KuberaNowLogo
Tuesday, 27/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Opening Bell: સતત બીજા દિવસે ભારતીય શેરબજારનું નેગેટિવ ઓપનિંગ, IT શેરો પર દબાણ

સતત બીજા દિવસે ભારતીય શેરબજારની નેગેટિવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 122.37 પોઈન્ટ ઘટી 73,484.38 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 44.40 પોઈન્ટ ઘટાડા સાથે 22,708.80 પર ખુલતા બજારની લાલ નિશાન સાથે શરૂઆત થઈ છે. પ્રારંભિક કારોબારમાં GIFT Nifty આશરે 110 પોઇન્ટ ઘટીને 22,663.50 પર રહ્યો હતો. અગાઉ 26 ઑક્ટોબરે ભારતીય બજારે સતત ચાર સત્રની મંદીનો અંત લાવી તેજી સાથે બંધ આપ્યો હતો.

kuberanow deskPublished On : 27 Oct 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Indian Stock Market: સતત બીજા દિવસે ભારતીય શેરબજારની નેગેટિવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 122.37 પોઈન્ટ ઘટી 73,484.38 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 44.40 પોઈન્ટ ઘટાડા સાથે 22,708.80 પર ખુલતા બજારની લાલ નિશાન સાથે શરૂઆત થઈ છે. પ્રારંભિક કારોબારમાં GIFT Nifty આશરે 110 પોઇન્ટ ઘટીને 22,663.50 પર રહ્યો હતો. અગાઉ 26 ઑક્ટોબરે ભારતીય બજારે સતત ચાર સત્રની મંદીનો અંત લાવી તેજી સાથે બંધ આપ્યો હતો. બીજી તરફ, એશિયન બજારોમાં મંગળવારે પ્રારંભિક તેજી જોવા મળી હતી અને અમેરિકન બજારો સોમવારે વધીને બંધ થયાં હતાં. ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકન બોન્ડ યીલ્ડ અને વિદેશી રોકાણકારોના વેચાણ પર પણ આજે નજર રહેશે.


ભારતીય શેરબજારમાં મંગળવારે 27 ઑક્ટોબરે નબળી શરૂઆત થઈ છે. પ્રારંભિક કારોબારમાં GIFT Nifty આશરે 110 પોઇન્ટ ઘટીને 22,663.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે સ્થાનિક ઇક્વિટી બજાર માટે નબળા ઓપનિંગનો સંકેત આપે છે. જોકે, એશિયન બજારોમાં મંગળવારે પ્રારંભિક કારોબારમાં તેજી જોવા મળી હતી. સોમવારે અમેરિકાના મુખ્ય શેર સૂચકાંકો પણ વધીને બંધ થયા હતા. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વેચાણ અને ક્રૂડ ઓઇલના ભાવ ભારતીય બજાર માટે મહત્વના પરિબળો રહેશે.


નિફ્ટી IT ઈન્ડેક્સ સૌથી નબળું પ્રદર્શન કરનાર સેક્ટોરલ ઈન્ડેક્સ રહ્યો, જેમાં 1.60 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી સિમેન્ટ ઈન્ડેક્સમાં 0.91 ટકાનો ઘટાડો થયો, જ્યારે નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.54 ટકા ઘટ્યો હતો. નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસીસ અને નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.


જોકે, ઓટો, ફાર્મા અને PSU બેંક શેરોમાં જોવા મળેલી તેજીને કારણે બજારના વ્યાપક નુકસાનને મર્યાદિત કરવામાં મદદ મળી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં 0.50 ટકાનો વધારો થયો, જ્યારે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.67 ટકા વધ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સમાં 0.72 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.


NIFTY 50: 22,707.65 (-0.20%)

Top Gainers:

1) Tata Consumer: +2.58%

2) Max HealthCare: +1.09%

3) Shriram Finance: +0.93%


Top Losers:

1) JSW Steel: -2.33%

2) Infosys: -2.01%

3) HUL: -0.98%

4) HCL Tech: -0.96%

5) Tech Mahindra: -0.92%


Active by volume:

1) HDFC Bank: -0.35%

2) ICICI Bank: -0.50%

3) Eternal: +0.33%


Active by value:

1) HDFC Bank: -0.27%

2) ICICI Bank: -0.81%

3) Bharti Airtel: -0.01%


NIFTY BANK: 54,304.45 (-0.11%)

Top Gainers:

1) Canara Bank: +1.10%

2) Union Bank of India: +1.10%

3) PNB: +0.53%


Top Losers:

1) ICICI Bank: -0.92%

2) HDFC Bank: -0.54%

3) IDFC First Bank: -0.51%

4) IndusInd Bank: -0.48%

5) SBI: -0.25%


Active by volume:

1) YES Bank: -0.19%

2) HDFC Bank: -0.59%

3) Canara Bank: +0.99%


Active by value:

1) HDFC Bank: -0.51%

2) ICICI Bank: -0.93%

3) SBI: -0.31%


SENSEX: 73,386.93 (-0.29%)

Top Gainers:

1) BEL: +1.48%

2) Eternal: +0.60%

3) Sun Pharma: +0.55%


Top Losers:

1) Infosys: -2.84%

2) TCS: -1.29%

3) Asian Paints: -1.25%

4) HUL: -1.14%

5) HCL Tech: -1.06%


Active by volume:

1) HDFC Bank: -0.33%

2) Tata Steel: +0.02%

3) Eternal: +0.56%


Active by value:

1) HDFC Bank: -0.32%

2) ICICI Bank: -0.71%

3) Bharti Airtel: +0.16%


આ પણ વાંચો: Indian Passport Ranking: ભારતીય પાસપોર્ટનો વૈશ્વિક રૅન્કિંગમાં સુધારો


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn