક વિશ્લેષકોના મતે પેટાકંપની અલગ લિસ્ટ થયા બાદ GAILના મૂલ્યાંકન પર હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટનો મુદ્દો ઊભો થઈ શકે છે. એટલે બજાર હવે GAIL Gasના IPOનું મૂલ્યાંકન અને IPO પછી પેરેન્ટ કંપની GAILમાં કેટલો હિસ્સો રહેશે તેના પર નજર રાખશે.


જાહેરાત બાદ GAILના શેરમાં તેજી

30 ઑક્ટોબરે જાહેરાત બાદ GAILનો શેર NSE પર તેજીમાં રહ્યો હતો. શેર આશરે 1.66% વધીને ₹167.91ના સ્તરે બંધ થયો હતો. હાલમાં IPOની તારીખ, ઈસ્યૂ સાઈઝ અને પ્રાઈઝ બેન્ડ જાહેર થયા નથી. આ વિગતો બુક રનિંગ લીડ મેનેજર્સની ભલામણ અને બોર્ડની અંતિમ મંજૂરી બાદ સ્પષ્ટ થશે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn