KuberaNowLogo
Tuesday, 27/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Jio IPO: એલોટમેન્ટ થઈ જતાં 4.68 લાખ કરોડની રકમ છૂટી થઈ

આઇપીઓમાં એલોટમેન્ટ પૂરુ થયા પછી જે રોકાણકારોને શેર લાગ્યા નથી તેમના ખાતામાં પડેલી રકમ હવે ASBAથી મુક્ત થાય છે, તેના કારણે હવે 4.68 લાખ કરોડની રકમ મુક્ત થશે તેમ માનવામાં આવે છે.

desk@kuberanowPublished On : 27 Oct 2026
Stock market
AI Generated

રિલાયન્સ જિયો દેશનો સૌથી મોટો IPO લાવ્યુ હતું. આ આઇપીઓ કુલ 30,000 કરોડથી વધુ રકમનો હતો. આ આઇપીઓમાં એલોટમેન્ટ હવે થઈ ચૂક્યું છે. આઇપીઓમાં એલોટમેન્ટ પૂરુ થયા પછી જે રોકાણકારોને શેર લાગ્યા નથી તેમના ખાતામાં પડેલી રકમ હવે ASBAથી મુક્ત થાય છે, તેના કારણે હવે 4.68 લાખ કરોડની રકમ મુક્ત થશે તેમ માનવામાં આવે છે.


આખી વાતને સાવ સરળ રીતે સમજીએ તો પ્રતિ શેર રૂ. 1,119 માટે કુલ 422 કરોડ શેર માટે બિડિંગ થયું હતું. આ રકમ અંદાજે 4.90 લાખ કરોડ કહી શકાય. હવે કુલ 422 કરોડના શેરના બિડિંગ સામે એલોટમેન્ટ ફક્ત 19.75 કરોડ શેરનું જ થયું છે. આમ બિડરોને કુલ 22,100 કરોડ રૂપિયાના શેર મળશે. બાકીના 4.68 લાખ કરોડ રૂપિયાની અંદાજિત રકમ રોકાણકારોને પરત મળશે.


ભારતમાં સપ્ટેમ્બરમાં આવેલો એસઆઇપીનો પ્રવાહ રૂ. 32,490 કરોડ હતો, તે જોતાં ઉપરોક્ત રકમ જાણે બાર મહિનાની એસઆઇપી એકસાથે આવી ગઈ હોય તેમ માનવામાં આવે છે. હવે આ રકમ છૂટી થવાના લીધે તેનો અમુક હિસ્સો એફડીમાં જશે, નોંધપાત્ર હિસ્સો ગોલ્ડ-સિલ્વરમાં જશે, કારણ કે તેમા હાલમાં કડાકો બોલ્યો છે. જ્યારે કેટલોક હિસ્સો દિવાળી નિમિત્તે ભારતીય અર્થતંત્રમાં ઠલવાશે તો અમુક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડમાં જશે. આગામી મહિને મ્યુચ્યુઅલ ફંડની એસઆઇપીથી લઈને ગોલ્ડ ઇટીએફમાં આવનારા આંકડા દર્શાવશે કે કેટલી રકમ ક્યાં રોકાઈ છે. હવે આના સંદર્ભમાં અગાઉ આવેલા મોટા આઇપીઓ વખતે કેટલી રકમ છૂટી થઈ હતી તે જોઈએ તો આપણને તેમાથી ઘણી રસપ્રદ માહિતી મળી શકે છે. આવા પાંચ ટોચના આઇપીઓની વિગત અહીં આપવામાં આવી છે.


Reliance Power

અગાઉ લગભગ દોઢ દાયકાથી પણ વધુ સમય પહેલાં રિલાયન્સ પાવરનો આઇપીઓ આવ્યો હતો. તે સમયે 2008માં આવેલા આ આઇપીઓનું કદ રૂ. 11,560 કરોડ હતું. તે સમયે આવેલો આ સૌથી મોટો આઇપીઓ હતો. તેની સામે તેને કુલ 7.50 લાખ કરોડથી પણ વધુ રકમના બિડ મળ્યા હતા. તેમા કુલ રિફંડ એક લાખ કરોડનું હતું. જો કે અંદાજ મુજબ જોઈએ તો કમસેકમ 7.38 લાખ કરોડની રકમ બજારમાં પરત ફરી કહેવાય. છતાં પણ આ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે ફક્ત એક લાખ કરોડના રિફંડ અપાયા હોવાનું જ જણાવાયું છે, હા તે સમયે ASBA પ્રણાલિ ન હતી.

LG India


તેના પછી એલજી ઇલેક્ટ્રોનિક્સનો આઇપીઓ 2025માં આવ્યો હતો. આ આઇપીઓનું કદ રૂ. 11,607.01 કરોડનું હતું. તેને કુલ 4.43 લાખ કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આ રીતે જોઈએ તો તેને કુલ 54.03 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. હવે તેના આઇપીઓનું કદ અને મળેલું સબસ્ક્રિપ્શન જોતાં કમસેકમ 4.30 લાખ કરોડની રકમ તો પરત ફરી જ હોય તે નિશ્ચિતપણે મનાય છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર આંકડો આવ્યો નથી. હવે તો ખાતામાંથી રકમ જતી નથી, પરંતુ ASBA હેઠળ બ્લોક થાય છે. તેથી ઇશ્યૂ લાગે ત્યારે જ કંપનીને રકમ મળે છે અને રોકાણકારના ડીમેટ ખાતામાં શેર જમા થાય છે. આઇપીઓમાં શેર ના લાગે તો રકમ પરનું બ્લોકેજ હટી જાય છે.

Bajaj Housing Finance

આવો જ મોટો આઇપીઓ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આવ્યો હતો. 2024માં આવેલા આ આઇપીઓનું કદ રૂ. 6,560 કરોડનું હતું. 6,560 કરોડના આઇપીઓ સામે રૂ. 3.24 લાખ કરોડની બિડ મળી હતી. હવે આ બિડમાંથી આઇપીઓની રકમ બાદ કરીએ તો રઆ રકમ અંદાજે રૂ. 3.18 લાખ કરોડ થાય, જો કે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. હવે તો ખાતામાંથી રકમ જતી નથી, પરંતુ ASBA હેઠળ બ્લોક થાય છે. તેથી ઇશ્યૂ લાગે ત્યારે જ કંપનીને રકમ મળે છે અને રોકાણકારના ડીમેટ ખાતામાં શેર જમા થાય છે. આઇપીઓમાં શેર ના લાગે તો રકમ પરનું બ્લોકેજ હટી જાય છે.

ICICI Prudential AMC

અન્ય એક જંગી રકમનો આઇપીઓ ICICI Prudential AMCનો હતો. આ આઇપીઓ 10,602.65 કરોડની રકમનો હતો. તેની સામે તેના માટે કુલ રૂ. 2.96 લાખ કરોડની રકમની બિડ આવી હતી. હવે 11,000 કરોડની રકમ પણ બાદ કરીએ તો અંદાજે રૂ. 2.85 કરોડની રકમ પરત થઈ હોય. જો કે આ અંગે કંપનીએ કોઈ સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. હવે તો ખાતામાંથી રકમ જતી નથી, પરંતુ ASBA હેઠળ બ્લોક થાય છે. તેથી ઇશ્યૂ લાગે ત્યારે જ કંપનીને રકમ મળે છે અને રોકાણકારના ડીમેટ ખાતામાં શેર જમા થાય છે. આઇપીઓમાં શેર ના લાગે તો રકમ પરનું બ્લોકેજ હટી જાય છે.

Waree Energy

વારી એનર્જીસના આઇપીઓનું કદ રૂ. 4,321.44 કરોડનું હતું. તેની સામે તેને કુલ રૂ. 2.42 લાખ કરોડની બિડ આવી હતી. આમ ઇશ્યુ કુલ 76.39 ગણો ભરાયો હતો. આના પગલે જોઈએ તો કમસેકમ 2.37 લાખ કરોડની રકમ અંદાજે પરત થઈ હોય. જો કે  અંગે કંપનીએ કોઈ સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. હવે તો ખાતામાંથી રકમ જતી નથી, પરંતુ ASBA હેઠળ બ્લોક થાય છે. તેથી ઇશ્યૂ લાગે ત્યારે જ કંપનીને રકમ મળે છે અને રોકાણકારના ડીમેટ ખાતામાં શેર જમા થાય છે. આઇપીઓમાં શેર ના લાગે તો રકમ પરનું બ્લોકેજ હટી જાય છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn