ભારતે છ મહિનામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાંથી કરી 2.50 લાખ કરોડની કમાણી
ભારતની એપ્રિલથી સપ્ટેમ્બરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી કમાણી વાર્ષિક ધોરણે રૂપિયામાં 50 ટકા વધીને રૂ. 2.59 લાખ કરોડ થઈ છે. આ બતાવે છે કે ભારત આયાતની સાથે નિકાસમાં પણ અગ્રેસર છે.

નવી દિલ્હીઃ ભારત ક્રૂડ ઓઇલની મોટા પ્રમાણમાં આયાત કરે છે અને ભારત વર્ષે 150 અબજ ડોલરથી પણ વધુ રકમ આયાત કરતું હોવાનું કહેવાય છે, એટલે કે 22 લાખ કરોડ જેટલી રકમની જંગી આયાત કરે છે, પરંતુ શું કોઈને કલ્પના પણ છે કે ભારત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની જરૂરિયાત મુજબ આયાત તો કરે જ છે, પરંતુ તેની નિકાસમાંથી પણ જંગી કમાણી કરે છે. આમ ભારત ફક્ત ક્રૂડ ઓઇલની આયાત જ કરતું નથી, તેનું પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં રૂપાંતરણ કરીને નિકાસ પણ કરે છે.
ભારતની એપ્રિલથી સપ્ટેમ્બરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી કમાણી વાર્ષિક ધોરણે રૂપિયામાં 50 ટકા વધીને રૂ. 2.59 લાખ કરોડ થઈ છે. આ બતાવે છે કે ભારત આયાતની સાથે નિકાસમાં પણ અગ્રેસર છે. આમ ચાલુ વર્ષે ભારત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાંથી જ પાંચ લાખ કરોડ કરતાં વધુ આવક રળશે તો આશ્ચર્ય નહીં થાય. વોલ્યુમના સંદર્ભમાં નિકાસમાં 16 ટકાનો ઘટાડો થવા છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા ભાવ અને નબળા રૂપિયાના લીધે આ ઘટાડો ભરપાઈ થઈ ગયો છે.
પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના આંકડાના જણાવ્યા મુજબ ડોલરના સંદર્ભમાં નફાકારકતામાં જોઈએ તો 40 ટકા વધારો થયો છે, તેનું પ્રતિબિંબ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇંધણના ભાવમાં પડે છે. ડીઝલ અને પેટ્રોલના સરેરાશ ભાવ પ્રાદેશિક ધોરણ મુજબ 83 અને 54 ટકા વધ્યા છે. આ વૃદ્ધિનું એક કારણ રૂપિયામાં ઘટાડો પણ છે. એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ડોલર સામે રૂપિયો સરેરાશ 95.17ના સ્તરે રહ્યો છે, જે વર્ષ અગાઉ 86.44 હતો. આમ રૂપિયાએ ડોલર સામે નવ રૂપિયા ઘટ્યો છે.

ડીઝલ ભારતની સૌથી વધુ નિકાસકર્તા પેટ્રોલિયમ પ્રોડક્ટ રહી છે. નફાકીય વૃદ્ધિમાં તેનો હિસ્સો નોંધપાત્ર છે. ડીઝલમાં નિકાસ રૂપિયાના સંદર્ભમાં 58 ટકા વધીને રૂ. 1.2 લાખ કરોડ થઈ છે, વોલ્યુમમાં 19 ટકા ઘટાડો થવા છતાં પણ આ નિકાસ નોંધાઈ છે. જ્યારે ડોલરના સંદર્ભમાં જોઈએ તો 48 ટકા વધારો થયો હતો. ડીઝલનો સરેરાશ બેન્ચમાર્ક પ્રાઇસ પ્રતિ બેરલ 151 ડોલર થયો હતો.
પેટ્રોલની નિકાસ રૂપિયાના સંદર્ભમાં 21 ટકા વધીને રૂ. 58,000 કરોડ થઈ છે અને ડોલરના સંદર્ભમાં તે 13 ટકા વધી છે, વોલ્યુમમા4 24 ટકા ઘટાડો થયો હોવા છતાં આ વૃદ્ધિ નોંધાઈ છે. સરેરાશ રિજનલ પેટ્રોલ બેન્ચમાર્ક પ્રાઇસ પ્રતિ બેરલ 120 ડોલર થયો છે. ડીઝલ અને પેટ્રોલ રૂપિયામાં ભારતની કુલ પેટ્રોલિયમ નિકાસમાં લગભગ 70 ટકાનો હિસ્સો ધરાવે છે.
ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે નિકાસના વોલ્યુમમાં ઘટાડો દર્શાવે છે કે સ્થાનિક સરપ્લસ માંગ વિસ્તરી છે, જ્યારે ઉત્પાદન સ્થિર છે. સ્થાનિક વપરાશ માંગ ભૂરાજકીય અનિશ્ચિતતા અને સ્થાનિક સ્તરે ભાવમાં વધારો થવા છતાં પણ મજબૂત રહી છે, તેના લીધે રિફાઇનરો પાસે વિદેશમાં વેચવા માટે ઓછું ઓઇલ છે.
સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનાના અંતે ડીઝલનો વપરાશ સંયુક્ત રીતે પાંચ ટકા અને સાત ટકા વૃદ્ધિ પામ્યો છે. ભારત મુખ્યત્વે ડીઝલ, પેટ્રોલ, જેટ ફ્યુઅલ, નેપ્થા અને ફ્યુઅલ ઓઇલની નિકાસ કરે છે. ડીઝલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કુલ નિકાસમાં વોલ્યુમના ધોરણે 42 ટકા હિસ્સો ધરાવે છે અને પેટ્રોલ 23 ટકા હિસ્સો ધરાવે છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

GSTમાં ફરી મોટો ફેરફાર! 1 જાન્યુઆરીથી આવી શકે AI આધારિત નવી સિસ્ટમ

ભારત-ઇયુ યુરોપીયન યુનિયન FTA 2026ના અંત સુધીમાં કાર્યરત થઈ શકેઃ પીયુષ ગોયલ

દેશમાં એન્જિનિયરિંગ નિકાસ 250 અબજ ડોલર સુધી લઈ જવાની વ્યૂહરચના પર ચર્ચા

સુરક્ષિત બેન્કિંગ માટે ડિજિટલ કવચ: ઓડિશામાં PM Modiએ RBIના નવા ડેટા સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

રૂપિયાનો ભાવ નક્કી કરવો RBIનું લક્ષ્ય નથી, બજારમાં વધુ પડતી ઉથલપાથલ થાય તો પગલાં લઈશું: RBI ગવર્નર

Sagarmala Project: બંદરોથી જહાજ નિર્માણ સુધી, SMFCLએ ₹11,563 કરોડનું ધિરાણ મંજૂર કર્યું

'ટન' નહીં હવે 'કિલોમીટર' દીઠ વસૂલાશે ડ્યુટી! ચીનના કોપર ડેટા કેબલ્સ પર એન્ટી-ડમ્પિંગ ગણતરી બદલાઈ






