ધીરુભાઈથી આકાશ સુધી, રોકાણકારોને બંને યુગમાં કમાણી
Reliance Textile 70–80% પ્રીમિયમ સાથે લિસ્ટ થયું હતું, જ્યારે Jio Platformsએ 21.36% લિસ્ટિંગ ગેઇન આપ્યો, 1977થી 2026 સુધી ઈશ્યુ પ્રાઈસ, લિસ્ટિંગ ગેઇન અને IPOના કદમાં આવ્યો મોટો ફેરફાર

રિલાયન્સ જૂથની કંપની જિયો પ્લેટફોર્મ્સ બુધવારે NSE અને BSE પર લિસ્ટ થઈ હતી. કંપનીના શૅર 21 ટકા પ્રિમિયમ પર રૂ. 1358ના ભાવે લિસ્ટ થતાં રોકાણકારોને દિવાળી પહેલાં કમાણી થઈ છે. લિસ્ટિંગ પહેલાં અનંત અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા. આ સમયે રિલાયન્સ જૂથની સૌથી પહેલી કંપની રિલાયન્સ ટેક્સટાઈલના આઈપીઓમાં રોકાણકારોને થયેલી કમાણી પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. દાદા ધીરુભાઈ અંબાણીથી જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણી સુધીની રિલાયન્સ જૂથની યાત્રા રોકાણકારો માટે કમાણી કરાવનારી બની રહી છે.
ભારતીય મૂડીબજારની સફરમાં 1977નો Reliance Textile IPO અને 2026નો Jio Platforms IPO બે અલગ યુગનું પ્રતિનિધિત્વ કરે છે. એક તરફ 1977માં Reliance Textile Industriesનો IPO માત્ર ₹10ની ઈશ્યુ પ્રાઈસે આવ્યો હતો, જ્યારે લગભગ પાંચ દાયકા બાદ Jio Platformsનો IPO ₹1,119ની ઈશ્યુ પ્રાઈસ સાથે બજારમાં આવ્યો. બંને IPOની કિંમત, કદ, રોકાણકારોની ભાગીદારી અને લિસ્ટિંગ ગેઇનમાં મોટો તફાવત જોવા મળે છે.
શૅરબજારમાં ₹10થી ₹1,119 સુધીની સફર
1977માં Reliance Textile Industriesનો IPO ₹10ની ઈશ્યુ પ્રાઈસે આવ્યો હતો. IPOનું કદ આશરે ₹2.82 કરોડ હતું અને કુલ 28.20 લાખ શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ IPOને 7.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. બીજી તરફ 2026માં Jio Platformsનો IPO ₹1,065થી ₹1,119ના પ્રાઈસ બેન્ડ સાથે આવ્યો અને અંતિમ ઈશ્યુ પ્રાઈસ ₹1,119 રહી. IPOનું કદ આશરે ₹30,213 કરોડ હતું અને લગભગ 27 કરોડ શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. Jio Platformsના IPOને 22.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
બંને કંપનીઓના લિસ્ટિંગ ગેઇનમાં રોકાણકારોને કમાણી
Reliance Textileના શેરનું લિસ્ટિંગ 23 જાન્યુઆરી 1978ના રોજ થયું હતું. ઉપલબ્ધ ઐતિહાસિક આંકડા મુજબ શેરનું લિસ્ટિંગ આશરે ₹17થી ₹18ની આસપાસ થયું હતું. એટલે કે IPOની ₹10ની ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં રોકાણકારોને લગભગ 70થી 80 ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો હતો. બીજીબાજુ Jio Platformsના શેરનું લિસ્ટિંગ 28 ઑક્ટોબર 2026ના રોજ ₹1,358 પર થયું. ₹1,119ની ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં લિસ્ટિંગ ગેઇન 21.36 ટકા રહ્યો છે. આમ બંને કંપનીઓના લિસ્ટિંગ ગેઈનમાં રોકાણકારોને તો કમાણી જ થઈ છે.

₹1,000નું રોકાણ ક્યાં કેટલું બન્યું?
માત્ર લિસ્ટિંગના દિવસે થયેલા વળતરની સરખામણી કરીએ તો 1977ના Reliance Textile IPOમાં ₹1,000નું મૂલ્ય લિસ્ટિંગ સમયે આશરે ₹1,700થી ₹1,800 થયું હતું. બીજી તરફ Jio Platformsના IPOમાં ₹1,000નું મૂલ્ય લિસ્ટિંગ સમયે ₹1,213.60 થયું. જોકે, આ આંકડા માત્ર લિસ્ટિંગના દિવસના ગેઇનની સરખામણી દર્શાવે છે. તેને બંને કંપનીઓના લાંબા ગાળાના વળતર તરીકે જોવું યોગ્ય નથી.
49 વર્ષમાં IPO બજાર કાગળથી ડિજિટલ બન્યું
Reliance Textile IPOના સમયમાં ભારતીય મૂડીબજારનું કદ, રોકાણકારોની સંખ્યા, ટેક્નોલોજી અને ટ્રેડિંગની સુવિધાઓ આજની સરખામણીમાં ઘણી નાની હતી. IPO પ્રક્રિયા પણ મોટાભાગે કાગળ આધારિત હતી. બીજીબાજુ 2026 સુધીમાં IPO બજાર ડિજિટલ બની ગયું છે. ઓનલાઈન અરજી, UPI, ડિમેટ ખાતાં, ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ અને મોટા સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીને કારણે IPOમાં રોકાણ કરવું વધુ સરળ બન્યું છે. આ જ તફાવત Jio Platformsના IPOના કદમાં પણ જોવા મળે છે. ₹2.82 કરોડના Reliance Textile IPOની સામે Jio Platformsનો IPO આશરે ₹30,213 કરોડનો રહ્યો.
સબ્સ્ક્રિપ્શનથી રોકાણકારોની બદલાતી ભૂમિકા
Reliance Textile IPOને 7.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. લગભગ પાંચ દાયકા બાદ Jio Platformsના IPOને 22.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. આ તફાવત ભારતીય મૂડીબજારમાં રોકાણકારોની વધતી ભાગીદારી અને IPO પ્રત્યેના વધતા રસને દર્શાવે છે. જોકે, માત્ર સબ્સ્ક્રિપ્શનના આધારે કોઈ IPOની સફળતા કે ભવિષ્યના વળતરનો અંદાજ લગાવી શકાય નહીં.
બે IPO, બે યુગની કહાની
Reliance Textile IPOથી Jio Platforms IPO સુધીની સફર માત્ર ₹10થી ₹1,119 સુધીની કિંમતની સફર નથી. તે ભારતીય મૂડીબજારના વિસ્તરણ, ટેક્નોલોજીના વિકાસ, રોકાણકારોની વધતી સંખ્યા અને મોટા કોર્પોરેટ IPOના બદલાતા સ્વરૂપની પણ કહાની છે. 1977માં ₹2.82 કરોડના IPOથી શરૂ થયેલી આ સફર 2026માં આશરે ₹30,213 કરોડના Jio Platforms IPO સુધી પહોંચી છે. લિસ્ટિંગ ગેઇનના મામલે Reliance Textile આગળ રહ્યું, પરંતુ IPOના કદ અને સબ્સ્ક્રિપ્શનના મામલે Jio Platformsએ અનેકગણી મોટી બજાર ભાગીદારી દર્શાવી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio Platforms IPO Listing: દિવસ દરમિયાન NSE પર 1,416.90ની નવી હાઈ બનાવી

Jio Platformsની એન્ટ્રી સાથે NSE પર Reliance ગ્રૂપની 12મી કંપની બની

Paras Healthcareનું ₹720 પર Lisitng: 3.90% પ્રીમિયમ સાથે એન્ટ્રી, નફામાં કમબેક છતાં દેવું વધ્યું

'જુગ જુગ Jio': દાદાના સ્વપ્નથી માતાના માર્ગદર્શન સુધી; Jio Listing પર અનંત અંબાણીનું નિવેદન

અનંત અંબાણીની સ્પીચ સાંભળી ગદગદ થયા મુકેશ અંબાણી

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Ipo Listing: Jioનો IPO લાગ્યો હોય તો શેર કેવી રીતે વેચશો? લિસ્ટિંગ ડે પર આ બાબતો ખાસ જાણો






